AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

કણભામાં ફરી એકવાર દારૂનું ગોડાઉન ઝડપાયુ, 78 લાખના મુદ્દામાલ સાથે 3 લોકોની ધરપકડ

કણભા પોલીસે ગોડાઉનમાંથી 1,570 પેટી ભારતીય બનાવટની ઈંગ્લીશ દારૂ અને 131 પેટી બિયર સહિત કુલ 78 લાખના મુદ્દામાલ સાથે મનોહર પવાર, સુનિલ બિશ્નોઈ અને પ્રદિપ બિશ્નોઈની ધરપકડ કરી છે.

કણભામાં ફરી એકવાર દારૂનું ગોડાઉન ઝડપાયુ, 78 લાખના મુદ્દામાલ સાથે 3 લોકોની ધરપકડ
Liquor den busted in Kanbha
Mihir Soni
| Edited By: | Updated on: Aug 09, 2021 | 11:53 PM
Share

કણભા પોલીસ સ્ટેશન (Kanbha Police Station)ની હદમાં આવતા બાકરોલ જીઆઈડીસીમાંથી (Bakrol GIDC) ફરી એક વાર દારૂ (Liquor)નું ગોડાઉન ઝડપાયુ છે. કણભા પોલીસને બાતમી મળી હતી કે બાકરોલમાં આવેલા રૂદ્ર ઈન્ડસ્ટ્રીયલ એસ્ટેટ (Rudra Industrial Estate)માં એક ગોડાઉનમાં કઈંક ગેરરીતિ ચાલી રહી છે, જેથી ડીવાયએસપી સહિતનો કાફલો એસ્ટેટમાં પહોંચ્યો હતો અને રેડ કરતા 73 લાખથી વધુની કિંમતનો દારૂનો જથ્થો મળી આવ્યો હતો.

મહત્વનું છે કે કણભા પોલીસે ગોડાઉનમાંથી 1,570 પેટી ભારતીય બનાવટની ઈંગ્લીશ દારૂ અને 131 પેટી બિયર સહિત કુલ 78 લાખના મુદ્દામાલ સાથે મનોહર પવાર, સુનિલ બિશ્નોઈ અને પ્રદિપ બિશ્નોઈની ધરપકડ કરી છે. પકડાયેલા આરોપીઓ દારૂનો જથ્થો બોક્સ બદલીને નાના વાહનોમાં લોડ કરીને અમદાવાદ શહેરમાં સપ્લાય કરતા હોવાનું સામે આવ્યુ છે. આ ગુનામાં મુખ્ય આરોપી હરીશ મારવાડીને પકડવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે.

પ્રાથમિક તપાસમાં સામે આવ્યુ કે હરીશ મારવાડીએ કાસિન્દ્રાના મહાદેવભાઈ સોલંકી પાસેથી આ ગોડાઉન ફિનાઈલના વેપાર માટે ભાડે લીધું હતું અને છેલ્લા 15 દિવસથી દારૂનો વેપલો કરતા હતા. ત્યારે આરોપીઓ કઈ કઈ જગ્યાએ દારૂ સપ્લાય કરતા હતા અને ક્યાંથી લાવતા હતા તે દિશામાં કણભા પોલીસે તપાસ હાથ ધરી છે.

મહત્વનું છે કે બાકરોલમાં એક વર્ષ પહેલા ડીજી વિજિલન્સની રેડમાં દારૂનું ગોડાઉન ઝડપાયુ હતુ અને કરોડોનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. જેમાં પોલીસ અધિકારીને સસ્પેન્ડ કરાયા હતા, ત્યારે તે જ વિસ્તારમાંથી ફરી એકવાર દારૂ ઝડપાતા બાકરોલ વિસ્તાર બૂટલેગરોનો નવો અડ્ડો બનતો હોય તેવુ ચર્ચાઈ રહ્યું છે.

આ પણ વાંચો: Ahmedabad : હ્યુમન ટ્રાફિકિંગના પ્રયાસના ગુનામાં વધુ એકની ધરપકડ

આ પણ વાંચો: માસ્ક પહેર્યા વગર ફરતી મહિલાને અટકાવ્યા બાદ રસ્તા વચ્ચે સિવિલ ડિફેન્સ કર્મચારીને માર્યો માર, મહિલા વિરુદ્ધ નોંધાયો ગુનો

IPLમાં બાંગ્લાદેશી ખેલાડીઓને તક અપાતા BCCIની ભૂમિકા અંગે વિરોધ
IPLમાં બાંગ્લાદેશી ખેલાડીઓને તક અપાતા BCCIની ભૂમિકા અંગે વિરોધ
રીલના રોમાંચમાં કાયદાનો તમાશો! બે દિવસમાં 10ની ધરપકડ
રીલના રોમાંચમાં કાયદાનો તમાશો! બે દિવસમાં 10ની ધરપકડ
રાજકોટની મુખ્ય બજારોના વેપારીઓ ફેરિયાઓ સામે લડી લેવાના મૂડમાં
રાજકોટની મુખ્ય બજારોના વેપારીઓ ફેરિયાઓ સામે લડી લેવાના મૂડમાં
ચાઈનીઝ દોરીની ફેકટરી સુધી કેવી રીતે પહોંચી અમદાવાદ ગ્રામ્ય SOG, જાણો
ચાઈનીઝ દોરીની ફેકટરી સુધી કેવી રીતે પહોંચી અમદાવાદ ગ્રામ્ય SOG, જાણો
શેત્રુંજી પર્વત પર સાવજ જોવા મળ્યો, યાત્રિકોમાં ભયનો માહોલ
શેત્રુંજી પર્વત પર સાવજ જોવા મળ્યો, યાત્રિકોમાં ભયનો માહોલ
નિર્માણાધીન બ્રિજનો ભાગ ધરાશાયી
નિર્માણાધીન બ્રિજનો ભાગ ધરાશાયી
અમદાવાદમાં બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો,વાયરલ ઇન્ફેકશનના કેસ વધ્યા
અમદાવાદમાં બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો,વાયરલ ઇન્ફેકશનના કેસ વધ્યા
જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
g clip-path="url(#clip0_868_265)">