જાણો દુનિયાના એવા 5 સિરિયલ કિલર વિશે, જેમના માટે હત્યા કરવી એક શોખ હતો

Serial Killers Of World: ઘણીવાર એવું જોવા મળે છે કે કોઈએ બદલો લેવા કે ગુસ્સામાં કોઈની હત્યા કરી હોય, પરંતુ એવા ઘણા લોકો હોય છે જેમને કોઈની હત્યા કરવાનો શોખ હોય છે.

જાણો દુનિયાના એવા 5 સિરિયલ કિલર વિશે, જેમના માટે હત્યા કરવી એક શોખ હતો
પ્રતિકાત્મક તસવીર
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 13, 2022 | 1:52 PM

Worlds’ Top Serial Killers: ઘણીવાર તમે કોઈને એવું કહેતા સાંભળ્યું હશે કે, દુનિયામાં સારા લોકોની અછત છે. પરંતુ ખરાબ લોકોની કોઈ કમી નથી. આ દુનિયામાં ગુંડા-બદમાશ, એકથી વધુ લૂંટારો, આતંકવાદી (Terrorist) વગેરે છે. તેવી જ રીતે, આ દુનિયામાં સીરિયલ કિલરોની (Serial Killers) પણ કમી નથી. એક કરતાં વધુ હત્યારા થયા છે. હત્યારાઓ પણ એવા છે કે જેમનું સાચું નામ પણ જાહેર થઈ શક્યું નથી. હત્યારાઓમાં કેટલાક એવા ક્રૂર હતા જેઓ મહિલાઓ પર બળાત્કાર કર્યા બાદ તેમને નિર્દયતાથી મારી નાખતા હતા.

તમને કેટલાક હત્યારાઓ વિશે જાણીને વધુ નવાઈ લાગશે, જેમણે બાળકોને પણ છોડ્યા ન હતા. બાળકોની માસૂમીયત પર તેમણે ક્રૂરતા આચરી હતી અને તેઓએ તેમની નિર્દયતાથી હત્યા પણ કરી. આ હત્યારાઓ વિશે જેટલું ખરાબ કહી શકાય તેટલું ઓછું હશે. આજે આપણે આવા જ કેટલાક ક્રૂર સિરિયલ કિલર્સ વિશે વાત કરીશું.

1. ડો. હોરાલ્ડ શિપમેન

જ્યારે પણ વિશ્વના ટોચના સિરિયલ કિલર્સની વાત આવે છે, ત્યારે ડો. હોરાલ્ડ શિપમેનનું નામ ચોક્કસપણે સામે આવે છે. 200 થી વધુ હત્યાના દોષિત હેરોલ્ડ શિપમેન વ્યવસાયે ડૉક્ટર હતા. તે પોતાના દર્દીઓને એવી રીતે મારતો હતો કે કોઈને શંકા પણ ન થાય. કોઈને વિશ્વાસ ન હતો કે, ડૉક્ટર આ રીતે લોકોને મારી શકે છે. ડૉક્ટર પરિણીત હતા અને તેમના પરિવારમાં પાંચ લોકો હતા. એવું કહેવાય છે કે, તે એકલો રહેતો હતો અને તેના સાથી ડોકટરો તેને પસંદ કરતા ન હતા.

IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ

2. જેક ધ રિપર

બ્રિટનના લંડનમાં વર્ષ 1888માં જેક ધ રિપર નામના કુખ્યાત ગુનેગારની હત્યાથી શહેરમાં સનસનાટી મચી ગઈ હતી. જો કે, આ ગુનેગારનું સાચું નામ ક્યારેય બહાર આવ્યું ન હતું. એવું કહેવાય છે કે, તે માત્ર મહિલા પ્રોસ્ટીટ્યૂટને જ પોતાનો શિકાર બનાવતો હતો. તે તેમની ગરદન કાપી નાખતો હતો અને શરીરના આંતરિક અવયવો પણ બહાર કાઢતો હતો. હત્યા કરવાની રીત અને માનવ અંગો કાઢી નાખવાના કારણે તેને વિચિત્ર નામ આપવામાં આવ્યું હતું. તે એટલો કુખ્યાત હતો કે, તેના નામે ઘણી હોરર વિડીયો ગેમ્સ પણ બનાવવામાં આવી હતી.

3. Andrei Chikatilo

1978 માં, એન્ડ્રે ચિકાટિલોએ (Andrei Chikatilo) રશિયામાં હત્યા કરવાનું શરૂ કર્યું. તેણે મહિલાઓ અને બાળકોને નિશાન બનાવ્યા હતા. એવું કહેવાય છે કે, તે પહેલા મહિલાઓ અને બાળકોનું અપહરણ કરતો હતો અને પછી ગળું કાપીને તેમની પીડાદાયક રીતે હત્યા કરતો હતો. તે રોસ્ટોવના કસાઈ તરીકે જાણીતો હતો. જ્યારે પોલીસે તેની ધરપકડ કરી તો તેણે કહ્યું કે, તેણે 56 મહિલાઓ અને બાળકો પર બળાત્કાર કર્યો અને તેની હત્યા કરી છે.

4. ટેડ બંડી

1970 ના દાયકાનો સીરીયલ કિલર ટેડ બંડી યુએસના કેટલાક શહેરોમાં બળાત્કાર અને પછી સુંદર મહિલાઓની હત્યા કરવા માટે કુખ્યાત હતો. તેણે આવી જ રીતે 36 મહિલાઓની હત્યા કરી હતી. જોકે, એવું કહેવાય છે કે તેણે અન્ય મહિલાઓને પણ શિકાર બનાવી હતી. આ ખતરનાક અને ઉદ્ધત હત્યારાને સજા આપવા માટેની કોર્ટ ટ્રાયલ પણ ટીવી પર પ્રસારિત કરવામાં આવી હતી. કોર્ટે બળાત્કાર અને હત્યાને જઘન્ય અપરાધોની શ્રેણીમાં રાખીને, ફ્લોરિડામાં તેને ઇલેક્ટ્રિક ખુરશી સાથે બાંધીને મૃત્યુદંડની સજા સંભળાવી.

5. John Wayne Gacy

જ્હોનને સેક્સ ઓફેન્ડર અને સીરીયલ કિલર માનવામાં આવતો હતો. તે બાળકોની હોસ્પિટલો અને બાળકોની પાર્ટીઓમાં ક્લાઉન તરીકે જતો હતો. એટલે કે, તે બાળકોના વેશમાં મનોરંજન કરતો હતો અને તેમનું અપહરણ કરતો હતો. કહેવાય છે કે, પહેલા તે બાળકોની હત્યા કરતો હતો અને પછી બળાત્કાર કરતો હતો. જ્યારે પોલીસે તેને પકડીને ઘરમાં તપાસ કરી તો ત્યાંથી 29 સડી ગયેલા મૃતદેહો મળી આવ્યા. તેણે 33 લોકોની હત્યા કરી હોવાની કબૂલાત કરી હતી.

આ પણ વાંચો: IGNOU Admissions 2022: IGNOU જાન્યુઆરી સત્ર માટે પ્રવેશની તારીખ લંબાવાઈ, 21 ફેબ્રુઆરી સુધી થશે અરજી

આ પણ વાંચો: શું તમે બેરોજગાર છો? સરકારની આ યોજના તમને આર્થિક સહાય આપશે, જાણો યોજના અને અરજી કરવાની પ્રક્રિયા વિશે

Latest News Updates

જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
ગાયબ હોવાના અહેવાલો વચ્ચે નિલેશ કુંભાણીએ જાહેર કર્યો વીડિયો
ગાયબ હોવાના અહેવાલો વચ્ચે નિલેશ કુંભાણીએ જાહેર કર્યો વીડિયો
અંબાલાલ પટેલની આગાહી, કમોસમી વરસાદ વધારશે ખેડૂતોની ચિંતા- Video
અંબાલાલ પટેલની આગાહી, કમોસમી વરસાદ વધારશે ખેડૂતોની ચિંતા- Video
g clip-path="url(#clip0_868_265)">