કિશન ભરવાડ હત્યા કેસ : કટ્ટરપંથી અને આતંકવાદ કનેક્શન સહિત વિવિધ મુદ્દે ATSએ શબ્બીર, ઈમ્તિયાઝ અને મૌલાના ઐયુબના રિમાન્ડ માગ્યા

કિશન ભરવાડ હત્યા કેસમાં મુખ્ય આરોપી એવા શબ્બીર ચોપડા, ઈમ્તિયાઝ પઠાણ અને મૌલાના ઐયુબ જાવરાવાલાને ગુજરાત ATSની ટીમે રિમાન્ડ પૂર્ણ થતાં સ્પેશિયલ કોર્ટ સમક્ષ રજૂ કર્યા હતા.

કિશન ભરવાડ હત્યા કેસ : કટ્ટરપંથી અને આતંકવાદ કનેક્શન સહિત વિવિધ મુદ્દે ATSએ શબ્બીર, ઈમ્તિયાઝ અને મૌલાના ઐયુબના રિમાન્ડ માગ્યા
Kishan Bharwad (ફોટો)
Follow Us:
Darshal Raval
| Edited By: | Updated on: Feb 05, 2022 | 5:35 PM

કિશન ભરવાડ હત્યા કેસમાં (Dhandhuka Kishan Bharwad murder) પકડાયેલા આરોપીઓ પૈકી ત્રણ આરોપીઓને ગુજરાત એટીએસની (Gujarat ATS) ટીમે કોર્ટ (COURT) સમક્ષ રજૂ કરી 14 દિવસના રિમાન્ડની (Remand) માંગ કરી હતી. જોકે કોર્ટે વિવિધ મુદ્દાઓ ધ્યાનમાં લઈને ત્રણે આરોપીઓને નવ દિવસના રિમાન્ડ ગ્રાહ્ય રાખ્યા હતા.

કિશન ભરવાડ હત્યા કેસમાં મુખ્ય આરોપી એવા શબ્બીર ચોપડા, ઈમ્તિયાઝ પઠાણ અને મૌલાના ઐયુબ જાવરાવાલાને ગુજરાત ATSની ટીમે રિમાન્ડ પૂર્ણ થતાં સ્પેશિયલ કોર્ટ સમક્ષ રજૂ કર્યા હતા. જોકે આ કેસમાં ઘણી તપાસ કરવાની બાકી હોવાના કારણે એટીએસે 14 દિવસના ફર્ધર રિમાન્ડની માગણી કરી હતી. પરંતુ વિવિધ મુદ્દાઓ ધ્યાને લઇને કોર્ટે નવ દિવસના રિમાન્ડ ગ્રાહ્ય રાખ્યા હતા.

ત્રણેય આરોપીઓને એટીએસે કોર્ટમાં રજૂ કર્યા બાદ કેટલાક મહત્વના મુદ્દે તપાસ કરવા દલીલો કરાઈ હતી.  જેમાંથી એક મુદ્દોએ પણ હતો કે આરોપીઓએ ગુનો કર્યા બાદ ગુનામાં વાપરેલો મોબાઇલ ફોન અને સીમકાર્ડ ફેકી દીધા છે. તે અંગેની તપાસ કરવા સારું પણ રિમાન્ડની જરૂરિયાત છે. જેના સહિત 17 જેટલા મુદ્દાઓ હતા. જેમાં તપાસ કરવાની બાકી હોવાથી રિમાન્ડની માંગણી કરવામાં આવી હતી. પરંતુ બચાવપક્ષના વકીલે રજૂઆત કરતા રિમાન્ડના મુદ્દાઓ રીપીટ થતા હોવાની પણ દલીલ કરી એકના એક કારણો રજૂ કરી રિમાન્ડ ન આપી શકાય તેવી રજૂઆત કરી હતી.

Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?
Mahakumbh 2025: મહિલા નાગા સંન્યાસીની ક્યાં રહે છે અને શું ખાય છે? જાણો તેમની રહસ્યમય દુનિયા વિશે
'પ્રીતિ ઝિન્ટાના કારણે મારું ઘર તૂટ્યુ !' તેને નહીં માફ કરુ, કોણ છે આ મહિલા જેણે આવું કહ્યું
ભારતની એ જેલ, જ્યાં કેદીઓ સામેથી માંગે છે મોત!, ત્યાં જાય છે તે ક્યારેય પાછા નથી આવતા
સવારે ઉઠતાની સાથે દેખાય આ 6 વસ્તુઓ, તો સમજો કિસ્મત ચમકવાની છે !

શું હતા રિમાન્ડના મુખ્ય મુદ્દા ?

– આરોપીઓએ મોબાઈલ ફોન અને સીમકાર્ડ  ફેંકી દીધા  તે શોધવાના બાકી હોવાથી તપાસની માંગ

– ગુનો કર્યા બાદ આરોપી શબ્બીર અને ઈમ્તિયાઝએ ગુના સમયે પહેરેલા કપડાં શોધવા

– મૌલાના ઐયુબ જાવરાવાલાએ છપાવેલા ચાર હજાર પુસ્તકો પૈકી ત્રણ હજાર પુસ્તકો ક્યાં છે તે અંગે તપાસ

– પોરબંદરમાં સાજણ ઓડેદરા અને કિશન ભરવાડ ની રેકી દરમ્યાન આરોપીઓ કોને કોને મળ્યા તે અંગે તપાસ

– આરોપીઓ આ માટે કોની પાસેથી ફંડ મેળવ્યું તે બાબતે તપાસ

– સોશિયલ મીડિયામાં કેટલીક વિવાદિત પોસ્ટ અંગે માહિતી એકત્ર કરી તેમના વિરૂદ્ધ કોઈ કાવતરું થયું હતું કે કેમ ?

– આરોપીઓએ વિદેશમાંથી કે ભારતમાંથી ક્યાંથી ફંડ મેળવ્યું હતું તે બાબતે તપાસ

– કિશન સિવાય અન્ય કયા વ્યક્તિઓ તેમના હત્યા કરવાના ટાર્ગેટમાં હતા તે અંગે તપાસ

– પકડાયેલા આરોપીઓ ઈસ્લામિક કટ્ટરપંથી સંસ્થા કે ભારત વિરોધી આતંકવાદી સંગઠન સાથે સંકળાયેલા છે કે કેમ તેની પણ તપાસ.

આમ, ઉપરના મુદ્દા ઉપર પોલીસે તપાસ કરવાની બાકી હોય રિમાન્ડની માંગણી કરી હતી. જોકે કોર્ટે આ તમામ મુદ્દાઓને ધ્યાને લઈને 14 ફેબ્રુઆરી સુધી એટલે કે 9 દિવસના રિમાન્ડ ગ્રાહ્ય રાખ્યા હતા.

હાલ તો પોલીસ આ સમગ્ર મામલે તમામ પાસોને લઈને તપાસ કરી રહી છે. તેમજ મજબૂત પુરાવાઓ પણ એકઠા કરી રહી છે. જેથી કેસને વધુ મજબૂત બનાવી શકાય. તેમજ અન્ય કોઈ આ પ્રકારની ઘટનાનું ભોગ બનતું હોય તો તેને રોકી શકાય.

આ પણ વાંચો : ધંધુકા : મૃતક કિશન ભરવાડની ઉત્તરક્રિયા કરાઇ, ગામમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત તૈનાત કરાયો

આ પણ વાંચો : Ahmedabad : સસ્પેન્ડ કરાયેલા કોંગ્રેસના દાણીલીમડાના કોર્પોરેટર જમના વેગડા નવા વિવાદમાં સપડાયા

g clip-path="url(#clip0_868_265)">