Ahmedabad : સસ્પેન્ડ કરાયેલા કોંગ્રેસના દાણીલીમડાના કોર્પોરેટર જમના વેગડા નવા વિવાદમાં સપડાયા

અમદાવાદના દાણીલીમડા વોર્ડના કોર્પોરેટર જમના વેગડા ફરી એક વિવાદમાં સપડાયા છે. મણિનગર સ્થિત પોતાના નિવાસસ્થાને જ જમના વેગડાએ ગેરકાયદેસર બાંધકામ કર્યું છે. તેમણે નિવાસસ્થાનની માર્જિનની જગ્યામાં 3 દુકાનોનું કોમર્શિયલ બાંધકામ પુરજોશમાં શરૂ કરવામાં આવ્યું છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 05, 2022 | 5:24 PM

અમદાવાદના(Ahmedabad)દાણીલીમડા વોર્ડના કોર્પોરેટર જમના વેગડા(Jamna Vegda)ફરી એક વિવાદમાં સપડાયા છે. કોંગ્રેસમાંથી સસ્પેન્ડ કરાયેલા જમના વેગડા ગેરકાયદે બાંધકામ(Illegal Construction)મુદ્દે વિવાદમાં આવ્યા છે. તેમણે મણિનગર સ્થિત પોતાના નિવાસસ્થાને જ જમના વેગડાએ ગેરકાયદેસર બાંધકામ કર્યું છે. તેમણે નિવાસસ્થાનની માર્જિનની જગ્યામાં 3 દુકાનોનું કોમર્શિયલ બાંધકામ પુરજોશમાં શરૂ કરવામાં આવ્યું છે. તેમજ મોટાભાગનું બાંધકામ પૂર્ણ પણ કરી દેવાયું છે. જે મામલે એએમસી દ્વારા તાત્કાલિક બાંધકામ રોકવા પ્રથમ નોટિસ અપાઈ છે. દક્ષિણ ઝોન એસ્ટેટ વિભાગ દ્વારા ખાતાકીય કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. ત્યારે જમના વેગડા નોટિસ ન સ્વીકારતા તંત્રએ ઘરે મનાઈ હુકમ ચોંટાડ્યો પરંતુ ચોંટાડેલી નોટિસ પણ બાંધકામ પરથી દુર કરી દેવાઈ છે.

કથિત કાળા જાદુના વિવાદ બાદ જમના વેગડા વધુ એક વિવાદમાં આવ્યા છે. ત્યારે AMC દ્વારા આગામી સમયમાં કારણદર્શક નોટિસ ફટકારી જવાબ માંગવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે, જમના વેગડા પર આરોપ હતો કે તેમણે ધાનેરાની મહિલાને તાંત્રિક વિધિ માટે વાત કરી હતી. તેમજ કોંગ્રેસના જ 2 નેતાને ખતમ કરવા જણાવ્યું હતું. જે મામલે તાંત્રિક હમિદા સૈયદે પણ જમના વેગડા સાથે વાતચીતનો સ્વીકાર કરતા આખરે કોંગ્રેસે શિક્ષાત્મક પગલા લીધા છે.

જમના વેગડા પર અમદાવાદ મહાનગરપાલિકાના વિપક્ષના નેતા શહેઝાદ ખાન પઠાણ અને કોંગ્રેસના ધારાસભ્ય શૈલેષ પરમાર પર તાંત્રિક વિધિ કરાવવાનો આરોપ છે. ત્યારે કોંગ્રેસના સત્તાધીશો દ્વારા પણ જણાવાયું હતું કે આરોપ સાબિત થશે તો શિક્ષાત્મક પગલા લેવાશે અને આખરે આ મામલે કોંગ્રેસના કાઉન્સીલર જમના વેગડા વિરુદ્ધ કાર્યવાહી કરી છે.

આ પણ વાંચો : Ahmedabad: પાર્ક વાહનમાંથી ચોરી કરતી ટોળકી સક્રિય, ઓઢવના વેપારીના રુ. 6 લાખ લઇ ચોર ફરાર

Follow Us:
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
g clip-path="url(#clip0_868_265)">