Kheda: માતરમાં ગેરકાયદે બાયોડીઝલ હેરાફેરીનો પર્દાફાશ, પોણા 3 કરોડનો મુદ્દામાલ સીલ કરાયો

માતર GIDCમાં ચાલતા બાયોડીઝલ પ્લાન્ટ પરથી ગેરકાયદેસર રીતે બાયોડીઝલની હેરાફેરીના રેકેટનો ખેડા એલસીબીએ પર્દાફાશ કરી પોણા ત્રણ કરોડનો મુદ્દામાલ મામલતદાર પાસે સીલ કરાવ્યો.

Kheda: માતરમાં ગેરકાયદે બાયોડીઝલ હેરાફેરીનો પર્દાફાશ, પોણા 3 કરોડનો મુદ્દામાલ સીલ કરાયો
Kheda: Illegal biodiesel rigging in Matar exposed, Rs 3 crore case sealed
Follow Us:
Dharmendra Kapasi
| Edited By: | Updated on: May 01, 2022 | 6:35 PM

Kheda: માતર જી.આઇ.ડી.સી.માંથી GJ-03-Ax-5416 નંબરની ટેન્કરમાં બાયોડીઝલનું (Biodiesel) ગેરકાયદેસર રીતે શંકાસ્પદ ઇંધણ ભરીને ખોડીયાર ચોકડી ને.હા. નંબર-48થી રાજકોટ તરફ જનાર છે. આવી બાતમી ખેડા એલસીબીને મળી હતી. જે આધારે LCB, SOG અને પેરોલ ફલો સ્કવોર્ડની ટીમોએ સાથે મળી સુવ્યવસ્થિત આયોજન કરી ટેન્કર પસાર થવાના માર્ગ ઉપર માતર ખોડીયાર ચોકડી આવી ટેન્કરની વોચમાં ગોઠવાઈ ગયા હતા. અને જે બાતમી મળી હતી તે ટેન્કર માતર તરફથી ખોડીયાર ચોકડી ને.હાઇવે-48 તરફ આવતી હોઇ રોડની સાઇડમાં ઉભી રખાવી ચાલકને ટેન્કરના તેના કબજા ભોગવટામાં રહેલ ટેન્કરમાંના પ્રવાહી બાબતે પુછપરછ કરતા શંકાસ્પદ જ્વલનશીલ બોયોડીઝલ પ્રવાહી માતર જી.આઇ.ડી.સી. ખાતેથી ભરી લાવ્યાનું જણાવતા ટેન્કર ચાલકની પુછપરછ હાથ ધરી હતી.

પોલીસ એજન્સીઓના હાથે ઝડપાયેલ ટેન્કર જેમાં બાયોડીઝલ 24000 લીટર કબજે કરવાનું હોઇ મામલતદાર-માતર તથા એફ.એસ.એલ.અધિકારી ખેડા-નડીયાદને જાણ કરી પોલીસની એજન્સીઓ માતર જી.આઇ.ડી.સી. ખાતે પ્લોટ નં. 31માં – એમ.આર લુબઇન્ડસ્ટ્રીઝ ફેક્ટરી ખાતે તપાસ કરતા સદર જગ્યાએ બાયોડીઝલ બનાવવાની મશીનરી તથા સાધનો મળી આવ્યા હતા, અને બાયોડીઝલ બનાવવાનું અન્ય જ્વલનશીલ પ્રવાહીનો જથ્થો 23,900 લીટરની માત્રામાં શોધી કાઢયો હતો, આ કાર્યવાહીમાં એફ.એસ.એલ. અધિકારી તથા મામલતદારને સાથે રાખી હુકમ મુજબ સદર ફેક્ટરી શીલ કરાવવામાં આવી છે.

બાયોડીઝલ હેરાફેરીમાં અને પ્લાન્ટમાંથી પકડાયેલા આરોપીઓ

IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ

1) અબ્બાસભાઇ ઉર્ફે મુન્નો નુરમોહમંદભાઇ ઠેબા, રહેવાસી-મીતાણા, જી:મોરબી

2) ફઝલ ફિરોજભાઇ મોદન, રહેવાસી-અમદાવાદ, શાહઆલમ

3) તોસીબખાન મજીદખાન પઠાણ, રહેવાસી- માતર, જી.ખેડા

4) સહેજાદઆલમ અબ્દુલવાહીદ અન્સારી, રહેવાસી-ખેડા

ધરપકડ કરવાના બાકી આરોપીઓ

1) ઝુનેદભાઇ સીરાજભાઇ મોદન રહેવાસી- અમદાવાદ, શાહ આલમ

2) ફિરોજભાઇ રહેવાસી-રાજકોટ,બજરંગવાડી

ઘટનામાં કબ્જે કરાયેલો મુદ્દામાલઃ

બાયોડીઝલ, બાયોડીઝલ બનાવવાનું કેમીકલ (પ્રવાહી),બાયોડીઝલની હેરાફેરીમાં વપરાયેલ ટેન્કર, બે મોબાઇલ ફોન અને આરોપી પાસેથી મળી આવેલ રોકડ રૂ.5,550 અને સીલ કરવામાં આવી, પ્લાન્ટ મળી કુલ અંદાજિત કિંમત પોણા ત્રણ કરોડ રૂપિયા.

પોલીસ કેમ રહી અજાણ ?

માતર જેવા નાનકડા ગામડામાં આટલું મોટું બાયો ડીઝલ બનાવી હેરાફેરીનું કૌભાંડ ચાલતું હોવા છતાં માતર પોલીસને કેમ કોઈ માહિતી ન મળી ? શું માતર પોલીસ પણ સમગ્ર મામલે અજાણ હતું, જીઆઈડીસીની નજીક જ પોલીસ મથક હોવા છતાં કેમ પીએસઆઈ કેમ સમગ્ર મામલાથી અજાણ રહ્યાં તેવા અનેક પ્રશ્નો આ કૌભાંડ બહાર આવવાથી ઉપસ્થિત થયાં છે. ત્યારે માતર પીએસઆઈની ગંભીર બેદરકારી બદલ એસપી કેવા પ્રકારની કાર્યવાહી કરે છે તે જોવું રહ્યું.

Latest News Updates

મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
g clip-path="url(#clip0_868_265)">