AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

સબમરીનની ખાનગી માહિતી લીક કરવાના આરોપમાં એક નેવી કમાન્ડર સહીત 5ની ધરપકડ, CBIએ 19 જગ્યાએ રેડ કરી

આ કેસમાં મંગળવારે CBIએ દિલ્હી, નોઈડા, મુંબઈ અને હૈદરાબાદમાં 19 સ્થળોએ દરોડા પાડ્યા છે. આ દરમિયાન ઈલેક્ટ્રોનિક ગેજેટ્સ અને વધારાના દસ્તાવેજો જપ્ત કરવામાં આવ્યા હતા.

સબમરીનની ખાનગી માહિતી લીક કરવાના આરોપમાં એક નેવી કમાન્ડર સહીત 5ની ધરપકડ, CBIએ 19 જગ્યાએ રેડ કરી
Information leak case 5 officers arrested CBI raids 19 places of delhi mumbai hyderabad and noida
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 26, 2021 | 10:22 PM
Share

DELHI : CBIએ ઇન્ડિયન નેવીની માહિતી લીક કરવાના કેસમાં 5 અધિકારીઓની ધરપકડ કરી છે. જેમાં એક સરકારી અધિકારી, 2 નિવૃત્ત સરકારી કર્મચારીઓ અને એક ખાનગી વ્યક્તિનો સમાવેશ થાય છે. આ કેસમાં મંગળવારે CBIએ દિલ્હી, નોઈડા, મુંબઈ અને હૈદરાબાદમાં 19 સ્થળોએ દરોડા પાડ્યા છે. આ દરમિયાન ઈલેક્ટ્રોનિક ગેજેટ્સ અને વધારાના દસ્તાવેજો જપ્ત કરવામાં આવ્યા હતા. કેસની તપાસ હજી ચાલુ છે.

અગાઉ એવું કહેવામાં આવી રહ્યું હતું કે CBIએ આ કેસમાં એક નેવી ઓફિસર અને બે રિટાયર્ડ ઓફિસરની ધરપકડ કરી છે. આ કેસ કિલો-ક્લાસ સબમરીનના આધુનિકીકરણને લગતી ખનગી માહિતી લીક કરવા સાથે સંબંધિત છે.

ભારતીય નૌકાદળે ઉચ્ચ સ્તરીય તપાસનો આદેશ આપ્યો બીજી બાજુ, ભારતીય નૌકાદળે પણ માહિતી લીકની તપાસ કરવા અને ભવિષ્યમાં આવી કોઈ ઘટનાને રોકવા માટેના માર્ગો પર ચર્ચા કરવા વાઇસ એડમિરલ અને રીઅર એડમિરલ હેઠળ ઉચ્ચ સ્તરીય તપાસનો આદેશ આપ્યો હતો.

સૂત્રોએ જણાવ્યું હતું કે સંબંધિત એજન્સીઓ પાસેથી ઇનપુટ્સ પ્રાપ્ત કર્યા પછી, CBIએ કમાન્ડર રેન્કના એક નેવી અધિકારીની ધરપકડ કરી હતી, જે હાલમાં જે હાલમાં નિવૃત્ત અધિકારીઓને કિલો-ક્લાસ સબમરીન આધુનિકીકરણ પ્રોજેક્ટ સંબંધિત અનધિકૃત માહિતી આપવા માટે મુંબઈમાં છે.

હજી ઘણા અધિકારીઓની પૂછપરછ ચાલુ છે એવું કહેવામાં આવી રહ્યું છે કે CBI આ કેસમાં ઘણા વધુ અધિકારીઓની પૂછપરછ કરી રહી છે અને આ કેસમાં વધુ ધરપકડ થવાની આશા છે. સૂત્રોએ જણાવ્યું હતું કે આ મામલો નેવીના ટોચના અધિકારીઓના ધ્યાન પર આવતાં જ તેઓએ વાઇસ એડમિરલની આગેવાની હેઠળ પાંચ સભ્યોની ટીમની રચના કરી હતી અને મામલાની તપાસ કરવા અને કોઈપણ સંભવિત માહિતી લીક થતી બંધ કરવા માટે સમાંતર તપાસ શરૂ કરી હતી.

આ પણ વાંચો : આર્યન ખાનને હજુ સુધી કેમ નથી મળ્યા જામીન? કેન્દ્રીય મંત્રી રામદાસ આઠવલેએ જણાવ્યું આ કારણ, ક્રૂઝ ડ્રગ્સ કેસ પર આપ્યું મોટું નિવેદન

આ પણ વાંચો : ખાંડની નિકાસ અંગે કેન્દ્ર સરકારે લીધો મોટો નિર્ણય, જાણો મિલ માલિકો અને ખેડૂતો પર શું અસર પડશે

Follow Us
Trending Video: ચહેરા પર ઈનો અને ટૂથપેસ્ટ ઘસીને વાણંદે કર્યું 'ફેસિયલ'
Trending Video: ચહેરા પર ઈનો અને ટૂથપેસ્ટ ઘસીને વાણંદે કર્યું 'ફેસિયલ'
તલાટીઓની કામગીરીની સ્પષ્ટ વહેંચણી: રાજ્ય સરકારનો મોટો નિર્ણય
તલાટીઓની કામગીરીની સ્પષ્ટ વહેંચણી: રાજ્ય સરકારનો મોટો નિર્ણય
નક્ષત્રના આધારે અંબાલાલની આગાહી, 23થી 31 ઓગસ્ટ સુધીમાં ભારે વરસાદ પડશે
નક્ષત્રના આધારે અંબાલાલની આગાહી, 23થી 31 ઓગસ્ટ સુધીમાં ભારે વરસાદ પડશે
શરીર પર લીંબુ લટકાવીને રસ્તા વચ્ચે કર્યો હેરાન કરનારો સ્ટંટ
શરીર પર લીંબુ લટકાવીને રસ્તા વચ્ચે કર્યો હેરાન કરનારો સ્ટંટ
SEBI એ ભાવનગરના ઈકોનો બ્રોકિંગ પર પાડ્યા દરોડા
SEBI એ ભાવનગરના ઈકોનો બ્રોકિંગ પર પાડ્યા દરોડા
સુરેન્દ્રનગર:અકાળાથી પાસવાડા ગામનો રસ્તો બિસમાર બનતા ગામલોકો ત્રાહિમામ
સુરેન્દ્રનગર:અકાળાથી પાસવાડા ગામનો રસ્તો બિસમાર બનતા ગામલોકો ત્રાહિમામ
સુરતમાં કારીગરોની હડતાળ, પોલીસ પર પથ્થરમારો 500 થી વધુ સામે ફરિયાદ
સુરતમાં કારીગરોની હડતાળ, પોલીસ પર પથ્થરમારો 500 થી વધુ સામે ફરિયાદ
ચર્ચગેટ નજીક આવકવેરા વિભાગની ઓફિસમાં લાગી ભીષણ આગ, જુઓ Video
ચર્ચગેટ નજીક આવકવેરા વિભાગની ઓફિસમાં લાગી ભીષણ આગ, જુઓ Video
ભાલ વિસ્તારમાં કેમિકલ પ્રદૂષણને કારણે પશુ-પક્ષીના મોત થયાનો આક્ષેપ
ભાલ વિસ્તારમાં કેમિકલ પ્રદૂષણને કારણે પશુ-પક્ષીના મોત થયાનો આક્ષેપ
અમદાવાદ ગ્રામ્યમાં ફરી દિપડો દેખાયો, વન વિભાગે ગોઠવ્યું પાંજરું
અમદાવાદ ગ્રામ્યમાં ફરી દિપડો દેખાયો, વન વિભાગે ગોઠવ્યું પાંજરું
g clip-path="url(#clip0_868_265)">