ખાંડની નિકાસ અંગે કેન્દ્ર સરકારે લીધો મોટો નિર્ણય, જાણો મિલ માલિકો અને ખેડૂતો પર શું અસર પડશે

ભારતીય ખાંડ મિલોએ આ વર્ષે રેકોર્ડ 72.3 લાખ ટનની નિકાસ કરી છે. 30 સપ્ટેમ્બરે પૂરા થયેલા માર્કેટિંગ વર્ષ 2020-21માં અંદાજિત રેકોર્ડ 72.3 લાખ ટન ખાંડની નિકાસ કરવામાં આવી છે.

ખાંડની નિકાસ અંગે કેન્દ્ર સરકારે લીધો મોટો નિર્ણય, જાણો મિલ માલિકો અને ખેડૂતો પર શું અસર પડશે
Modi government end subsidy of sugar export from india know how will it affect farmers and millers
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 26, 2021 | 8:13 PM

ભારતમાંથી નિકાસ (Export) થતી ખાંડ (Sugar) પર હવે સબસિડી (Subsidy) આપવામાં આવશે નહીં. કેન્દ્ર સરકારે ખાંડની નિકાસ પર આપવામાં આવતી સબસિડી નાબૂદ કરી છે. કેન્દ્ર સરકાર આ સબસીડી ખતમ કરી શકે છે તેવી ચર્ચા પહેલાથી જ થઈ રહી હતી. ખાંડના વૈશ્વિક ભાવમાં થયેલા વધારાને ધ્યાનમાં રાખીને સરકારે આ નિર્ણય લીધો છે.

આ નિર્ણય 2021-22માં નિકાસ કરવામાં આવેલી ખાંડ પર લાગુ થશે. કેન્દ્ર સરકારે કહ્યું છે કે ખાંડ મિલોએ આ વર્ષે 60 થી 70 લાખ ટન ખાંડની નિકાસનું લક્ષ્ય રાખવું જોઈએ. તેની સાથે જ, મિલોએ નિકાસ માટે નવા દેશોમાં શક્યતાઓ શોધવાની જરૂર છે. ભારતે આ વર્ષે 77 લાખ ટન ખાંડની નિકાસ કરી છે. નિકાસનો એક ભાગ સબસિડી વગરની ખાંડનો છે.

ભારત વિશ્વમાં ખાંડનો બીજો સૌથી મોટો ઉત્પાદક દેશ છે. બ્રાઝિલમાં મોટાભાગની ખાંડનું ઉત્પાદન થાય છે. પરંતુ આ વર્ષે બ્રાઝિલમાં ઉત્પાદનમાં ઘટાડો થવાની સંભાવના છે. આવી સ્થિતિમાં ભારત પાસે નિકાસ માટે વધુ સારી તક છે. ખાંડ મિલોને આનો લાભ મળશે. ખાંડની નિકાસના નાણાંનો ઉપયોગ ખાંડ મિલો ખેડૂતોના બાકી લેણાં ચૂકવવા માટે કરી શકે છે. આના કારણે ખેડૂતોની ચૂકવણી સમયસર થાય તેવી અપેક્ષા છે.

SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?
સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?
નાળિયેર પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી થાય છે આ ગજબના ફાયદા, જાણો અહીં

મે મહિનામાં ખાંડની નિકાસમાં સબસિડીમાં ઘટાડો કરવામાં આવ્યો હતો બ્રાઝિલની ખાંડ એપ્રિલ 2022 સુધીમાં બજારમાં આવી શકે છે. આવી સ્થિતિમાં ભારતીય ખાંડ મિલોને જાન્યુઆરી 2022 થી એપ્રિલ 2022 સુધી નિકાસ કરવાની મોટી તકો છે. વધતા જતા ભાવને કારણે વૈશ્વિક બજારમાં ભારતની ખાંડની માંગ વધુ છે. આવી સ્થિતિમાં નિકાસ સબસિડી નાબૂદ થવાથી ભારતની નિકાસ પર કોઈ અસર નહીં થાય.

મે મહિનાની શરૂઆતમાં કેન્દ્ર સરકારે ખાંડની નિકાસ પરની સબસિડીમાં પ્રતિ ટન 2000 રૂપિયાનો ઘટાડો કર્યો હતો. વૈશ્વિક બજારમાં ખાંડની વધતી કિંમતો વચ્ચે સરકારે પ્રતિ ટન 6000 રૂપિયાની નિકાસ સબસિડી ઘટાડીને 4000 રૂપિયા કરી દીધી હતી. ખાદ્ય મંત્રાલયના અધિકારીઓએ કહ્યું હતું કે જો ભાવમાં વધારો ચાલુ રહેશે તો સબસિડીમાં વધુ ઘટાડો કરવામાં આવશે.

ભારતે આ વર્ષે ખાંડની રેકોર્ડબ્રેક નિકાસ કરી છે ભારતીય ખાંડ મિલોએ આ વર્ષે રેકોર્ડ 72.3 લાખ ટનની નિકાસ કરી છે. 30 સપ્ટેમ્બરે પૂરા થયેલા માર્કેટિંગ વર્ષ 2020-21માં અંદાજિત રેકોર્ડ 72.3 લાખ ટન ખાંડની નિકાસ કરવામાં આવી છે. તેમાંથી મોટા ભાગની ઇન્ડોનેશિયામાં નિકાસ કરવામાં આવી હતી. સૌથી વધુ નિકાસ ઇન્ડોનેશિયામાં 18.2 મિલિયન ટન હતી, ત્યારબાદ અફઘાનિસ્તાન (6,69,525 ટન), UAE (5,24,064 ટન) અને સોમાલિયા (4,11,944 ટન) નો સમાવેશ થાય છે.

નવા માર્કેટિંગ વર્ષ 2021-22માં અત્યાર સુધીમાં લગભગ 1.5 મિલિયન ટનના નિકાસ સોદા કરવામાં આવ્યા છે. ઘણી ખાંડ મિલોએ આગામી સિઝનમાં નિકાસ માટે ફ્યુચર કોન્ટ્રાક્ટ પર હસ્તાક્ષર કર્યા છે. તેથી એવું માનવામાં આવે છે અને અપેક્ષા રાખવામાં આવે છે કે ભારતીય ખાંડ મિલો આ તકનો લાભ લેશે અને આગામી સિઝનમાં પણ 6 મિલિયન ટન ખાંડની નિકાસ કરવાની સ્થિતિમાં હશે.

Latest News Updates

ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
g clip-path="url(#clip0_868_265)">