AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ફરી એક સાસુ જમાઈ ભાગી ગયા, દીકરીના લગ્નની તારીખ આવે તે પહેલા જ અયોધ્યાના મંદિરમાં જઇ પરણ્યા

અલીગઢ પછી, ગોંડામાં એક સાસુ તેના થનારા જમાઈ સાથે ભાગી ગઈ છે. બંને ભાગી જાય તે પહેલાં જ છોકરીના પરિવારને શંકા ગઈ હતી. આ કારણે છોકરીના લગ્ન બીજે ક્યાંક નક્કી કરવામાં આવ્યા.

ફરી એક સાસુ જમાઈ ભાગી ગયા, દીકરીના લગ્નની તારીખ આવે તે પહેલા જ અયોધ્યાના મંદિરમાં જઇ પરણ્યા
UP
| Updated on: Apr 29, 2025 | 12:43 PM
Share

ઉત્તર પ્રદેશમાં ફરી એક વખત ચોંકાવનારી ઘટના સામે આવી છે જ્યાં એક સાસુ પોતાના થનારા જમાઇ સાથે ભાગી ગઈ છે. અગાઉ પશ્ચિમ યુપીના અલીગઢમાં આવી ઘટના બની હતી, આ વખતે પૂર્વ યુપીના ગોંડા જિલ્લામાં આવી ઘટના ઘટી છે. અહીં પણ સાસુ અને જમાઇ વચ્ચેનો પ્રેમ મોબાઈલ ફોનની મારફતે થયો.

મોબાઈલ પર થયો પ્રેમ

મોબાઈલ પર બંને કલાકો સુધી વાત કરતા હતા જેને કારણે યુવતીના ઘરના લોકો પણ ચોંકી ગયા હતા. અલીગઢની પહેલાંની ઘટના ધ્યાનમાં લઈને યુવતીએ તે છોકરા સાથે સગાઇ તોડી નાંખી હતી અને ક્યાંક બીજે લગ્ન નક્કી કરાયા હતા. 9 મેના રોજ જાન પણ આવવાની હતી.

દિકરીની સગાઇ તોડી

જો કે સગાઇ તૂટ્યા પછી પણ યુવક તેની પૂર્વ સાસુ સાથે વાતચીત કરતો રહ્યો અને બંને ફરાર થઈ ગયા. એવી ચર્ચા છે કે બંનેએ અયોધ્યાના કોઈ મંદિરમાં જઈને લગ્ન પણ કરી લીધા છે અને હવે યુપીમાંથી ભાગીને કર્નાટકના બંગલુરુ પહોંચી ગયા છે.આ મામલે ગોંડાના ખોડારે પોલીસ સ્ટેશનમાં કેસ નોંધવામાં આવ્યો છે. પોલીસ તપાસમાં લાગી ગઈ છે.

ભાગીને લગ્ન કરી લીધાની શંકા

દુબૌલિયા પોલીસ સ્ટેશન વિસ્તારના રહેવાસી 25 વર્ષીય યુવકના લગ્ન ચાર મહિના પહેલા ગોંડા જિલ્લાના એક ગામમાં નક્કી થયા હતા. લગ્ન નક્કી થયા પછી, યુવકે છોકરીના પરિવાર સાથે ફોન પર વાત કરવાનું શરૂ કર્યું. તે યુવકે તેની પત્નીને બદલે દરરોજ તેની ભાવિ પત્નીની માતા સાથે ફોન પર વાત કરવાનું શરૂ કર્યું. સાસુ અને થનારા જમાઈ કલાકો સુધી વાતો કરવા લાગ્યા. કન્યાના પરિવારને સાસુ અને જમાઈ વચ્ચે કલાકો સુધી ચાલેલી વાતચીત વિચિત્ર લાગી. અલીગઢની ઘટનાની ચર્ચા સાંભળી તેમણે કોઈ પણ વિલંબ કર્યા વિના, છોકરીના પરિવારે સગાઇ તોડી નાખી અને યુવતીના લગ્ન બીજે ક્યાંક નક્કી કરી દીધા. લગ્નની તારીખ પણ 9 મે નક્કી કરવામાં આવી હતી. આ પછી પણ, તે યુવક તેની ભાવિ સાસુ સાથે વાત કરતો રહ્યો.

બંને બેંગલુરુ ગયા

દરમિયાન, છોકરીના લગ્નને એક પખવાડિયું પણ બાકી નહોતું ત્યારે, ત્રણ દિવસ પહેલા, સાસુ અને જમાઈ ભાગી ગયા. મહિલાના પરિવારના સભ્યોએ શરૂઆતમાં પોતાની જાતે જ તેની શોધ કરી, પરંતુ પછી થાકીને ગોંડા જિલ્લાના ખોડારે પોલીસ સ્ટેશન પહોંચ્યા અને તેમને જાણ કરી. પોલીસે ગુમ થયાની ફરિયાદ નોંધીને મહિલાની શોધ શરૂ કરી છે. મહિલાના પરિવારના સભ્યો પણ પોલીસ સાથે યુવકના ઘરે પહોંચ્યા. દુબૌલિયા પોલીસ સ્ટેશનની પોલીસે પણ યુવકનો સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ કંઈ જાણવા મળ્યું ન હતું. એવું કહેવામાં આવી રહ્યું છે કે યુવકે અયોધ્યાના કોઈ મંદિરમાં મહિલા સાથે લગ્ન કર્યા હતા અને બંને બેંગલુરુ ગયા છે.

g clip-path="url(#clip0_868_265)">