AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

મોરે મુકેલા ઈંડા ચોરીને ચાર લોકોએ કર્યું આ કૃત્ય, ગ્રામ્યજનોમાં આક્રોશ બાદ તપાસમાં લાગી પોલીસ

ગ્રેટર નોઈડાથી ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. એક પ્લોટમાં મોરે મુકેલા ઈંડા ચાર વ્યક્તિઓએ ખાઈ લીધા. જેને કારણે ગુસ્સે થયેલા ગ્રામીણોએ પોલીસ ફરિયાદ નોંધાવી છે.

મોરે મુકેલા ઈંડા ચોરીને ચાર લોકોએ કર્યું આ કૃત્ય, ગ્રામ્યજનોમાં આક્રોશ બાદ તપાસમાં લાગી પોલીસ
Four people made an omelette of peacock eggs, villagers complain to the police
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 14, 2021 | 10:32 AM
Share

ઉત્તરપ્રદેશના (Uttar Pradesh) ગ્રેટર નોઇડાથી એક મામલો સામે આવ્યા બાદ ખુબ ચર્ચાયો છે. અહિંયાની પોલીસે મોરના ઈંડા (Peacock Eggs) ખાઈ જનાર આરોપીની તપાસ શરુ કરી છે. ઘટનામાં આરોપ છે કે ચાર લોકોએ મળીને રાષ્ટ્રીય પક્ષી મોરના ચાર ઈંડા ચોરીને તેની ઓમલેટ બનાવીને ખાધી. અધિકારીઓએ જણાવ્યું હતું કે પોલીસે (Police) હજી સુધી આ મામલે એફઆઈઆર નોંધી નથી, પરંતુ ગ્રેટર નોઈડાના રાબુપુરા ગામના કેટલાક રહેવાસીઓએ તેની ફરિયાદ કરી છે.

ગામના આ લોકોએ કર્યું કૃત્ય

ફરિયાદ અનુસાર માહિતી મળી છે કે તાજેતરમાં જ જેવરના બીરમપુર ગામમાં એક મોરે ખાલી પ્લોટમાં ચાર ઈંડા મુક્યા હતા. ફરિયાદમાં કહેવામાં આવ્યું છે કે, “સોમવાર સાંજે ગામના જ ચાર લોકોએ એ ઈંડાને લઇ લીધા, પછી તેમાંથી એકના ઘરે તેને રાંધીને ખાધા. આ કારણે સ્થાનિકોમાં ખુબ આક્રોશ જોવા મળી રહ્યો છે. ઘરથી ઈંડાની છાલ પણ મળી આવી છે.”

પોલીસ કરી રહી છે તપાસ

ફરિયાદકર્તાઓએ કહ્યું છે કે મોર એક રાષ્ટ્રીય પક્ષી છે. અને આ કારણે આરોપીઓ સામે કડક કાર્યવાહી અને સખત સજાની માંગ પણ તેમને કરી છે. SHO ખૂપુરા દિનેશ યાદવનું કહેવું છે કે, ‘અમને ફરિયાદ મળી છે અને અમે તપાસ શરુ કરી દીધી છે. સત્યતા જાણવા માટે વિશેષજ્ઞ સાથે વાતચીત કરી રહ્યા છીએ. આ બાદ કાયદા અનુસાર યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે.’

જોકે સુત્રોનું કહેવું છે કે સમગ્ર કિસ્સો ગામના એક પૂજા સ્થાન સાથે જોડાયેલી સંપતિ વિવાદનો છે. તેમજ મોર ભારતીય વન્યજીવ (સંરક્ષણ) અધિનિયમ,1972 હેઠળ સંરક્ષિત પક્ષી છે.

આ પણ વાંચો: ફાઇઝર, મોડર્ના વેક્સિનની ડિલીવરી પર US એ કહ્યું- ભારત સરકારની આ મંજૂરી મળતા જ કરુશું રવાના

આ પણ વાંચો: OMG: આ મોટો અભિનેતા કંગનાના આગામી પ્રોજેક્ટમાં જોડાયો, કંગનાએ કહ્યું ‘વેલકમ સર’

IPLમાં બાંગ્લાદેશી ખેલાડીઓને તક અપાતા BCCIની ભૂમિકા અંગે વિરોધ
IPLમાં બાંગ્લાદેશી ખેલાડીઓને તક અપાતા BCCIની ભૂમિકા અંગે વિરોધ
રીલના રોમાંચમાં કાયદાનો તમાશો! બે દિવસમાં 10ની ધરપકડ
રીલના રોમાંચમાં કાયદાનો તમાશો! બે દિવસમાં 10ની ધરપકડ
રાજકોટની મુખ્ય બજારોના વેપારીઓ ફેરિયાઓ સામે લડી લેવાના મૂડમાં
રાજકોટની મુખ્ય બજારોના વેપારીઓ ફેરિયાઓ સામે લડી લેવાના મૂડમાં
ચાઈનીઝ દોરીની ફેકટરી સુધી કેવી રીતે પહોંચી અમદાવાદ ગ્રામ્ય SOG, જાણો
ચાઈનીઝ દોરીની ફેકટરી સુધી કેવી રીતે પહોંચી અમદાવાદ ગ્રામ્ય SOG, જાણો
શેત્રુંજી પર્વત પર સાવજ જોવા મળ્યો, યાત્રિકોમાં ભયનો માહોલ
શેત્રુંજી પર્વત પર સાવજ જોવા મળ્યો, યાત્રિકોમાં ભયનો માહોલ
નિર્માણાધીન બ્રિજનો ભાગ ધરાશાયી
નિર્માણાધીન બ્રિજનો ભાગ ધરાશાયી
અમદાવાદમાં બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો,વાયરલ ઇન્ફેકશનના કેસ વધ્યા
અમદાવાદમાં બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો,વાયરલ ઇન્ફેકશનના કેસ વધ્યા
જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
g clip-path="url(#clip0_868_265)">