AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ફાઇઝર, મોડર્ના વેક્સિનની ડિલીવરી પર US એ કહ્યું- ભારત સરકારની આ મંજૂરી મળતા જ કરુશું રવાના

અમેરિકાએ ભારતને વેક્સિન દાન આપવા બાબતે નિવેદન આપ્યું છે. અમેરિકાના વિદેશ મંત્રાલયે કહ્યું કે ભારત સરકારથી ગ્રીન સિગ્નલ મળવા પર અમે વેક્સિનને ઝડપથી મોકલવા માટે તૈયાર છીએ.

ફાઇઝર, મોડર્ના વેક્સિનની ડિલીવરી પર US એ કહ્યું- ભારત સરકારની આ મંજૂરી મળતા જ કરુશું રવાના
US said on the delivery of Pfizer, Moderna Vaccine - will dispatch as soon as it gets green signal from the Government of India
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 14, 2021 | 9:35 AM
Share

અમેરિકાએ (America) કહ્યું કે તેઓ ભારત સરકાર (Indian Government) દ્વારા કોરોના વેક્સિન (Covid Vaccine) મોકલવાને લઈને ગ્રીન સિગ્નલની રાહ જોઈ રહ્યા છે. વિશ્વભરમાં કોરોના સામે લડવા માટે અમેરિકા ઘણા દેશોને મદદ કરી રહ્યું છે. અમેરિકાના વિદેશ મંત્રાલયે કહ્યું કે ભારત સરકારથી ગ્રીન સિગ્નલ મળવા પર અમે વેક્સિનને ઝડપથી મોકલવા માટે તૈયાર છીએ. વિદેશ મંત્રાલયના પ્રવક્તા પ્રાઈસે કહ્યું, ‘પરંતુ ભારતને કેસમાં હજુ વાર લાગશે. કેમ કે ઈમરજન્સી આયાત માટે કેટલીક કાયદાકીય અડચણ છે.’

અમેરિકા ભારતને 30-40 લાખ વેક્સિનના ડોઝ આપવાનું હતું

તમને જણાવી દઈએ કે અમેરિકાએ પોતાની વેક્સિનના 8 કરોડ ડોઝ વિશ્વના દેશો સાથે વહેંચવાની જાહેરાત કરી હતી. જે હેઠળ ભારતના ભાગે મોડર્ના (Moderna) અને ફાઈઝરની (Pfizer) 30-40 લાખ વેક્સિનના ડોઝ આવવાની હતી. તમને એ પણ જણાવી દઈએ કે ‘ડ્રગ કંટ્રોલ જનરલ ઓફ ઇન્ડિયા’ (DCGI) દ્વારા મોડર્ના વેક્સિનના ઈમરજન્સી ઉપયોગ માટે મંજૂરી આપ્ચામાં આવી છે. પરંતુ ફાઈઝરે ભારતમાં મંજૂરી માટે આવેદન નથી કર્યું. અમેરિકાએ આ પ્રોગ્રામ હેઠળ પાકિસ્તાન, ભૂટાન, નેપાળ, અને બાંગ્લાદેશને આ વેક્સિન આપી છે. વિશ્વભરમાં 4 કરોડ ડોઝ આપવામાં આવ્યા છે.

નેસે કહ્યું ભારત જલ્દી કાનૂની પ્રક્રિયા પૂર્ણ કરે બાદમાં વેક્સિન પહોંચાડવામાં આવશે

અમેરિકાના વિદેશ મંત્રાલયના પ્રવક્તા નેસ પ્રાઈઝનું કહેવું છે કે, આ વેક્સિનના ડોઝની ડિલીવરી પહેલા દરેક દેશએ તેના ઓપરેશનલ, નિયમનકારી અને કાનૂની પ્રક્રિયાઓનો સેટ પૂર્ણ કરવો પડશે. તમને જણાવી દઈએ કે આ સેટ દરેક દેશ માટે અલગ અલગ હોય છે. નેસે કહ્યું કે ભારતની વાત કરીએ તો ભારતને વેક્સિન દાન સ્વીકારવા સંબંધિત કાનૂની જોગવાઈઓની સમીક્ષા કરવા માટે વધુ સમયની જરૂર છે. આગળ નેસે જણાવ્યું કે એક વાર ભારત કાનૂની જોગવાઈ હેથાળ કામ કરી લે પછી જલ્દી જ વેક્સિન પહોંચાડવામાં આવશે.

શું ઈચ્છે છે મોડર્ના અને ફાઇઝર?

અહેવાલ અનુસાર ભારતને આપવામાં આવશે વેક્સિન તો એ અમેરિકન દાનનો એક ભાગ છે. ભારતમાં આ વેક્સિનના વ્યાપારી પુરવઠા અંગે હજી સુધી કોઈ સમજૂતી થઈ નથી. DCGI એ મોડર્નાને મંજૂરી આપી દીધી છે અને સિપ્લા આ રસીઓ યુ.એસ.થી આયાત કરશે. પરંતુ કાનૂની વળતર અંગે હજી સુધી કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી. મોડર્ના અને ફાઇઝર ભારતમાં કાયદાકીય રક્ષણ ઇચ્છે છે જે તેમને દેશના કાયદાકીય કેસોથી સુરક્ષિત કરશે.

આ પણ વાંચો: OMG: આ મોટો અભિનેતા કંગનાના આગામી પ્રોજેક્ટમાં જોડાયો, કંગનાએ કહ્યું ‘વેલકમ સર’

આ પણ વાંચો: Corona Update : કેરળમાં કોરોના અને ઝીંકા વાયરસનો કહેર, 17,18 જુલાઈના રોજ સંપૂર્ણ લૉકડાઉન, બેંક પણ રહેશે બંધ

g clip-path="url(#clip0_868_265)">