કરછના જખૌ દરિયામાંથી કરોડોનું હેરોઈન ઝડપાયું, ગુજરાત એટીએસ અને ભારતીય કોસ્ટ ગાર્ડે 9 આરોપીની કરી ધરપકડ

ડ્રગ્સની હેરાફેરી માટે ગુજરાતનો દરિયાકાંઠો ટ્રાન્ઝિટ પોઇન્ટ બની ગયો છે. કારણકે ફરી એક વખત કરોડો રૂપિયાનું હેરોઈન ગુજરાત એટીએસ (Gujarat ATS) અને ભારતીય કોસ્ટ ગાર્ડ કચ્છના જખૌમાંથી પકડ્યું છે.

કરછના જખૌ દરિયામાંથી કરોડોનું હેરોઈન ઝડપાયું, ગુજરાત એટીએસ અને ભારતીય કોસ્ટ ગાર્ડે 9 આરોપીની કરી ધરપકડ
Gujarat ATS and Indian Coast Guard arrest 9 accused with millions of heroin
Follow Us:
Mihir Soni
| Edited By: | Updated on: Apr 25, 2022 | 5:44 PM

ડ્રગ્સની હેરાફેરી માટે ગુજરાતનો દરિયાકાંઠો ટ્રાન્ઝિટ પોઇન્ટ બની ગયો છે. કારણકે ફરી એક વખત કરોડો રૂપિયાનું હેરોઈન ગુજરાત એટીએસ (Gujarat ATS) અને ભારતીય કોસ્ટ ગાર્ડ કચ્છના જખૌમાંથી પકડ્યું છે. અરબી સમુદ્રમાંથી પાકિસ્તાની બોટને ફિલ્મી ઢબે પકડી લઈ 56 કિલો હેરોઇન (Heroin smuggling) 280 કરોડ રૂપિયા કબ્જે લઈ 9 આરોપી ધરપકડ કરી છે. દરિયામાંથી પાકિસ્તાની બોટ ભાગવાનો પ્રયાસ કરતા ભારતીય કોસ્ટ ગાર્ડ દ્વારા ફાયરિંગ કરવામાં આવ્યું હતું. જેમાં ચાર લોકોને ઇજા થઇ હતી. ડ્રગ્સ જથ્થો પાકિસ્તાની ડ્રગ્સ માફિયા મુસ્તુફાનો હોવાનું સામે આવ્યું છે.

ગુજરાત એટીએસ અને ભારતીય કોસ્ટ ગાર્ડ ગત મોડી રાત્રે સંયુક્ત ઓપરેશનથી કરછના જખૌ દરિયામાં ઇન્ટરનેશલ મેરિટાઇમ બાઉન્ટરી લાઇન (IMBL) પર પાકિસ્તાની બોટ પકડવામાં આવી હતી. જે બોટમાં 9 આરોપી પાસેથી 56 કિલો હેરોઇન જેની કિંમત લગભગ 280 કરોડ રૂપિયા થાય છે. પાકિસ્તાની ડ્રગ્સ માફિયા મુસ્તુફા પાકિસ્તાની બંદરથી પાકિસ્તાની બોટ અલહજમાં હેરોઇન ભરી ગુજરાત દરિયાકિનારા મારફતે ઉત્તર ભારતમાં મોકલવાના હતા. પરતું ભારતીય જળ સીમામાં ગુજરાત જખૌથી આશરે 14 નોટિકલ માઈલ અંદર બાતમીવાળી પાકિસ્તાની અલહજ બોટ આવતા જ તેને કોસ્ટગાર્ડ શિપ મારફતે આંતરવાની કોશીશ કરી. જે પાકિસ્તાની બોટે નાસી જવાનો પ્રયાસ કર્યો અને બોટમાં રહેલ કોથળા જેવી બેગો દરિયામાં ફેંકવાની કોશિશ કરી હતી. જેથી પાકિસ્તાની બોટને રોકવા કોસ્ટગાર્ડ દ્વારા 5 રાઉન્ડ ફાયરિંગ કરી બોટ રોકવામાં આવી હતી. જેમાં ચાર લોકો ઇજાગ્રસ્ત થયા છે.

કરોડો રૂપિયાનું હેરોઇન જથ્થો પાકિસ્તાની આરોપીઓ સાથે બોટને સુરક્ષા તપાસની એજન્સી દ્વારા કચ્છના જખૌ બંદર ખાતે લાવવામાં આવી રહી છે. જો કે મોટી માત્રા પકડાયેલ હેરોઇન કોને આપવાનું હતું જે આરોપીઓની પૂછપરછ બાદ બહાર આવી શકે છે પરંતુ પ્રાથમિક તપાસમાં ઉત્તર ભારતમાં આ ડ્રગ્સનો જથ્થો પહોંચાડવાનો હતો. જે ગુજરાતના દરિયાકાંઠેથી પસાર થાય તે પહેલાં જ સુરક્ષા એજન્સીઓ હાથ ઝડપાઇ ગયું છે. પાકિસ્તાની બોટ પકડવા માટે છેલ્લા 4 દિવસથી ગુજરાત એટીએસ અને ભારતીય કોસ્ટગાર્ડ વોચ કરી રહી રહ્યા હતા અને ગત મોડી રાત્રે બાતમી મળતા જ ફિલ્મી ઢબે પાકિસ્તાની બોટ આંતરી લઈ હેરોઇન સાથે પાકિસ્તાની આરોપી ઝડપી લેવામાં આવ્યા છે.

WhatsApp એ લોન્ચ કર્યું ચેટ ફિલ્ટર, ચેટ જોવા માટે સ્ક્રોલ કરવું નહીં પડે
આજનું રાશિફળ તારીખ : 23-04-2024
500 કરોડની આ આલીશાન હોટલમાં અનંત રાધિકા કરશે લગ્ન !
અંબાણી પરિવારમાં હાઇટમાં સૌથી ઊંચું કોણ? જાણો મુકેશ અંબાણીની ઊંચાઈ કેટલી
New Tax Regime માં પણ બચાવી શકો છો આવકવેરો, જાણી લો આખું ગણિત
IPL મેચ પહેલા રોહિત શર્મા સાથે વિદેશી કોચે કર્યું આવું કામ, કેમેરા મેન પણ શરમાયો, જુઓ Video

પાકિસ્તાની બોટમાં પકડાયેલ હેરોઇન અંગે વધુ તપાસ એટીએસ અને એન.સી.બી દ્વારા શરૂ કરવામાં આવી છે. જેના ભાગરૂપે એટીએસ અને એનસીબી દ્વારા ઉત્તર ભારતના જુદાજુદા રાજ્યોમાં તથા અન્ય રાજ્યો દરોડા પાડવાની કાર્યવાહી અંગે અલગ અલગ ટિમો બનાવી રવાના કરવામાં આવ્યા છે.

આ પણ વાંચો: વિઝા સસ્પેન્ડ : ચીને ભારતીય વિદ્યાર્થીઓની કારકિર્દી જોખમાય તેવા પગલાં લેતા, ભારતે ડ્રેગનને તેની જ ભાષામાં આપ્યો જવાબ

આ પણ વાંચો: JNV Admission 2022: જવાહર નવોદય વિદ્યાલયની પ્રવેશ પરીક્ષા 30મી એપ્રિલે યોજાશે, ડાઉનલોડ કરો એડમિટ કાર્ડ

Latest News Updates

APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
આ ચાર રાશિના જાતકોને આવકમાં વધારો થશે
આ ચાર રાશિના જાતકોને આવકમાં વધારો થશે
ગાંધીનગરમાં મહિલાઓ દ્વારા પ્રતિક ઉપવાસ સાથે ઠેર ઠેર વિરોધ પ્રદર્શન
ગાંધીનગરમાં મહિલાઓ દ્વારા પ્રતિક ઉપવાસ સાથે ઠેર ઠેર વિરોધ પ્રદર્શન
અમદાવાદમાં આગામી ચાર દિવસ તાપમાન વધવાની સંભાવના નહિવત્- Video
અમદાવાદમાં આગામી ચાર દિવસ તાપમાન વધવાની સંભાવના નહિવત્- Video
ગરમી વધવાની શક્યતાને જોતા સ્કૂલોના ટાઈમિંગમાં થશે ફેરફાર- Video
ગરમી વધવાની શક્યતાને જોતા સ્કૂલોના ટાઈમિંગમાં થશે ફેરફાર- Video
ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કચ્છમાં ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કચ્છમાં ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
ગુજરાત સ્થાપના દિવસે PM મોદી આવશે ગુજરાત, દાહોદમાં કરશે ચૂંટણી પ્રચાર
ગુજરાત સ્થાપના દિવસે PM મોદી આવશે ગુજરાત, દાહોદમાં કરશે ચૂંટણી પ્રચાર
g clip-path="url(#clip0_868_265)">