Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

વડોદરાથી ચોરી કરવા અમદાવાદ આવતી ગેંગનો પર્દાફાશ, 3 ગુનાનો ઉકેલાયો ભેદ

મણિનગર પોલીસે ફઈમખાન પઠાણ અને વિજય ઉર્ફે અજય રબારીની ચોરીના ગુનામાં ધરપકડ કરી છે. જે બને મૂળ વડોદરાના વતની છે. પરંતુ અમદાવાદ શહેરમાં ચોરીને અંજામ આપતા હતા.

વડોદરાથી ચોરી કરવા અમદાવાદ આવતી ગેંગનો પર્દાફાશ, 3 ગુનાનો ઉકેલાયો ભેદ
અમદાવાદ-ક્રાઇમ ન્યુઝ
Follow Us:
Darshal Raval
| Edited By: | Updated on: Nov 27, 2021 | 1:59 PM

પોલીસ પેટ્રોલિંગનો સમય પૂરો થયા બાદ વડોદરાથી અમદાવાદ શહેરમાં ચોરી કરવા નીકળતી ગેંગના બે સભ્યો ઝડપાયા. મણીનગર પોલીસે બે આરોપીની ધરપકડ કરી વાહન ચોરી સહિત ત્રણ ગુનાનો ભેદ ઉકેલ્યો. સાથે જ શહેરમાં વધુ એક ચોરીને અટકાવવામાં પણ પોલીસને સફળતા મળી.

કોણ છે ગેંગના સભ્યો ?

મણિનગર પોલીસે ફઈમખાન પઠાણ અને વિજય ઉર્ફે અજય રબારીની ચોરીના ગુનામાં ધરપકડ કરી છે. જે બને મૂળ વડોદરાના વતની છે. પરંતુ અમદાવાદ શહેરમાં ચોરીને અંજામ આપતા હતા. આરોપીઓએ 24મી રાત્રે શહેરના ખોખરા વિસ્તારમાંથી એક ગાડીની ચોરી કરી અમદાવાદ અને ગાંધીનગરમાં ઘરફોડ માટે રેકી કર્યા બાદ મણીનગરના એક ફ્લેટનું તાળું તોડી મોંઘીદાટ ઘડિયાળો અને સોનાના દાગીનાની ચોરીને અંજામ આપ્યો હતો. સાથે જ ઘરમાં રહેલી ફરિયાદીની ગાડી ચોરી કરી અગાઉ ચોરેલી ગાડીને બિનવારસી છોડી ફરાર થયા હતા. પરંતુ ચોરી કરેલી ગાડી સાથે ફરી અન્ય કોઈ જગ્યાએ ચોરી કરે તે પહેલાં મણીનગર પોલીસે આરોપીને ઝડપી પાડયા.

રોહિત શર્મા મુંબઈ ઈન્ડિયન્સમાંથી થશે બહાર ?
રેમો તેની પત્નીને સુપરવુમન માને છે, જુઓ ફોટો
હાર્દિક પંડ્યાની રુમર્ડ ગર્લફ્રેન્ડ જાસ્મીન વાલિયાની કુલ નેટવર્થ કેટલી છે?
મૌની રોય કેટલા કરોડની માલિક છે? જાણો
હાર્દિક પંડ્યા સાથે જાસ્મિને સંબંધોની કરી પુષ્ટિ? મેચ બાદ MI ટીમની બસમાં બેઠી
Plant in pot : ઉનાળામાં ભૂલથી પણ આ ખાતરનો ઉપયોગ ન કરતા, છોડ સૂકાઈ શકે છે

કેવી રીતે ગેંગનો થયો પર્દાફાશ ?

ઝડપાયેલા બે આરોપીની પૂછપરછમાં ચોરીના ગુનામાં સંડોવાયેલ અન્ય એક આરોપી રાજુ પંજાબીનું નામ સામે આવ્યું છે. પોલીસે જ્યારે આરોપીને ઝડપ્યા ત્યારે રાજુ પણ તેમની સાથે હતો. જોકે પોલીસ સાથે થયેલી ઝપાઝપી બાદ તે નાસી છૂટવામાં સફળ રહ્યો. મોટાભાગ નો મુદ્દામાલ આરોપી રાજુએ વડોદરા ના એક સોની વેપારીને વેચ્યો હોવાનું સામે આવ્યું છે. સાથે જ આરોપીની પૂછપરછમાં ખુલાસો થયો કે વડોદરા માં દરગાહ પાસે છૂટક મજૂરી કરતા હતા તે સમયે એકબીજાના સંપર્કમાં આવ્યા અને ગુનાને અંજામ આપવની શરૂઆત કરી.

3 ગુનાની આરોપીઓએ આપી કબુલાત

આરોપીઓએ ત્રણ ગુનાની કબુલાત તો કરી પણ અન્ય કેટલા ગુના આચર્યા તેની પણ તપાસ શરૂ કરાઇ છે. સાથે જ આરોપી ઓ અગાઉ પણ અનેક ગુનામાં ઝડપાઇ ચુક્યા હોવાનું સામે આવ્યું છે. ત્યારે આગામી સમયમાં વધુ ગુનાના ભેદ ઉકેલાય તેવી શકયતા છે.

આ પણ વાંચો : ગુજરાતમાં કોરોનાના નવા વેરીએન્ટ સામે સતર્કતા, 11 દેશોના પ્રવાસીઓનો એરપોર્ટ પર ફરજિયાત RTPCR ટેસ્ટ કરાશે

આ પણ વાંચો : કર્ણાટકની SDM મેડિકલ કોલેજમાં 281 લોકો મળ્યા કોરોના પોઝિટિવ, આરોગ્ય મંત્રી સુધાકરે કહ્યું રાજ્યમાં કોઈ નિયંત્રણો નહીં લદાય

g clip-path="url(#clip0_868_265)">