ભૂતપૂર્વ મેનેજરે બેંકમાં આવી કરી મહિલા અધિકારીની હત્યા, એક કરોડની લોન ભરવા કરી લૂંટ, જાણો સમગ્ર ઘટના

બેંકના પૂર્વ મેનેજર દ્વારા ખાનગી બેંકની મહિલા અધિકારીની છરીના ઘા મારી હત્યા કરવામાં આવી હતી. તેણે 1 કરોડની લોન લીધી હતી અને તે જ ચુકવવા તેણે બેંકને લૂંટવાનો કાવતરું રચ્યું હતું.

ભૂતપૂર્વ મેનેજરે બેંકમાં આવી કરી મહિલા અધિકારીની હત્યા, એક કરોડની લોન ભરવા કરી લૂંટ, જાણો સમગ્ર ઘટના
પ્રતિકાત્મક તસવીર
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 30, 2021 | 5:12 PM

Mumbai: વિરારમાં એક ખાનગી બેંકની મહિલા અધિકારીની છરીના ઘા મારી હત્યા કરવામાં આવી હતી. જ્યારે તેની એક મહિલા સહયોગી ઘાયલ થઈ ગઈ હતી. આ હુમલો બે લોકો દ્વારા કરવામાં આવ્યો હતો, જેમાંથી એક બેંકનો પૂર્વ મેનેજર પોતે જ હતો. પોલીસ દ્વારા આ તમામ માહિતી આપવામાં આવી હતી.

આ ઘટના ગુરુવારે રાત્રે લગભગ 8.30 વાગ્યે ICICI બેંકની વિરાર શાખામાં બની હતી. પોલીસના જણાવ્યા મુજબ, આ ઘટના બની ત્યારે ફક્ત બેંકમાં કામ કરતી આ બંને મહિલાઓ હાજર હતી. વરિષ્ઠ નિરીક્ષક પોલીસે જણાવ્યું હતું કે, આ કેસમાં બે આરોપીઓ માંથી એક અનિલ દુબેની ધરપકડ કરવામાં આવી છે. તે આ બેંકનો પૂર્વ મેનેજર છે.

તેમણે કહ્યું કે બંને આરોપીઓ બેંકમાં ઘુસી ગયા અને ત્યાં કામ કરતા બેંકના આસિસ્ટન્ટ મેનેજર યોગિતા વર્તક અને કેશિયર શ્રદ્ધાને ધમકી આપી હતી. આ ઘટના ગુરુવારે રાત્રે વિરારની આઈસીઆઈસીઆઈ બેંકની શાખામાં રાત્રે 8.30 વાગ્યે બની હતી. તેમણે કહ્યું કે, તે સમયે બેંકમાં કામ કરતા માત્ર બે જ વ્યક્તિઓ હાજર હતા.

પાકિસ્તાનમાં કામ કરતી હતી ક્રિકેટરની આ સુંદર પત્ની, હવે IPLમાં મળી નોકરી
અક્ષય તૃતીયા પર 23 વર્ષ પછી બનવા જઈ રહ્યો છે આ દુર્લભ સંયોગ, જાણો
ઉનાળા વેકેશનમાં બાળકોને રમાડો આ રમત, શારીરિક અને માનસિક સ્થિતિ થશે મજબૂત
કેરીના પાનનું પાણી પીવાના ફાયદા જાણી ચોંકી જશો
ગરમીની ઋતુમાં મધ ખાવું જોઈએ કે નહીં? જાણો શું છે સત્ય
બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર

આરોપીએ બંને મહિલાઓને દાગીના અને રોકડ સોંપવા કહ્યું. આ પછી, જ્યારે તેઓ ભાગવાનો પ્રયાસ કરવા લાગ્યા, ત્યારે બંનેએ અવાજ કરીને લૂંટારાઓને રોકવાનો પ્રયાસ કર્યો હતો. આ પછી આરોપીએ બંનેને છરી વડે હુમલો કરી ઘા માર્યા હતા. બાદમાં લોકોએ પીછો કર્યો અને અનિલ દુબેને પકડી લીધો હતો.

જોકે તેનો સાથી સ્થળ પરથી ભાગી ગયો હતો. લોકોએ યોગિતા વર્તાકને ગંભીર રીતે ઈજાગ્રસ્ત હાલતમાં પડેલા જોયા જ્યારે તેની સાથી પણ ખરાબ રીતે ઘાયલ હતી. પોલીસે જણાવ્યું કે, બંનેને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા જ્યાં યોગિતા નામની મહિલાને મૃત જાહેર કરવામાં આવી હતી.

વિરાર પોલીસ સ્ટેશનના અધિકારીએ જણાવ્યું હતું કે, આ કેસમાં પકડાયેલ એક અનિલ દુબે બેંકની તે જ શાખાનો ભૂતપૂર્વ મેનેજર છે જ્યાં આ ઘટના બની હતી. તેણે 1 કરોડની લોન લીધી હતી અને તે જ ચુકવવા તેણે બેંકને લૂંટવાનો કાવતરું રચ્યું હતું. હાલમાં તે અન્ય બેંકમાં કામ કરે છે.

આ પણ વાંચો: Indian Railways Recruitment 2021: રેલવેએ બહાર પાડી ભરતી, ધોરણ 10 પાસ પણ કરી શકે છે અરજી, જાણો તમામ વિગતો

આ પણ વાંચો: VSSC Recruitment 2021: વિક્રમ સારાભાઇ સ્પેસ સેન્ટરમાં ઓટોમોબાઈલ એન્જિનિયર સહિત ઘણી પોસ્ટ માટે જાહેર થઈ ભરતી, જાણો કેવી રીતે થશે અરજી

Latest News Updates

ધોરણ-12નું પરિણામ ગુરુવારે થશે જાહેર
ધોરણ-12નું પરિણામ ગુરુવારે થશે જાહેર
અરવલ્લીઃ ચૂંટણી ફરજથી પરત ફરતા શિક્ષકને અકસ્માત નડ્યો, બેનાં મોત
અરવલ્લીઃ ચૂંટણી ફરજથી પરત ફરતા શિક્ષકને અકસ્માત નડ્યો, બેનાં મોત
મતદાનના દિવસે જ પ્રાંતિજમાં મહિલાને અજાણ્યા ત્રણ શખ્શોએ લૂંટી લીધી
મતદાનના દિવસે જ પ્રાંતિજમાં મહિલાને અજાણ્યા ત્રણ શખ્શોએ લૂંટી લીધી
અરવલ્લીઃ મતદાનના દિવસે BJP નેતા પર હુમલાનો મામલો, વધુ 4 આરોપી ઝડપાયા
અરવલ્લીઃ મતદાનના દિવસે BJP નેતા પર હુમલાનો મામલો, વધુ 4 આરોપી ઝડપાયા
જરોદ પોલીસ સ્ટેશનમાં ડિટેઈન કરેલા વાહનોમાં લાગી આગ, 25થી વધારે વાહનને
જરોદ પોલીસ સ્ટેશનમાં ડિટેઈન કરેલા વાહનોમાં લાગી આગ, 25થી વધારે વાહનને
ગુજરાતના આ વિસ્તારમાં વાવાઝોડા સાથે વરસાદ પડશે - અંબાલાલ પટેલ
ગુજરાતના આ વિસ્તારમાં વાવાઝોડા સાથે વરસાદ પડશે - અંબાલાલ પટેલ
પશ્ચિમ ભારતના લોકો આરબ જેવા, પૂર્વના લોકો ચાઈનીઝ જેવા દેખાય છે: સેમ
પશ્ચિમ ભારતના લોકો આરબ જેવા, પૂર્વના લોકો ચાઈનીઝ જેવા દેખાય છે: સેમ
રુપાલાના શબ્દોએ ક્ષત્રિય અસ્મિતા પર ઘા કર્યો છેઃ ક્ષત્રિય અગ્રણી
રુપાલાના શબ્દોએ ક્ષત્રિય અસ્મિતા પર ઘા કર્યો છેઃ ક્ષત્રિય અગ્રણી
સંતરામપુરના પરથમપુરમાં બૂથ કેપ્ચરીંગનો Video વાયરલ
સંતરામપુરના પરથમપુરમાં બૂથ કેપ્ચરીંગનો Video વાયરલ
ભાજપ પ્રભાવિત વિસ્તારમાં 2019 કરતા 2024માં મતદાન ઘટ્યુ
ભાજપ પ્રભાવિત વિસ્તારમાં 2019 કરતા 2024માં મતદાન ઘટ્યુ
g clip-path="url(#clip0_868_265)">