ચૂંટણી પંચની વેબસાઈટ હેક કરીને બનાવાયા ચૂંટણી કાર્ડ, એક શખ્સની કરાઈ ધરપકડ, જાણો સમગ્ર મામલો

ચૂંટણી પંચની વેબસાઇટ સાથે છેડછાડ કરવામાં આવી છે. ચૂંટણી પંચનું વોટર આઈડી કાર્ડ બનાવતા યુઆરએલ સાથે છેડછાડ અને હેકિંગનો મામલો સામે આવ્યો છે.

ચૂંટણી પંચની વેબસાઈટ હેક કરીને બનાવાયા ચૂંટણી કાર્ડ, એક શખ્સની કરાઈ ધરપકડ, જાણો સમગ્ર મામલો
પ્રતિકાત્મક તસવીર
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 17, 2021 | 4:55 PM

ચૂંટણી પંચની (Election Commission) વેબસાઇટ (Website) સાથે છેડછાડ કરવામાં આવી છે. ચૂંટણી પંચનું વોટર આઈડી કાર્ડ (Voter ID Card) બનાવતા યુઆરએલ (URL) સાથે છેડછાડ અને હેકિંગનો મામલો સામે આવ્યો છે. પલામુમાં ચૂંટણી પંચની સૂચના બાદ ચૈનપુરના કારસોમાં રહેતા યુવકની ધરપકડ કરવામાં આવી છે. પલામુ ડીસી શશી રંજન સહિતના ઉચ્ચ અધિકારીઓ દ્વારા યુવકની પૂછપરછ કરવામાં આવી છે.

કહેવામાં આવી રહ્યું છે કે, આ સમગ્ર મામલાનું નેટવર્ક યુપી અને બિહારના (Bihar) ઘણા જિલ્લાઓ સાથે જોડાયેલું છે. અગાઉ એક આરોપીને ઉત્તરપ્રદેશના (Uttar Pradesh) સહારનપુર જિલ્લામાંથી આવા જ એક કેસમાં પકડવામાં આવ્યો હતો. પોલીસ અને વહીવટી અધિકારીઓ યુવકની પૂછપરછ કરી રહ્યા છે. આ કેસમાં મોટી ગેંગનો પર્દાફાશ થઈ શકે છે. પોલીસ સમગ્ર મામલાની તપાસ કરી રહી છે.

ચૂંટણી પંચની વેબસાઇટ URL સાથે કરી છેડછાડ

ચૂંટણી પંચે (Election Commission) પલામુ જિલ્લા વહીવટીતંત્રને જાણ કરી હતી કે, ચૈનપુરના કરાસો વિસ્તારમાં એક CSP એ મતદાર ID જનરેટ કરવા માટેની URL સાથે છેડછાડ કરી છે. છેડછાડ કરીને મતદાર આઈડી તૈયાર કરવામાં આવી છે. વાસ્તવમાં કમિશનને એક કંપનીને વોટર આઈડી બનાવવાની જવાબદારી આપવામાં આવી હતી. ચૂંટણી પંચ દ્વારા કંપનીને URL આપવામાં આવ્યું હતું.

IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?
મોડા લગ્નન કરવાના છે 8 ગેરફાયદા જેનું દરેક લોકોએ રાખવું ધ્યાન
ભાત કે રોટલી: બપોરે શું ખાવુ રહે છે ફાયદાકારક?

આ જ યુઆરએલમાં છેડછાડ કરવામાં આવી છે. ચેનપુરના સીએસપી પાસેથી નકલી મતદાર આઈડી બનાવવાનો મામલો હજુ સામે આવ્યો નથી. પકડાયેલા યુવકે જણાવ્યું છે કે, આ યુઆરએલ તેને રાંચીના એક વ્યક્તિ દ્વારા આપવામાં આવ્યું હતું, જ્યારે આ URL હજારીબાગમાં પણ કોઈને આપવામાં આવ્યું છે.

પોલીસ પકડાયેલા આરોપીનું નામ ગુપ્ત રાખી રહી છે

પોલીસ સમગ્ર મામલાની તપાસ કરી રહી છે. પોલીસ અને ઈન્ટેલિજન્સ વિભાગના અધિકારીઓ પણ તેની સાથે આ મામલાના તળિયે પહોંચવા માટે રોકાયેલા છે આરોપી યુવકની ઓળખ સાર્વજનિક કરવામાં આવી નથી. સુરક્ષાના કારણોસર ગુપ્તતા જાળવવામાં આવી રહી છે, જેથી અન્ય ગુનેગારો સુધી પહોંચી શકાય. સૂત્રોના જણાવ્યા અનુસાર, મામલો ગંભીર છે અને રાષ્ટ્રીય સુરક્ષા સાથે પણ સંબંધિત છે. કારણ કે ગેરકાયદેસર ઘૂસણખોરો અને આતંકવાદીઓ નકલી મતદાર ઓળખપત્રનો પણ ઉપયોગ કરી શકે છે.

મહત્વનું છે કે, જેમ જેમ ડિજિટલાઇઝેશન વધી રહ્યું છે, તેમ સાયબર ક્રાઈમ અને ઓનલાઈન છેતરપિંડી અથવા સાયબર લૂંટના કિસ્સાઓ પણ વધારે પ્રમાણમાં સામે આવી રહ્યા છે. તેના કારણે લોકોને ઘણું નુકસાન થઈ રહ્યું છે.

આ પણ વાંચો: Bank Job 2021: IDBI બેંકમાં એક્ઝીક્યૂટીવના 920 પદ પર વેકેન્સી, જાણો કેવી રીતે કરશો એપ્લાય

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">