મોટા પુત્રએ પિતા પર ધોકાથી હુમલો કરી ઉતાર્યા મોતને ઘાટ, દાદીને પણ કોઈને કહેશે તો મારી નાખવાની આપી ધમકી, PM રિપોર્ટમાં થયો ખૂલાસો

|

Mar 30, 2024 | 10:09 PM

અમદાવાદમાં થોડા દિવસ પહેલા એક વ્યક્તિ બાથરૂમમાં પડી જવાથી મોત થયું હોવાની ઘટના બની હતી. જોકે તેનો પોસ્ટમોટમ રિપોર્ટ આવતા તે વ્યક્તિનું પડી જવાથી નહિ પણ તેની હત્યા થઈ હોવાનું સામે આવ્યું હતું. પોલીસે તપાસ કરતા પુત્રએ જ પિતાની હત્યા કરી હોવાની ઘટના સામે આવી હતી. પોલીસે હત્યારા પુત્રની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

મોટા પુત્રએ પિતા પર ધોકાથી હુમલો કરી ઉતાર્યા મોતને ઘાટ, દાદીને પણ કોઈને કહેશે તો મારી નાખવાની આપી ધમકી, PM રિપોર્ટમાં થયો ખૂલાસો

Follow us on

અમદાવાદના બાપુનગરમાં એક પુત્ર એ જ પિતાની હત્યા કરી હોવાની ઘટના સામે આવી છે. શહેરના બાપુનગર વિસ્તારમાં અશોકભાઈ તેના નાના અને માતા સાથે રહેતા હતા. ગત 25 માર્ચના ધુળેટીના દિવસે અશોકભાઈ ઘરના બાથરૂમમાં પડી ગયા હતા. અશોકભાઇની માતાને જાણ થતા તેને તાત્કાલિક હોસ્પિટલ લઈ ગયા હતા જ્યાં અશોકભાઈને મૃત જાહેર કર્યા હતા. જોકે અશોકભાઈના પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં તેનું પડી જવાથી નહીં પરંતુ તેની હત્યા થઈ હોવાનું સામે આવતા પોલીસે તપાસ શરૂ કરી હતી.

કપડા ધોવાના ધોકાથી પિતા પર હુમલો કરી ઉતાર્યા મોતને ઘાટ

પોલીસની પ્રાથમિક તપાસમાં અને અશોકભાઈના પત્નીની પૂછપરછ કરતા સામે આવ્યું છે કે ધુળેટીના તહેવારમાં અશોકભાઈ ઘરે હતા ત્યારે બીજો પુત્ર લોકેશ તેના ઘરે આવ્યો હતો અને પિતાને ‘તમે મને કેમ તમારી સાથે રાખતા નથી’ તેમ કહી બીભત્સ ગાળો બોલી ઝઘડો કર્યો હતો. બાદમાં દીકરા લોકેશે કપડાં ધોવાના ધોકા થી પિતા પર હુમલો કરી તેને મોતને ઘાટ ઉતાર્યા હતા. તેમજ લોકેશે દાદીને પણ આ અંગે કોઈને કહીશ તો મારી નાખવાની ધમકી આપી હતી અને ત્યારબાદ તે ઘરેથી નાસી ગયો હતો. સમગ્ર ઘટના બાદ દાદીએ અન્ય પુત્ર મીતને ફોન કરી સમગ્ર ઘટનાની જાણ કરી હતી અને મીત દ્વારા પોલીસમાં ભાઈ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.

બેકાર પુત્રને પિતાએ ઘરમાંથી કાઢી મુક્તા ખાર રાખી દીકરાએ પિતાની જ કરી નાખી હત્યા

હાલ તો પોલીસની તપાસમાં એવું પણ સામે આવ્યું છે કે મૃતક અશોકભાઈ અને તેની પત્નીને મનમેળ ન હોવાથી બંને વર્ષ 2007થી જુદા રહેતા હતા તેમજ મોટો પુત્ર લોકેશ માતા સાથે રહેતો હતો અને નાનો પુત્ર મીત પિતા સાથે રહેતો હતો. મોટો પુત્ર લોકેશ ઘણા સમયથી કોઈ કામ ધંધો નહીં કરતા હોવાથી બેકાર હતો. જેથી તેને પિતાએ ઘરેથી કાઢી મૂક્યો હતો. જેનો ખાર રાખી તેણે પિતાની હત્યા કરી નાખી હતી. હાલ તો નાનાભાઈ મીતની ફરિયાદને આધારે પોલીસે મોટાભાઈ લોકેશની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

તમારી દીકરીને આ સરકારી યોજના આપશે 70 લાખ રૂપિયા, જાણો કેવી રીતે?
શરદી-ઉધરસથી રાહત મેળવવા દેવરાહા બાબાનો ઉપાય, જુઓ Video
ફારસી શબ્દ છે અનાર, હિંદી નામ સાંભળશો તો વિશ્વાસ નહીં આવે
શિયાળામાં સ્વાસ્થ્ય માટે વરદાન છે આ લાડુ, જાણો ફાયદા
Vastu shastra : ઘરમાં તોડફોડ કર્યા વિના દૂર થશે વાસ્તુ દોષ, કરો આ 7 ઉપાય
સંતરા એ પોર્ટુગિઝ શબ્દ છે, તેનું હિન્દી નામ જાણશો તો ચોંકી જશો

આ પણ વાંચો: સાબરકાંઠાના ઉમેદવારને લઈને ચાલી રહેલા અસંતોષ મુદ્દે CMની મેરેથોન બેઠક, સમાધાન અંગે સસ્પેન્સ યથાવત 

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published On - 10:09 pm, Sat, 30 March 24

Next Article