AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Delhi girl murder : ફ્રિજ મિકેનિક છે સાહિલ, પિતા ચલાવે છે વેલ્ડીંગની દુકાન, બુલંદશહેરમાંથી ઝડપાયો 16 વર્ષની ગર્લફ્રેન્ડની હત્યાનો આરોપી

શાહબાદ ડેરી પોલીસના જણાવ્યા અનુસાર સાહિલ બે બહેનોનો એક માત્ર ભાઈ છે. તે વ્યવસાયે ફ્રિજ મિકેનિક છે, જ્યારે પિતા સરફરાઝ વેલ્ડીંગની દુકાન ચલાવે છે. યુવતી સાથે રહેવા બાબતે બહેનોએ પહેલાથી જ સાહિલને તેનાથી અલગ થવાની સલાહ આપી હતી.

Delhi girl murder : ફ્રિજ મિકેનિક છે સાહિલ, પિતા ચલાવે છે વેલ્ડીંગની દુકાન, બુલંદશહેરમાંથી ઝડપાયો 16 વર્ષની ગર્લફ્રેન્ડની હત્યાનો આરોપી
Delhi girl murder case accused Sahil
TV9 Gujarati
| Edited By: | Updated on: May 29, 2023 | 3:53 PM
Share

દેશની રાજધાની દિલ્હીના બહારના ઉત્તરી જિલ્લામાં 16 વર્ષની છોકરીની હત્યાના સીસીટીવી ફૂટેજ સામે આવતાં દરેક જણ ગભરાઈ ગયા હતા. હુમલાખોર યુવતી ઉપર ઉપરાછાપરી છરીના ઘા મારતો જોવા મળ્યો હતો અને ત્યારબાદ મોટા પથ્થર વડે હુમલો કરતા દેખાયો હતો. આસપાસ ઉભેલા કે પસાર થઈ રહેલા લોકો પોતાનો જીવ બચાવવા માટે મૂક પ્રેક્ષક બનીને રહે છે. માસૂમ બાળકી પર થયેલા હુમલાને દરેક લોકો ‘જિજ્ઞાસુ અને અસહાય’ તરીકે જોઈ રહ્યા છે. આ ઘટના શાહબાદ ડેરી પોલીસ સ્ટેશન વિસ્તારની છે. જોકે હવે આરોપી 20 વર્ષીય સાહિલની ધરપકડ કરવામાં આવી છે. તે ઉત્તર પ્રદેશના બુલંદશહેરમાંથી પકડાયો છે.

ચાલો જાણીએ કે આ હત્યાની ઘટનાને અંજામ આપવાનો આરોપી હુમલાખોર એવા આરોપી સાહિલ કોણ છે. તે સાહિલ, જેની બહેનોએ થોડા મહિના પહેલા કહ્યું હતું કે, “તું છોકરીના અફેરમાં બરબાદ થઈ જઈશ, તને છોડીને જતી રહેશે.” હવે જ્યારે સાહિલ પર 16 વર્ષની છોકરી સાથેની માથાકૂટ બાદ હત્યાના સીસીટીવી સામે આવતા તેના પર ગંભીર આરોપ લાગ્યો છે. સાહિલને તેની બંને બહેનોએ આપેલી સલાહ સાચી સાબિત થઈ છે.

સાહિલ પોલીસના હાથે ઝડપાયો

શાહબાદ ડેરી વિસ્તારમાં બનેલી ઘટનાને પગલે યુવતીના ઘરમાં અફરાતફરીનો માહોલ છે. આરોપી સાહિલના ઘરના દરેક લોકો આઘાતમાં છે. સાહિલના પરિવારમાં બધાને ખબર હતી કે સાહિલ અને યુવતી વચ્ચે અફેર ચાલી રહ્યું છે. કોઈને અંદાજ ન હતો કે એક દિવસ જ્યારે સંબંધ બગડશે ત્યારે એ હદે પહોંચી જશે કે સાહિલ પોતે જ છોકરીને મારી નાખશે. જોકે હત્યારા સાહિલ બુલદશહેરમાંથી ઝડપાયો હોવાની વાત સામે આવી છે.

આ છોકરીથી દૂર થઈ જાઓ, તે પરિવાર માટે સારું રહેશે

જો કે બીજી તરફ પોલીસને સાહિલ વિશે તેના પરિવારના સભ્યો પાસેથી ઘણી માહિતી મળી છે. જેમ કે, ત્રણ-ચાર મહિના પહેલાં, સાહિલની બે બહેનોએ તેને સલાહ આપી હતી કે તેણે (ભાઈ સાહિલ) આ છોકરી (સાહિલની ગર્લફ્રેન્ડ)થી જલદીથી દૂર થઈ જવું જોઈએ. શાહબાદ ડેરી પોલીસ સ્ટેશનના પોલીસકર્મીઓ અને સાહિલના પરિવાર વચ્ચેની વાતચીતમાં એ વાત પણ સામે આવી હતી કે સાહિલની બહેનોએ ભાઈને સમજાવ્યું હતું કે તે જેટલી જલદી છોકરીથી દૂર થઈ જશે તેટલું સાહિલનું પોતાનું અને પરિવારનું સારું રહેશે.

સાહિલ 2-3 વર્ષથી યુવતી સાથે લિવ-ઈનમાં હતો

પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર આ પછી પણ સાહિલ 2-3 વર્ષથી યુવતી સાથે લિવ-ઈનમાં રહેતો હતો. સાહિલે બંને બહેનોની વાત ન સાંભળી જેનું પરિણામ આજે સામે છે. ખરાબ સંબંધને કારણે સાહિલે પોતે જ તે છોકરીની હત્યા કરીને પોતાને બરબાદ કરી લીધો છે, જેની પાસેથી તેની બહેનો ઘણા મહિના પહેલા સાહિલને દૂર રહેવાની સલાહ આપી રહી હતી. સાહિલ અને છોકરી વચ્ચેના સંબંધો વિશે બહેનોને શું લાગ્યું, જેના કારણે તેઓએ સાહિલને તરત જ છોકરીથી અલગ થવાની સલાહ આપવાનું શરૂ કર્યું?

સાહિલ ફ્રિજ મિકેનિક છે, પિતા વેલ્ડીંગની દુકાન ચલાવે છે

તેમ પૂછતાં પોલીસ અને પરિવારજનો કંઈ કહેવા તૈયાર નથી. બીજી તરફ શાહબાદ ડેરી પોલીસના જણાવ્યા અનુસાર સાહિલ બે બહેનનો એક માત્ર ભાઈ છે. તે વ્યવસાયે ફ્રિજ મિકેનિક છે, જ્યારે તેના પિતા સરફરાઝ વેલ્ડીંગનો વ્યવસાય કરીને ગુજરાન ચલાવે છે. પોલીસના જણાવ્યા અનુસાર, સાહિલ સાક્ષીની મિત્રતાથી એટલી હદે ત્રાસી ગયો હતો કે તે તેના પરિવારથી દૂર રહેવા તૈયાર હતો.

સુરતના ખેડૂતોને પાક નુકસાનીની સહાયની કરાઈ ચુકવણી
સુરતના ખેડૂતોને પાક નુકસાનીની સહાયની કરાઈ ચુકવણી
સુરેન્દ્રનગરના MLA પ્રકાશ વરમોરાએ વિવાદી નિવેદન પર કર્યો આ ખૂલાસો
સુરેન્દ્રનગરના MLA પ્રકાશ વરમોરાએ વિવાદી નિવેદન પર કર્યો આ ખૂલાસો
કંડલાના મીઠા પોર્ટ પર મેગા ડિમોલિશન, ₹250 કરોડની જમીન ખુલ્લી કરાઈ
કંડલાના મીઠા પોર્ટ પર મેગા ડિમોલિશન, ₹250 કરોડની જમીન ખુલ્લી કરાઈ
ભ્રષ્ટાચારના આક્ષેપ સાથેનો વધુ એક પત્ર મળ્યો હોવાનો મનસુખ વસાવાનો દાવો
ભ્રષ્ટાચારના આક્ષેપ સાથેનો વધુ એક પત્ર મળ્યો હોવાનો મનસુખ વસાવાનો દાવો
અમદાવાદ વિમાન દુર્ઘટના: પીડિતોના વકીલે AAIB તપાસ પર સવાલ ઉઠાવ્યા
અમદાવાદ વિમાન દુર્ઘટના: પીડિતોના વકીલે AAIB તપાસ પર સવાલ ઉઠાવ્યા
ઈન્ડિગોને લઈને અમદાવાદ એરપોર્ટે મુસાફરો માટે જાહેર કરી એડવાઈઝરી
ઈન્ડિગોને લઈને અમદાવાદ એરપોર્ટે મુસાફરો માટે જાહેર કરી એડવાઈઝરી
BJP-AAPના નેતાઓ આચરે છે વ્યાપક ભ્રષ્ટાચાર, સાંસદને મળ્યો નનામો પત્ર
BJP-AAPના નેતાઓ આચરે છે વ્યાપક ભ્રષ્ટાચાર, સાંસદને મળ્યો નનામો પત્ર
ઈન્ડિગો સંકટ વચ્ચે અમદાવાદમાં ફસાયા આસામના મુસાફરો, જુઓ-Video
ઈન્ડિગો સંકટ વચ્ચે અમદાવાદમાં ફસાયા આસામના મુસાફરો, જુઓ-Video
રાઇડ્સમાં મોટી બેદરકારી! ચકડોળમાં 6 લોકો 20 મિનિટ હવામાં લટક્યા
રાઇડ્સમાં મોટી બેદરકારી! ચકડોળમાં 6 લોકો 20 મિનિટ હવામાં લટક્યા
ગુજરાતમાં ગાત્રો થીજવતી ઠંડીની આગાહી
ગુજરાતમાં ગાત્રો થીજવતી ઠંડીની આગાહી
g clip-path="url(#clip0_868_265)">