AIIMSના બેન્ક એકાઉન્ટમાંથી 12 કરોડ રૂપિયા ગાયબ, પોલીસ થઈ દોડતી

દેશની રાજધાની દિલ્હી સ્થિતી જાણીતી એઈમ્સ માં સાઈબર ફ્રોડનો મામલો સામે આવ્યો છે. મળતી માહિતી મુજબ સાઈબર ગુનેગારોએ ચેક ક્લોનિંગ દ્વારા હોસ્પિટલના બે અલગ-અલગ બેન્ક એકાઉન્ટમાંથી લગભગ 12 કરોડ રૂપિયા કાઢી લેવામાં આવ્યા છે. દિલ્હી પોલીસની તપાસ એજન્સી આ કેસની તપાસ કરી રહી છે. દિલ્હી પોલીસના એક ઉચ્ચ અધિકારીએ નામ ન જણાવવાની શરતે જણાવ્યું કે […]

AIIMSના બેન્ક એકાઉન્ટમાંથી 12 કરોડ રૂપિયા ગાયબ, પોલીસ થઈ દોડતી
Follow Us:
| Updated on: Dec 01, 2019 | 6:36 AM

દેશની રાજધાની દિલ્હી સ્થિતી જાણીતી એઈમ્સ માં સાઈબર ફ્રોડનો મામલો સામે આવ્યો છે. મળતી માહિતી મુજબ સાઈબર ગુનેગારોએ ચેક ક્લોનિંગ દ્વારા હોસ્પિટલના બે અલગ-અલગ બેન્ક એકાઉન્ટમાંથી લગભગ 12 કરોડ રૂપિયા કાઢી લેવામાં આવ્યા છે. દિલ્હી પોલીસની તપાસ એજન્સી આ કેસની તપાસ કરી રહી છે.

Image result for aiims

દિલ્હી પોલીસના એક ઉચ્ચ અધિકારીએ નામ ન જણાવવાની શરતે જણાવ્યું કે આ સીધી રીતે સાઈબર ફ્રોડનો મામલો છે. 12 કરોડ રૂપિયા એઈમ્સના જે 2 એકાઉન્ટમાંથી કાઢવામાં આવ્યા છે. તેમાંથી એક એકાઉન્ટ એઈમ્સના ડાયરેક્ટરના નામે અને બીજુ એકાઉન્ટ ડીનના નામે છે. સાયબર ફ્રોડની આ સનસનાટીભરી ઘટના ચેક-ક્લોનીંગ દ્વારા કરવામાં આવી છે. એઈમ્સના ડાયરેક્ટરના એકાઉન્ટમાંથી લગભગ 7 કરોડ રૂપિયા અને ડીનના એકાઉન્ટમાંથી લગભગ 5 કરોડ રૂપિયાની રકમ નીકાળવાની ઘટના હાલમાં સામે આવી છે.

બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

ત્યારે સુત્રો દ્વારા મળતી માહિતી મુજબ કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયને મોકલેલા ગુપ્ત રિપોર્ટમાં એઈમ્સ પ્રશાસને બેન્કને જવાબદાર ગણાવી છે. ત્યારે ઘટના પછી સતર્ક બનેલી SBIએ પણ દેશભરમાં એલર્ટ જાહેર કરી દીધુ છે. દિલ્હી પોલીસના એક સુત્રએ જણાવ્યું કે એઈમ્સ પ્રશાસને તમામ ઘટનાથી દિલ્હી પોલીસની તપાસ એજન્સી શાખાને પણ અધિકૃત રીતે સુચિત કરી દીધી છે. EOW પણ તપાસમાં જોડાઈ ગઈ છે.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

તમને જણાવી દઈએ કે આ પ્રકારના મામલામાં ભારતીય રિઝર્વ બેન્કના આદેશ છે કે 3 કરોડ રૂપિયાથી ઉપરના ફ્રોડ મામલાની તપાસ સીધી જ CBIના હવાલાથી કરવામાં આવે. હવે એઈમ્સ પ્રશાસન અને SBI આ બાબતે શું વિચાર કરી રહ્યા છે? તેના વિશે હાલમાં કોઈ જાણકારી સામે આવી નથી.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=” Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">