Crime : કડોદરામાં ચપ્પુની અણીએ પ્રેમીની નજર સામે જ પ્રેમિકા પર બળાત્કાર, પોલીસે ગણતરીના કલાકોમાં જ આરોપીને ઝડપી પાડયા

બળાત્કાર ગુજારનાર ત્રણેય ઈસમો વરેલી ગામે તળાવ પાસે ઉભા છે. જે બાતમીના આધારે પીઆઇ પટેલે તાત્કાલિક આરોપીઓને પકડવામાં કોઈપણ ચૂક ન થાય તે ધ્યાનમાં રાખી જુદી જુદી દિશાઓમાંથી અલગ અલગ ટિમો મારફતે સમગ્ર વિસ્તાર કોર્ડર કરી ત્રણેય આરોપીઓને ઝડપી પાડ્યા હતા.

Crime : કડોદરામાં ચપ્પુની અણીએ પ્રેમીની નજર સામે જ પ્રેમિકા પર બળાત્કાર, પોલીસે ગણતરીના કલાકોમાં જ આરોપીને ઝડપી પાડયા
Rapist caught by police (File Image )
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 25, 2022 | 9:19 AM

સુરત (Surat ) જિલ્લાના કડોદરા(Kadodara ) જીઆઇડીસી વિસ્તારમાં રહેતી પરિણીતા ગતરોજ તેના પ્રેમી સાથે વાંકાનેડા ગામની સીમમાંથી પસાર થઇ રહી હતી ત્યારે ત્રણ ઈસમો તેની પાસે આવ્યા હતા. આ ત્રણ પૈકી એક ઈસમ અને પરિણીતાના પ્રેમી વચ્ચે ગામની જમીનમાં ઝઘડો ચાલતો હતો. જેથી અદાવત રાખી યુવકની નજર સામે જ તેની પ્રેમિકાની છેડતી કરી હતી. બાદમાં અન્ય એક યુવકે ચપ્પુની અણીએ પ્રેમીની નજર સામે જ પ્રેમિકા પર બળાત્કાર ગુજાર્યો હતો. બાદમાં બંનેને ધમકી આપી ત્રણેય ઈસમો ત્યાંથી ફરાર થઇ ગયા હતા. બનાવને પગલે પરિણીતાએ પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે ગણતરીના કલાકોમાં જ ત્રણેય આરોપીને ઝડપી પાડયા હતા.બનાવની વિગવત એવી છે કે કડોદરા જીઆઇડીસી વિસ્તારમાં રહેતી પાંચ સંતાનની માતા ગત તારીખ 18 માર્ચના રોજ બપોરે ત્રણથી ચાર વાગ્યાના અરસામાં તેના પ્રેમી વિશાલ સાથે વાંકાનેડા ગામની સીમમાં બ્લોક નંબર 159 વાળી પડતર ઝાડીઝાંખરા વાળી જગ્યામાં બેઠા હતા.

આ સમયે પરિણીતાના પ્રેમી વિશાલના વતનમાં રહેતો બલરામ ગુપ્તા તેના બે મિત્રો સાથે ત્યાં આવ્યો હતો. વિશાલ અને બલરામ વચ્ચે વતનમાં જમીનને મામલે જૂનો ઝઘડો ચાલી રહ્યો છે. આ જમીનના ઝઘડાની અદાવતમાં બલરામે વિશાલને તેની પ્રેમિકા સામે એલફેલ બોલતા વિશાલ ઉશ્કેરાયો હતો અને બલરામને ધમકાવતા બલરામ અને તેના બે મિત્રોએ વિશાલને મારમાર્યો હતો અને બાદમાં તેની નજર સામે જ તેની પ્રેમિકાને ચપ્પુ બતાવી જાનથી મારી નાખવાની ધમકી આપી બલરામ અને તેના મિત્ર મુકેશ પટેલે તેણીની છેડતી કરી હતી.

આ ઉપરાંત બલરામના મિત્ર મહાવીરે ચપ્પુની અણીએ વિશાલની નજર સામે જ આ વાતની જાણ કોઈને કરશો તો જાનથી મારી નાખવાની ધમકી આપી તેની પ્રેમિકા પર બળાત્કાર ગુજાર્યો હતો. બાદમાં ત્રણેયે વિશાલને મારમારી ત્યાંથી ફરાર થઇ ગયા હતા. બનાવને પગલે જે તે સમયે વિશાલ તેની પ્રેમિકા સાથે ત્યાંથી નીકળી ઘરે આવી ગયો હતો. આ મામલે તેમને ગતરોજ સાંજે કડોદરા જીઆઇડીસી પોલીસ મથકમાં પોલીસ ફરિયાદ કરવા માટે ગયા હતા.

IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ

મોડીરાત્રે પરિણીતાએ કડોદરા જીઆઇડીસી પોલીસ મથકમાં પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે ત્રણેય ઈસમો સામે બળાત્કાર અને છેડતીનો ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.મોડીરાત્રે આ સમગ્ર કેસમાં કડોદરા જીઆઇડીસી પોલીસે બળાત્કાર ગુજારનાર મહાવીર અર્જુનરામ પાંચારામ જાટ, મુકેશ ઈંદ્રજિત સધુરામ પટેલ અને બલરામ બચ્ચા બલ્લા ગુપ્તા ને ઝડપી પાડી ત્રણેયની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

પીઆઇ પટેલની અલગ અલગ ટિમો બનાવી ત્વરિત કામગીરી રંગ લાવી

પરિણીતા અને તેના પ્રેમી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવા આવતાની સાથે જ તેમની પાસેથી આરોપીઓ અંગેની માહિતી મેળવી કડોદરા પીઆઇ એચ.બી.પટેલે તાત્કાલિક સુરત જિલ્લાના એસપી ઉષા રાડાના માર્ગદર્શન હેઠળ ગંભીર બનાવમાં આરોપીઓને પકડી પાડવા માટે અલગ અલગ ટિમો બનાવી જુદી જુદી કામગીરીની વહેંચણી કરી કામગીરી શરુ કરી હતી.

આ સાથે જ પીઆઇ એસ.બી.પટેલને બાતમી મળી હતી કે વાંકાનેડામાં પરિણીતા પર બળાત્કાર ગુજારનાર ત્રણેય ઈસમો વરેલી ગામે તળાવ પાસે ઉભા છે. જે બાતમીના આધારે પીઆઇ પટેલે તાત્કાલિક આરોપીઓને પકડવામાં કોઈપણ ચૂક ન થાય તે ધ્યાનમાં રાખી જુદી જુદી દિશાઓમાંથી અલગ અલગ ટિમો મારફતે સમગ્ર વિસ્તાર કોર્ડર કરી ત્રણેય આરોપીઓને ઝડપી પાડ્યા હતા.

આ પણ વાંચો :

Surat : હાથ પર લખેલા મોબાઈલ નંબરના ટેટુથી ગુમ થયેલા બાળકને પરિવાર સાથે ભેટો કરાવાયો

Surat : સ્વિમિંગપૂલમાં સભ્યોની ફી પર વસુલાનારી GST નો ભાર મહાનગરપાલિકા ઉપાડશે

Latest News Updates

જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
ગાયબ હોવાના અહેવાલો વચ્ચે નિલેશ કુંભાણીએ જાહેર કર્યો વીડિયો
ગાયબ હોવાના અહેવાલો વચ્ચે નિલેશ કુંભાણીએ જાહેર કર્યો વીડિયો
અંબાલાલ પટેલની આગાહી, કમોસમી વરસાદ વધારશે ખેડૂતોની ચિંતા- Video
અંબાલાલ પટેલની આગાહી, કમોસમી વરસાદ વધારશે ખેડૂતોની ચિંતા- Video
g clip-path="url(#clip0_868_265)">