સાયબર ગુનેગારોની બદલાઈ રહી છે ‘ક્રાઈમ પેટર્ન’, નોઈડા-રાજસ્થાન સહિત આ રાજ્યોમાં કરી કરોડોની છેતરપિંડી

આ કેસોની તપાસ કરતા, મુંબઈ પોલીસના સાયબર અધિકારીઓએ સાયબર ગુનેગારોના ઠેકાણા પણ શોધી કાઢ્યા હતા, જે અગાઉ તેમના રડાર પર આવ્યા ન હતા. આ વિસ્તાર કેરળનો એર્નાકુલમ હતો.

સાયબર ગુનેગારોની બદલાઈ રહી છે 'ક્રાઈમ પેટર્ન', નોઈડા-રાજસ્થાન સહિત આ રાજ્યોમાં કરી કરોડોની છેતરપિંડી
Symbolic Image
Image Credit source: File Photo
TV9 GUJARATI

| Edited By: Pankaj Tamboliya

Sep 22, 2022 | 9:38 AM

દેશમાં સાયબર ક્રાઈમ (Cyber Crime)ના કેસ વધી રહ્યા છે. દેશના વિવિધ સ્થળોએથી ગુનેગારો આ પ્રકારના ગુનાને અંજામ આપી રહ્યા છે. બિહાર, ઉત્તર પ્રદેશ, રાજસ્થાન સહિત અન્ય રાજ્યોમાં ગુનેગારોએ કરોડોની છેતરપિંડી (Fraud)કરી છે. તાજેતરમાં જ મુંબઈ પોલીસને આવા બે કિસ્સા સામે આવ્યા છે, જેમાં પીડિતોને લાખોનું નુકસાન થયું છે. આ કેસ થોડા અઠવાડિયા પહેલા મુંબઈના પોલીસ (Mumbai Police)સ્ટેશનમાં નોંધાયા હતા. આ કેસોની તપાસ કરતા, મુંબઈ પોલીસના સાયબર અધિકારીઓએ સાયબર ગુનેગારોના ઠેકાણા પણ શોધી કાઢ્યા હતા, જે અગાઉ તેમના રડાર પર આવ્યા ન હતા. આ વિસ્તાર કેરળનો એર્નાકુલમ હતો.

સાયબર અધિકારીઓના જણાવ્યા અનુસાર, આમાંથી એક છેતરપિંડી ગિફ્ટ કાર્ડ કૌભાંડ દ્વારા થઈ હતી. જેમાં ફરિયાદીને અંદાજે 7 લાખ રૂપિયાનું નુકસાન થયું હતું. બીજા કિસ્સામાં સોનામાં રોકાણ કરવાના બહાને નકલી વેબસાઈટ બનાવીને રૂ.11 લાખની છેતરપિંડીનો મામલો સામે આવ્યો હતો. આ બંને કેસને ધ્યાનમાં રાખીને સાયબર અધિકારીઓએ તેમની ટીમને ગુનેગારોની તપાસ માટે કામે લગાડી હતી.

સાયબર ક્રાઈમના નવા હોટ સ્પોટ મળ્યા

એક મીડિયા રિપોર્ટ અનુસાર, સાયબર અધિકારીઓએ ઝારખંડ, રાજસ્થાન, પશ્ચિમ બંગાળ અને બિહાર, દિલ્હી અને નોઈડાના કેટલાક વિસ્તારોની સાયબર ફ્રોડના પગલે ઓળખ કરી છે. પરંતુ, હવે તેમને કેરળમાં આ ઉપરાંત એક નવું સ્થાન મળ્યું છે. આ મામલામાં એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે આ સાયબર ગુનેગારોએ આ પ્રકારના ગુના કરવા માટે દેશના અમુક સ્થળોને પોતાનો અડ્ડો બનાવ્યો છે.

મુંબઈ પોલીસના ડેટા અનુસાર, આ વર્ષના ઓગસ્ટના અંત સુધીમાં નકલી લોન એપ દ્વારા સાયબર ફ્રોડના 90 થી વધુ કેસ નોંધાયા હતા. તપાસ દરમિયાન એ પણ જાણવા મળ્યું કે પશ્ચિમ બંગાળના આસનસોલ અને બિહારના મોતિહારીમાં સૌથી વધુ લોકો આ પ્રકારની ઘટનાનો ભોગ બન્યા છે.

પશ્ચિમ બંગાળમાં, ગુનેગારો નકલી કોલ દ્વારા લોકોને છેતરતા હતા. આ લોકો સિમ કાર્ડ બદલતા રહે છે. તેમને પાછા ટ્રેક કરવા મુશ્કેલ બની જાય છે. પોલીસ તપાસમાં એ પણ સામે આવ્યું છે કે લોન એપ દ્વારા છેતરપિંડી કરાયેલા ફોન નંબરો કર્ણાટકના છે. હરિયાણાના મેવાતથી ફોન પર વીડિયો કોલ દ્વારા અશ્લીલ ગતિવિધિઓ દ્વારા બ્લેકમેલ કરવાના કિસ્સાઓ પણ સામે આવ્યા છે.

Latest News Updates

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati