Breaking News : ઇસ્કોન બ્રિજ અકસ્માત કેસનું તથ્ય સામે આવ્યું, તપાસ દરમિયાન આરોપીએ કર્યા મોટા ખુલાસા, જુઓ Video
ઇસ્કોન બ્રિજ અકસ્માત કેસમાં મોટો ખુલાસો થયો છે. આખરે 9 લોકોનો ભોગ લેનાર આરોપી તથ્યએ મૌન તોડ્યું છે અને પોલીસ સમક્ષ કબૂલાત કરી છે કે તે સ્પીડમાં કાર હંકારી રહ્યો હતો, એટલું જ નહીં અકસ્માત પહેલા તે બ્રેક મારવાનું પણ ભૂલી ગયો હતો.
ISKCON bridge accident : ઇસ્કોન બ્રિજ અકસ્માત કેસમાં મોટો ખુલાસો થયો છે. આખરે 9 લોકોનો ભોગ લેનાર આરોપી તથ્ય પટેલે (Tathya Patel) મૌન તોડ્યું છે અને પોલીસ સમક્ષ કબૂલાત કરી છે કે તે સ્પીડમાં કાર હંકારી રહ્યો હતો, એટલું જ નહીં અકસ્માત પહેલા તે બ્રેક મારવાનું પણ ભૂલી ગયો હતો. તપાસમાં સામે આવ્યું છે કે ઇસ્કોન બ્રિજ ચઢતી વખતે તથ્યએ બે વાર ડીપર મારી હતી, જો એકવાર તથ્યએ બ્રેક મારી હોત તો કદાચ 9 લોકોની જીંદગી બચી ગઈ હોત.
રિમાન્ડ દરમિયાન તથ્ય પટેલની પૂછપરછમાં મોટા ખુલાસા
ત્રણ દિવસના પોલીસ રિમાન્ડ દરમિયાન તથ્ય પટેલની પૂછપરછમાં મોટા ખુલાસા થયા છે. તપાસમાં તથ્યના પિતા પાસે કુલ 5 વૈભવી કાર હોવાનો ખુલાસો થયો છે. કેસને વધુ મજબૂત કરવા માટે પોલીસે કુલ 30 લોકોના નિવેદન લીધા છે. તો તથ્ય પટેલે 3 જુલાઈએ સિંધુભવન રોડ પર થારથી અકસ્માત સર્જાયો હોવાની કબૂલાત કરી છે.
તપાસમાં સાક્ષીઓના નિવેદન નોંધવામાં આવ્યા
તપાસની વાત કરીએ તો, મિકેનિકલની ટીમે જેગુઆર કારની તપાસ કરી છે. તપાસમાં સાક્ષીઓના નિવેદન નોંધવામાં આવ્યા છે. જે લોકો મૃત્યુ પામ્યા છે તેમના પરિવારજનોનાં નિવેદન લેવાયા છે તો આરોપી તથ્ય પટેલની માતાનું પણ નિવેદન લેવાયું છે. તેમજ આરોપીના સોશિયલ મીડિયા એકાઉન્ટની તપાસ ચાલુ છે.
અમદાવાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો