Breaking News: સલમાન ખાનને મોટી રાહત, કાળિયાર કેસમાં રાજ્ય સરકારની અરજી નામંજૂર

Breaking News: સલમાન ખાનને મોટી રાહત, કાળિયાર કેસમાં રાજ્ય સરકારની અરજી નામંજૂર
સલમાન ખાન

અભિનેતા સલમાન ખાન (Salman Khan) વિરુદ્ધ વર્ષ 2003માં અદાલતમાં શસ્ત્ર લાઈસન્સ સંબંધિત એક ખોટું સોગંદનામું રજૂ કરવાના મામલે કરેલી અરજી પર જોધપુર જિલ્લા અને સેશન્સ કોર્ટ ગુરુવારે પોતાનો આદેશ જાહેર કર્યો છે.

Gautam Prajapati

| Edited By: Kunjan Shukal

Feb 11, 2021 | 5:22 PM

અભિનેતા સલમાન ખાન (Salman Khan) વિરુદ્ધ વર્ષ 2003માં અદાલતમાં શસ્ત્ર લાઈસન્સ સંબંધિત એક ખોટું સોગંદનામું રજૂ કરવાના મામલે કરેલી અરજી પર જોધપુર જિલ્લા અને સેશન્સ કોર્ટ ગુરુવારે પોતાનો આદેશ જાહેર કર્યો છે. આ અરજી પર દલીલો મંગળવારે પૂર્ણ થઈ હતી અને ન્યાયાધીશ રાઘવેન્દ્ર કચ્છવાલા તેની 11 ફેબ્રુઆરીએ ચુકાદો આપવાના હતા. આ ચુકાદો આજે આવી ગયો છે. જેમાં સલમાન ખાન માટે રાહતના મોટા સમાચાર આવ્યા છે.

આ સુનાવણી દરમિયાન સલમાન ખાન વીડિયો કોન્ફરન્સ દ્વારા જોડાયો હતો. સલમાનના વકીલ હસ્તીમલ સારસ્વતે કોર્ટમાં કહ્યું કે સલમાન શૂટિંગમાં વ્યસ્ત હોવાને કારણે હથિયારના લાઈસન્સ વિશે જણાવવાનું ભૂલી ગયો હતો. કોર્ટે સલમાનના વકીલની અરજીઓને ધ્યાનમાં રાખીને સલમાનને રાહત આપી હતી. જો તેમ ન થાત તો રાજ્ય સરકાર સલમાન સામે આર્મ્સ એક્ટ હેઠળ નવો કેસ દાખલ કરવાની તૈયારી કરી રહી હતી.

વકીલે માફી માંગી

મંગળવારે સુનાવણીમાં સલમાનના વકીલે અદાલતને વિનંતી કરી હતી કે અભિનેતાને 8 ઓગસ્ટ 2003ના રોજ સોગંદનામું આપ્યું હતું. જેમાં તેની ભૂલ માટે તેને માફ કરી દેવો જોઈએ. કોર્ટે આજે આ કેસમાં પોતાનો ચુકાદો આપ્યો હતો. નિર્ણય દરમિયાન સલમાન ખાન વર્ચ્યુઅલ રીતે હાજર હતો. આ કેસમાં આઈપીસીની કલમ 193 હેઠળ 7 વર્ષની સજાની જોગવાઈ છે.

1998માં જોધપુર નજીક કાંકણી ગામની સીમમાં 2 બ્લેકબકનો શિકાર કરવા બદલ સલમાન ખાનની ધરપકડ કરવામાં આવી હતી. તે સમયે કોર્ટે તેને શસ્ત્રોનું લાઈસન્સ આપવા જણાવ્યું હતું. આ અંગે સલમાન ખાને એફિડેવિટ આપતાં કહ્યું કે લાઈસન્સ ખોવાઈ ગયું છે. તેની પુષ્ટિ કરવા માટે તેણે કોર્ટમાં મુંબઈના બાંદ્રા પોલીસ સ્ટેશનમાં નોંધાવેલ એફઆઈઆરની એક નકલ પણ કોર્ટ સમક્ષ રજૂ કરી હતી.

લાયસન્સ ખોવાયું નહોતું

કોર્ટને પાછળથી ખબર પડી કે સલમાન ખાનનું લાઈસન્સ ખોવાયું નથી. પરંતુ તેને રીન્યુ માટે આપ્યું છે. જેના કારણે કોર્ટે સલમાનને ઠપકો આપ્યો હતો. સરકારી વકીલે કોર્ટમાંથી માંગ કરી હતી કે સલમાન વિરુદ્ધ કોર્ટને ગેરમાર્ગે દોરવાનો કેસ ચલાવવામાં આવે. સલમાનના વકીલ હસ્તીમલ સારસ્વતે કોર્ટમાં દલીલ કરી હતી કે સલમાન જાણી જોઈને ખોટું બોલ્યો નથી. વ્યસ્તતાને કારણે તે ભૂલી ગયો કે તેનું શસ્ત્ર લાઈસન્સ ખોવાઈ ગયું નથી. બીજા કેસનો હવાલો આપતા તેમણે કહ્યું કે જો આરોપી સલમાનને આ ખોટા સોગંદનામાંથી કોઈપણ રીતે ફાયદો થયો નથી અથવા ભવિષ્યમાં તેનો લાભ નહીં લેવાય. તેથી તેને આ કેસમાંથી નિર્દોષ છોડી દેવા જોઈએ.

સલમાનને થઈ ચૂકી છે સજા

કાળાહરણ કેસમાં 5 એપ્રિલ 2018ના રોજ ટ્રાયલ કોર્ટે સલમાન ખાનને પાંચ વર્ષની સજા સંભળાવી હતી. આ કેસમાં સહ આરોપી સૈફ અલી ખાન, અભિનેત્રી નીલમ, તબ્બુ અને સોનાલી બેન્દ્રેને આપીને નિર્દોષ જાહેર કરવામાં આવ્યા હતા. તે સમયે સલમાન ખાનની ધરપકડ કરવામાં આવી હતી અને તેને જોધપુર જેલમાં મોકલવામાં આવ્યો હતો. જે બાદ હવે અભિનેતા જામીન પર બહાર છે.

આ પણ વાંચો: પ્રિયંકા ગાંધીએ ચલાવી નાવડી, વીડિયો જોઈ લોકોએ કહ્યું – કોંગ્રેસની નૈયા ક્યારે પાર થશે

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati