AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ભાભીને પામવા દિયરે પિતરાઈભાઈની કરી હત્યા, 38 દિવસ બાદ પોલીસે હત્યારા દિયરની ધરપકડ કરી

ભરૂચમાં ભાભીને પામવા દિયરે પિતરાઈ ભાઈની હત્યા કરી લાશને દાટી દીધી હોવાનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. હત્યારા સંજય દેવીપૂજકની પત્ની કારસ્તાનનો ભાંડો ફોડતા ઘટનાના 38 દિવસ બાદ પોલીસે હત્યારાની ધરપકડ કરી છે. ભાભીના પ્રેમમાં પાગલ બનેલ ભરૂચની સોન તલાવડી ખાતે રહેતા સંજય દેવીપૂજકે પિતરાઈ ભાઈ મફત દેવીપૂજકની હત્યા કરી નાખતા ભરૂચ એ ડિવિઝન પોલીસે […]

ભાભીને પામવા દિયરે પિતરાઈભાઈની કરી હત્યા, 38 દિવસ બાદ પોલીસે હત્યારા દિયરની ધરપકડ કરી
Ankit Modi
| Edited By: | Updated on: Sep 04, 2020 | 12:01 PM
Share

ભરૂચમાં ભાભીને પામવા દિયરે પિતરાઈ ભાઈની હત્યા કરી લાશને દાટી દીધી હોવાનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. હત્યારા સંજય દેવીપૂજકની પત્ની કારસ્તાનનો ભાંડો ફોડતા ઘટનાના 38 દિવસ બાદ પોલીસે હત્યારાની ધરપકડ કરી છે. ભાભીના પ્રેમમાં પાગલ બનેલ ભરૂચની સોન તલાવડી ખાતે રહેતા સંજય દેવીપૂજકે પિતરાઈ ભાઈ મફત દેવીપૂજકની હત્યા કરી નાખતા ભરૂચ એ ડિવિઝન પોલીસે તેની ધરપકડ કરી છે. સંજય તેની ભાભી મંજુલાને પ્રેમ કરતો હતો અને મંજુલા પણ તેને પસંદ કરતી હતી. મંજુલાને તેના પતિ મફત દેવીપૂજકને છોડી તેના પાસે આવી જવા સંજય વારંવાર પ્રસ્તાવ મુકતો હતો. પરંતુ પરણિત હોવાના કારણે મંજુલા ઈન્કાર કરતી હતી.

Bhabhi ne pamva diyare pitrai bhai ni kari hatya 38 divas bad police e hatyara diyar ni dharpakad kari

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

પ્રેમ સંબંધમાં મંજુલાનો પતિ અને પિતરાઈ ભાઈ મફત આડખીલીરૂપ હોવાના કારણે સંજયે પિતરાઈ ભાઈની હત્યાનો પ્લાન ઘડ્યો હતો. 26 જુલાઈએ મોટર સાઈકલ ખરીદવા રૂપિયા આપવાની મદદના બહાને આણંદ રહેતા મફત દેવીપૂજકને ભરૂચ તેના ઘરે બોલાવી સંજય રાતે મફતને ફરવાના બહાને બહાર લઈ જઈ સોનતલાવડી નજીક મેદાનમાં ત્રિકમના ઘા ઝીંકી મફતની હત્યા કરી લાશ દાટી દઈ ઘરે પહોંચ્યો હતો. ઘરેથી મફત અને સંજય સાથે ગયા બાદ એકલો સંજય ઘરે પરત ફરતા સંજયની પત્ની મીનાએ પૂછતાં સંજયે મફતની હત્યા કરી નાખી હોવાનું જણાવી કોઈને પણ વાત કરી તો તેની પણ હત્યાની ચીમકી આપી હતી.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

મીના આ વાત મનમાં રાખી ન શકતાં તેના પાડોશી કલ્પેશ અને ગીતાને હત્યાની વાત કરતા આખા વિસ્તારમાં વાત ફેલાઈ હતી.આ દરમ્યાન 29 ઓગષ્ટે એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં મંજુલા તેના પતિના ગુમ થવાની ફરિયાદ કરતા સ્થાનિક વિસ્તારમાં પૂછતાછ દરમ્યાન મફતની હત્યાની માહિતી પોલીસ સુધી પહોંચી હતી. સંજયની અટકાયત કરી પૂછપરછ કરવામાં આવતા તેને કબૂલાત કરી હતી. મેદાનમાં ખોદકામ કરવામાં આવતા લાશ મળી આવતા ગુનાનો ભેદ ઉકેલાયો હતો. પોલીસ તપાસમાં હકીકત બહાર આવી હતી કે મફતના લાપતા બન્યા બાદ મંજુલા અને સંજય મળ્યા હતા. જે સમયે સંજયે મંજુલાને તેના પતિની હત્યાની વાત જણાવી હતી, પરંતુ આ વાત મંજૂલાએ જાહેર ન કરતા ઘટનામાં મહિલાની સંડોવણી પણ તપાસવામાં આવી રહી છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

તેલના ખેલમાં ઈરાનનો 'માસ્ટરસ્ટ્રોક'
તેલના ખેલમાં ઈરાનનો 'માસ્ટરસ્ટ્રોક'
PM મોદીએ ઈરાનના હુમલાઓ અંગે UAEના પ્રિન્સ-બહેરીનના રાજા સાથે કરી વાત
PM મોદીએ ઈરાનના હુમલાઓ અંગે UAEના પ્રિન્સ-બહેરીનના રાજા સાથે કરી વાત
શેરબજારમાં મોટો કડાકો, સોના-ચાંદીના ભાવમાં પણ તેજી
શેરબજારમાં મોટો કડાકો, સોના-ચાંદીના ભાવમાં પણ તેજી
ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં 40 ડિગ્રીએ પહોંચશે ગરમીનો પારો
ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં 40 ડિગ્રીએ પહોંચશે ગરમીનો પારો
ઈરાન-ઈઝરાયલ યુદ્ધની પરિસ્થિતિ વચ્ચે દુબઈમાં અટવાયો સુરતનો આખો પરિવાર
ઈરાન-ઈઝરાયલ યુદ્ધની પરિસ્થિતિ વચ્ચે દુબઈમાં અટવાયો સુરતનો આખો પરિવાર
શું યુદ્ધ લાંબુ ચાલશે તો પેટ્રોલ-ડીઝલના ભાવ વધશે ?
શું યુદ્ધ લાંબુ ચાલશે તો પેટ્રોલ-ડીઝલના ભાવ વધશે ?
ઈરાન-ઈઝરાયલ યુદ્ધ વચ્ચે પાલનપુરના 20 યુવકો દૂબઈમાં અટવાયા
ઈરાન-ઈઝરાયલ યુદ્ધ વચ્ચે પાલનપુરના 20 યુવકો દૂબઈમાં અટવાયા
ઈઝરાયેલ-અમેરિકાએ ઈરાનના કોર્ણાક નેવલ બેઝ પર કર્યો હુમલો
ઈઝરાયેલ-અમેરિકાએ ઈરાનના કોર્ણાક નેવલ બેઝ પર કર્યો હુમલો
ફરી એકસાથે દેખાયા ભાજપના જયેશ રાદડિયા અને AAPના ગોપાલ ઈટાલિયા
ફરી એકસાથે દેખાયા ભાજપના જયેશ રાદડિયા અને AAPના ગોપાલ ઈટાલિયા
ડુંગળી પકવતા ખેડૂતો માટે "પડ્યા પર પાટુ" જેવી સ્થિતિ સર્જાઈ
ડુંગળી પકવતા ખેડૂતો માટે
g clip-path="url(#clip0_868_265)">