કુવાડવામાં ટ્રાન્સપોર્ટના ગોડાઉનમાંથી ચોરી કરનાર ‘સોપારી ચોર’ ઝડપાયા, જાણો કોણ છે આ સોપારી ચોર
કુવાડવાના પોલીસ સ્ટેશનમાં 29 જાન્યુઆરીના રોજ સાઉથ ઈન્ડિયન ટ્રાન્સપોર્ટના ગોડાઉનમાંથી રાત્રિની સમયે સોપારીની ચોરી થયાની ફરિયાદ નોંધાઈ હતી. જે બાદ પોલીસે સોપારી ચોરોને ઝડપી લેવા તપાસ શરુ કરી દીધી હતી.
રાજકોટ (Rajkot)ના કુવાડવામાં સાઉથ ઈન્ડિયન ટ્રાન્સપોર્ટના ગોડાઉનમાંથી રાત્રીના સમયે 56 ગુણી જેટલી સોપારી (betel nut)ની ચોરી (Theft) થઈ હોવાની પોલીસ ફરિયાદ નોંધાઈ હતી, જેની કિંમત અંદાજે 10,60,000 રૂપિયા થાય છે. પોલીસે સીસીટીવી ફુટેજને આધારે તપાસ હાથ ધરી અંતે આ ચાર સોપારી ચોરને ઝડપી લીધા છે.
કુવાડવાના પોલીસ સ્ટેશનમાં 29 જાન્યુઆરીના રોજ સાઉથ ઈન્ડિયન ટ્રાન્સપોર્ટના ગોડાઉનમાંથી રાત્રિની સમયે સોપારીની ચોરી થયાની ફરિયાદ નોંધાઈ હતી. જે બાદ પોલીસે સોપારી ચોરોને ઝડપી લેવા તપાસ શરુ કરી દીધી હતી. પોલીસને સીસીટીવી કેમેરાની મદદથી એક બોલેરો કાર શંકાસ્પદ હાલતમાં જોવા મળી હતી, જેના આધારે પોલીસે ભાવનગરના ત્રાપજ ગામમાંથી બોલેરો કાર અને ચોરીમાં ગયેલા મુદ્દામાલ સાથે ચાર આરોપીને પકડી પાડીને પોલીસે ચોરીનો ભેદ ઉકેલી નાખ્યો હતો. જ્યારે આ ગુનામાં હજુ પણ ચાર આરોપી પોલીસ પકડથી દુર છે.
પકડાયેલા આરોપીઓ
પોલીસે સાઉથ ઇન્ડિયન ટ્રાન્સપોર્ટના ગોડાઉનમાંથી ચોરી કરનાર રાજદિપસિંહ દિગ્વીજયસિંહ જાડેજા,દિવ્યરાજસિંહ ઉર્ફે દિગ્વીજયસિંહ અનિરૂધ્ધસિંહ રાઠોડ, મિતરાજસિંહ અનિરૂધ્ધસિંહ ગોહીલ, અરવિંદભાઈ જીવણભાઇ પરમારને ઝડપી પાડ્યા હતા અને તેમની પાસેથી બે બોલેરો સહિત રૂપિયા 8 લાખ 10 હજારનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. જ્યારે પુછપરછમાં અન્ય આરોપીના નામ પણ ખુલ્યા હતા. જે પ્રમાણે ગુલામઅલી મહોમ્મદ ઉર્ફે ગુલ્લુભાઈ, સુરેશ ઉર્ફે કેકડો અશોકભાઈ ગાવલીયા, ધર્મેશ ઉર્ફે ધમી ચુડાસમા, વિશાલ રમેશભાઈ મીની હજુ પણ ફરાર છે.
કેવી રીતે આપ્યો ચોરીને અંજામ?
પોલીસના કહેવા પ્રમાણે આ ગુનાના આરોપી રાજકોટના સુરેશ ગાવલીયાએ ટ્રાન્સપોર્ટના ગોડાઉનમાં સોપારી હોવાની બાબતે રેકી કરી હતી. રેકીના આધારે ગુલામઅલીએ સોપારીની ચોરી કરી હતી. ચોરી કર્યા બાદ સોપારી વેચી દેવાનું બન્ને આરોપીએ અગાઉથી આયોજન કર્યુ હતુ. જ્યારે અન્ય આરોપીઓને ભાવનગથી ચોરી કરવા માટે બોલાવવામાં આવ્યા હતા.
આરોપી મીતરાજ મારફતે બોલેરો ગાડી ધરાવતા અન્ય બે આરોપી અરવિંદ પરમાર અને વિશાલ મીસીને સાથે રાખી આયોજનપૂર્વક ચોરીનો પ્લાન બનાવ્યો હતો. આરોપી કેકડા દ્વારા ગોડાઉનનું શટર તોડી અને તમામ આરોપીઓ દ્વારા સોપારીની ગુણીની ચોરી કરી બન્ને બોલેરો પીકઅપ વાહનમાં લોડ કરી અને ચોરીને અંજામ આપ્યો છે.
આ પણ વાંચો- Ahmedabad : પીરાણામાં ઇમામશાહ દરગાહ પાસે દિવાલ બનાવવાનો વિવાદ વકર્યો, પોલીસે બંદોબસ્ત ગોઠવાયો