Banaskantha: રાજ્યવ્યાપી અનાજ કૌભાંડમાં અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે 8 આરોપીની ધરપકડ કરી, 49 લોકો સામે ફરિયાદમાં 20 દુકાન સંચાલકો

રેશનિંગ(Rationing Shop)ની દુકાનોમાંથી માલ ન ખરીદતા હોય તેવા લોકોની જાણ બહાર, તેમના ખાતે અનાજનું કૌભાંડ (Rationing Scam)આચરવામાં આવતું હતું

Darshal Raval
| Edited By: | Updated on: Jun 26, 2021 | 4:18 PM

Banaskantha: બનાસકાંઠાના અનાજ કૌભાંડમાં અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે (Ahmedabad Crime Branch) મોટી કાર્યવાહી કરી છે. ક્રાઈમ બ્રાન્ચે 8 લોકોની ધરપકડ કરી છે. જ્યારે અમદાવાદ ડીસીબી પોલીસ સ્ટેશનમાં 49 લોકો સામે ફરિયાદ (FIR) નોંધાઈ છે, જેમાં 20 જેટલા સસ્તા અનાજની દુકાનના સંચાલકોનો પણ સમાવેશ થાય છે.

મળતી માહિતી પ્રમાણે રેશનિંગ(Rationing Shop)ની દુકાનોમાંથી માલ ન ખરીદતા હોય તેવા લોકોની જાણ બહાર, તેમના ખાતે અનાજનું કૌભાંડ (Rationing Scam)આચરવામાં આવતું હતું. આરોપીઓ માલ ન ખરીદતા હોય તેવા કાર્ડધારકોના ઓનલાઈન બિલો બનાવીને નાણા મેળવી લેતા હતા.

રેશનકાર્ડ ધારકોની જાણ બહાર માહિતી ભેગી કરતા હતા. આંગળીની છાપોના ડેટા, કેમસ્કેનર અને સેવ ડેટાના સોફ્ટવેર બનાવીને આરોપીઓ ડેટા કોપી કરી લેતા હતા અને ખોટા બિલોનો ઉપયોગ સાચા બિલો તરીકે કરીને લાખો રૂપિયાનું કૌભાંડ આચરવામાં આવ્યું હતું. પોલીસે આરોપીઓ પાસેથી 1.62 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

 

ક્રાઈમ બ્રાન્ચને માહિતી મળી કે કેટલાક શખ્સો સરકાર દવારા રાશન કાર્ડ ધારકો માટે આપવામાં આવતું અનાજ ખોટા બિલો બનાવી સગેવગે કરાઈ રહ્યું છે. જે આધારે ક્રાઈમ બ્રાન્ચે 10 દિવસ વોચ રાખી અને વિઝોલ પાસેથી અલ્પેશ ઠક્કરની ધરપકડ કરી સમગ્ર કૌભાંડનો પર્દાફાશ કરી દીધો. જેમાં ક્રાઈમ બ્રાન્ચે 49 વ્યક્તિના નામ ખોલી નાખી 8 લોકોની ધરપકડ કરી લીધી છે.

સમગ્ર કૌભાંડમાં ક્રાઈમ બ્રાન્ચે અલ્પેશ ઠક્કર. રફીક મહેસાણીયા. જાવેદ રંગરેજ. લતીફ માણેસીયા. મુસ્તુફા માણેસીયા. કૌશિક જોશી. દિપક ઠાકોર અને હિતેશ ચૌધરી ધરપકડ કરી. જેઓની પાસેથી ક્રાઈમ બ્રાન્ચે લેપટોપ. સીપીયુ અને 11 મોબાઇલ કબજે કર્યા.

ક્રાઈમ બ્રાન્ચની તપાસમાં સામે આવ્યું કે રેશનિંગની દુકાન માંથી અનાજ ખરીદ કરેલ ન હોય તેવા લોકોના ખોટા બિલો બનાવવા રેશનિંગ દુકાન માલિકો પાસેથી માહિતી મેળવી લેતો અને બાદમાં પોતાના સાગરીતોને માહિતી આપી તે આધારે છેતરપિંડી કરતા હોવાનું સામે આવ્યું. જે માહિતી મળતા આરોપી અલ્પેશ વિઝોલ હોવાની માહિતી મળતા તેને ક્રાઈમ બ્રાન્ચે ઝડપી પાડ્યો. અને તે બાદ તેની પૂછપરછ કરાઈ તો અનેક માહિતી સામે આવી.

ક્રાઈમ બ્રાન્ચે અલ્પેશને પકડી વધુ તપાસ કરી તો સામે આવ્યું કે તેના મોબાઇલ માંથી એક્સેલ ફાઈલો મળી આવી. જેમાં રેશન કાર્ડના નંબર. આધાર નંબરનું લિસ્ટ. અને રેશનિંગ દુકાનદારનું યુઝરનેમ. પાસવર્ડ. દુકાન કોડ અને બે અલગ અલગ કી ની વિગતો મળી આવી.

જેમાં વધુ પૂછપરછ કરતા અલ્પેશને દુકાનદાર આ તમામ વિગત મોકલી આપતા હોવાનું સામે આવ્યું જે બાદ માહિતી આધારે જેમને રાશન નથી લીધું તેમના ખોટા બિલ બનાવવા રફીક મહેસાણીયા અને જાવેદ રંગરેજ ને જાણ કેરતો અને બાદમાં રફીક ના સાગરીતો ખોટા બિલો બનાવી આપતા હોવાની આરોપીએ કબૂલાત કરી હોવાનું સામે આવ્યું.

આ તમામ માહિતી મળતા ક્રાઈમ બ્રાન્ચે રફીક મહેસાણીયાની બનાસકાંઠાના દાતા ની ઓફિસ ખાતેથી રફીક. જાવેદ. લતીફ અને મુસ્તફાને ઝડપી પાડ્યા. જેમની પૂછપરછ કરતા સરકાર અનાજની દુકાનો માલિકો તથા કેટલીક વ્યક્તિ ઓ સરકારી સસ્તા અનાજની દુકાન ધરાવતા વ્યક્તિઓ સંપર્કમાં હતા.

તમામ સરકારી સસ્તા અનાજ દુકાન ધારકોને ગેમ્સકેન અને સેવડેટા નામના સોફ્ટવેર આપી તેમાં તમામ ગ્રાહકોના નામ. આધારકાર્ડ નંબર. રેશનકાર્ડ નંબર. સરનામું સહિતની માહિતી મેળવી લેતા. જે ગેમ્સકેન એપ્લીકેશન કૌશિક જોશી પાસેથી બનાવડાવી હોવાનું સામે આવ્યું તેમજ સેવડેટા એપ્લિકેશન હિતેશ ચૌધરીએ બનાવી હોવાનું સામે આવ્યું.

જેમાં ગેમ્સકેન એપ્લિકેશન બનાવવા માટે 70 હજાર રૂપિયા આપવામાં આવ્યા હોવાનું સામે આવ્યું. તો એક બિલ બનાવવા માટે બિલ પેટે 30 થી 40 રૂપિયા દીધા હોવાનું સામે આવ્યું. એટલું જ નહીં પણ ગેમ્સકેન નામના સોફ્ટવેર માંથી કુલ 35962 લોકોની એન્ટ્રી મળી આવી. જેના પરથી કરોડો રૂપિયાના કૌભાંડ અચરાયાની ક્રાઈમ બ્રાન્ચને આશંકા છે. જે કૌભાંડ 2 વર્ષથી ચાલતા હોવાનું પણ સામે આવ્યું.

તપાસમાં એ પણ સામે આવ્યું કે હિતેશ અગાઉ સસ્તા અનાજની દુકાનમાં કામ કરતો. તો રફીક અને જાવેદ બિલો બનાવવા માટે સેવડેટા એપ્લિકેશન આપેલ હોવાનું સામે આવ્યું. જે સોફ્ટવેર વાપરવા દર મહિને 15 હજાર ભાડું ચૂકવાતું હોવાનું પણ સામે આવ્યું.

એટલું જ નહીં પણ તપાસમાં એ પણ સામે આવ્યું કે આ કૌભાંડ સાબરકાંઠા. મહેસાણા. બનાસકાંઠા. રાજકોટ. ભાવનગર. સુરત સહિત રાજ્યમાં આચરાયા નું સામે આવ્યું. જેથી ક્રાઈમ બ્રાન્ચને કરોડોના કૌભાંડ આચરાયાની આશંકા છે, સાથે જ સરકારી કર્મચારી સાથે મોટા માથા પણ સંડોવાયેલાની આશંકા છે તો ક્રાઈમ બ્રાન્ચને એ પણ આશંકા છે કે ગરીબોનું સસ્તું અનાજ સગેવગે કરી કોઈ કંપની કે અન્ય મોટા લોકોને આપવામાં આવતું હોઈ શકે છે.

જે દિશામાં પણ ક્રાઈમ બ્રાન્ચે તપાસ શરૂ કરી છે. ત્યારે આગામી દિવસમાં મોટા નામ ખુલે તેવી શક્યતાઓ પણ ક્રાઈમ બ્રાન્ચ સેવી રહ્યું છે.

Follow Us:
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
ગાયબ હોવાના અહેવાલો વચ્ચે નિલેશ કુંભાણીએ જાહેર કર્યો વીડિયો
ગાયબ હોવાના અહેવાલો વચ્ચે નિલેશ કુંભાણીએ જાહેર કર્યો વીડિયો
અંબાલાલ પટેલની આગાહી, કમોસમી વરસાદ વધારશે ખેડૂતોની ચિંતા- Video
અંબાલાલ પટેલની આગાહી, કમોસમી વરસાદ વધારશે ખેડૂતોની ચિંતા- Video
g clip-path="url(#clip0_868_265)">