AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Aryan Khan Drugs કેસના સાક્ષી કિરણ ગોસાવીને પૂણે પોલીસે કબ્જે કર્યો, છેતરપિંડી મામલે મળી હતી કસ્ટડી

પૂણે કેન્ટોનમેન્ટ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા કેસમાં આરોપ છે કે ગોસાવીએ વર્ષ 2020માં મલેશિયામાં નોકરી અપાવવાના નામે ત્રણ લોકોને લગભગ 4 લાખ રૂપિયાની છેતરપિંડી કરી હતી

Aryan Khan Drugs કેસના સાક્ષી કિરણ ગોસાવીને પૂણે પોલીસે કબ્જે કર્યો, છેતરપિંડી મામલે મળી હતી કસ્ટડી
kiran Gosavi
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 11, 2021 | 10:22 PM
Share

મહારાષ્ટ્રના (Maharashtra) પૂણે (Pune) કેન્ટોનમેન્ટ પોલીસ સ્ટેશનની પોલીસે મુંબઈ ક્રૂઝ ડ્રગ્સ કેસમાં નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (NCB)ના સાક્ષી કિરણ ગોસાવીને વર્ષ 2020માં નોંધાયેલા છેતરપિંડીના કેસમાં તેને કસ્ટડીમાં લીધો છે. એક અધિકારીએ ગુરુવારે આ માહિતી આપી હતી. ગોસાવીને 2018ના અન્ય એક છેતરપિંડીના કેસમાં મંગળવારે અદાલતે ન્યાયિક કસ્ટડીમાં મોકલ્યો હતો.

પૂણેના ફરાસખાના પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા કેસમાં કોર્ટે ગોસાવીને ન્યાયિક કસ્ટડીમાં મોકલી દીધો હતો. આરોપ છે કે ગોસાવીએ મલેશિયાના હોટલ ઉદ્યોગમાં નોકરી અપાવવાના નામે ચિન્મય દેશમુખ નામના વ્યક્તિ સાથે 3.09 લાખ રૂપિયાની છેતરપિંડી કરી હતી.

ગોસાવીને 17 નવેમ્બર સુધી પોલીસ કસ્ટડીમાં મોકલવામાં આવ્યો 

બીજી તરફ પૂણે કેન્ટોનમેન્ટ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા કેસમાં આરોપ છે કે ગોસાવીએ વર્ષ 2020માં મલેશિયામાં નોકરી અપાવવાના નામે ત્રણ લોકોને લગભગ 4 લાખ રૂપિયાની છેતરપિંડી કરી હતી. ગોસાવી વિરુદ્ધ ભારતીય દંડ સંહિતાની કલમ 420 અને 468 હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. મંગળવારે છાવણી પોલીસ સ્ટેશનના અધિકારીઓએ ગોસાવીની કસ્ટડી માટે કોર્ટમાં અરજી કરી હતી, જે સ્વીકારવામાં આવી હતી.

કેન્ટોનમેન્ટ પોલીસ સ્ટેશનના વરિષ્ઠ નિરીક્ષક અશોક કદમે ગુરુવારે જણાવ્યું હતું કે “અમે અમારા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી એફઆઈઆરના આધારે ગોસાવીની ધરપકડ કરી હતી અને તેને કોર્ટમાં રજૂ કર્યો હતો. કોર્ટે તેને 17 નવેમ્બર સુધી પોલીસ કસ્ટડીમાં મોકલી દીધો છે.

ગોસાવીનો આર્યન ખાન સાથેનો ફોટો વાયરલ થયો હતો

2 ઓક્ટોબરે NCBએ મુંબઈના દરિયાકાંઠે ક્રુઝ શિપ પર દરોડા પાડ્યા હતા. આ દરોડામાં NCBએ અભિનેતા શાહરૂખ ખાનના પુત્ર આર્યન ખાન સહિત ઘણા લોકોની ધરપકડ કરી હતી. ધરપકડ બાદ અભિનેતા શાહરૂખ ખાનના પુત્ર આર્યન ખાન સાથે ગોસાવીની તસવીરો અને વીડિયો વાયરલ થયા હતા.

આ પણ વાંચો: Crime: ધોળા દિવસે વકીલની ચેમ્બરમાંથી યુવકની મળી લાશ, તપાસમાં લાગી દિલ્હી પોલીસ

આ પણ વાંચો: T20 World Cup 2021, PAK vs AUS: ફાઇનલમાં પહોંચવાનો જંગ, પાકિસ્તાને ઓસ્ટ્રેલિયા સામે 177 રનનો આપ્યો પડકાર, રિઝવાન અને ઝમાનનુ અર્ધશતક

Follow Us
આજનું રાશિફળ : આ રાશિઓને મળશે અચાનક ધનલાભ અને સારા સમાચાર!
આજનું રાશિફળ : આ રાશિઓને મળશે અચાનક ધનલાભ અને સારા સમાચાર!
વડોદરામાં પરંપરાગત ગરબા નિહાળી વિદેશી ડેલિગેટ્સ થયા મંત્રમુગ્ધ
વડોદરામાં પરંપરાગત ગરબા નિહાળી વિદેશી ડેલિગેટ્સ થયા મંત્રમુગ્ધ
નવરાત્રિમાં માત્ર 8 દિવસ ખૂલતું જૂનાગઢનું અનોખું શક્તિપીઠ!
નવરાત્રિમાં માત્ર 8 દિવસ ખૂલતું જૂનાગઢનું અનોખું શક્તિપીઠ!
જામનગરના સળગતા અંગારા પર રાસ ગરબા-જુઓ વીડિયો
જામનગરના સળગતા અંગારા પર રાસ ગરબા-જુઓ વીડિયો
સરકારી અધિકારીઓ અમને અંદરની માહિતી આપી રહ્યા છે: રાહુલ ગાંધી
સરકારી અધિકારીઓ અમને અંદરની માહિતી આપી રહ્યા છે: રાહુલ ગાંધી
અમરેલીમાં તેલનું ટેન્કર પલટ્યું, તેલ લેવા માટે લોકોએ કરી પડાપડી
અમરેલીમાં તેલનું ટેન્કર પલટ્યું, તેલ લેવા માટે લોકોએ કરી પડાપડી
જો કોઈ મોટી દુર્ઘટના થાય તો ખેલૈયાઓની સુરક્ષાની જવાબદારી કોની?
જો કોઈ મોટી દુર્ઘટના થાય તો ખેલૈયાઓની સુરક્ષાની જવાબદારી કોની?
નવસારી મહાનગરપાલિકામાં 600થી વધુ કર્મચારીઓની હડતાળ
નવસારી મહાનગરપાલિકામાં 600થી વધુ કર્મચારીઓની હડતાળ
વડોદરા યુનાઈટેડ વે ગરબામાં પ્રથમ નોરતે મોબાઈલ ચોરીનો વિવાદ
વડોદરા યુનાઈટેડ વે ગરબામાં પ્રથમ નોરતે મોબાઈલ ચોરીનો વિવાદ
દિલ્લી-NCRમાં વાતાવરણમાં પલટો, ધોધમાર વરસાદથી રસ્તાઓ પર પાણી ભરાયાં
દિલ્લી-NCRમાં વાતાવરણમાં પલટો, ધોધમાર વરસાદથી રસ્તાઓ પર પાણી ભરાયાં
g clip-path="url(#clip0_868_265)">