T20 World Cup 2021, PAK vs AUS: ફાઇનલમાં પહોંચવાનો જંગ, પાકિસ્તાને ઓસ્ટ્રેલિયા સામે 177 રનનો આપ્યો પડકાર, રિઝવાન અને ઝમાનનુ અર્ધશતક

પાકિસ્તાને (Pakistan) ટી20 વિશ્વકપ 2021 (T20 World Cup 2021) માં એક પણ મેચ હારી નથી. લીગ મેચમાં તમામ મેચ પાકિસ્તાને જીતી લીધી છે, મતલબ હરીફ એક પણ ટીમ પાકિસ્તાન સામે જીત મેળવી શક્યુ નથી.

T20 World Cup 2021, PAK vs AUS: ફાઇનલમાં પહોંચવાનો જંગ, પાકિસ્તાને ઓસ્ટ્રેલિયા સામે 177 રનનો આપ્યો પડકાર, રિઝવાન અને ઝમાનનુ અર્ધશતક
Babar Azam-Mohammad Rizwan
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 11, 2021 | 9:38 PM

ટી20 વિશ્વકપ 2021 (T20 World Cup 2021) ની બીજી સેમિફાઇનલ મેચ આજે રમાઇ રહી છે. પાકિસ્તાન અને ઓસ્ટ્રેલિયા (Pakistan vs Australia) વચ્ચે સેમિફાઇનલ મેચ રમાઇ રહી છે. ઓસ્ટ્રેલિયાએ ટોસ જીતીને પહેલા બોલીંગ પસંદ કરી હતી. આમ ટોસ હારીને પાકિસ્તાની ટીમ બેટીંગ કરવા માટે મેદાને ઉતરી હતી. રિઝવાન (Mohammad Rizwan) અને ઝમાન (Fakhar Zaman) ના અર્ધશતક વડે પાકિસ્તાને 4 વિકેટ ગુમાવીને 176 રનનો સ્કોર કર્યો હતો.

પાકિસ્તાને પ્રથમ બેટીંગ કરતા ઓસ્ટ્રેલિયન બોલરો પર દબાણ વધારતી બેટીંગ કરી હતી. ઓપનર મોહમ્મદ રિઝવાન અને કેપ્ટન બાબર આઝમે (39) સારી શરુઆત કરી હતી. બંને વચ્ચે 71 રનની ભાગીદારી રમત નોંધાઇ હતી. રિઝવાને શાનદાર અર્ધશતક ફટકાર્યુ હતુ. આ દરમ્યાન તેણે 3 ચોગ્ગા અને 4 છગ્ગા ફટકાર્યા હતા.

કેપ્ટન આઝમની વિકેટ ગુમાવ્યા બાદ ફખર ઝમાને રમતને રિઝવાન સાથે મળીને આગળ વધારી હતી. ઝમાને પણ અર્ધશતક જમાવ્યુ હતુ. તેણે 55 રનની અણનમ રમત રમી હતી. 32 બોલમાં જ તેણે આ રન 4 છગ્ગાની મદદ થી નોંધાવ્યા હતા. જોકે પાકિસ્તાને આસીફ અલીની ગોલ્ડન ડક વિકેટ ગુમાવી હતી. શોએબ મલિક પણ માત્ર 1 જ રન બનાવીને મીશેલ સ્ટાર્કના બોલ પર ક્લીન બોલ્ડ આઉટ થયો હતો. હાફીઝ એક રન કરીને અણનમ રહ્યો હતો.

અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા
'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા માટે દિવાળી હતી પીડાદાયક, ખુદ જણાવી ઘટના
IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1
IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે
કાજોલે આ કારણથી શાહરૂખ ખાનની ફિલ્મ કરી હતી રિજેક્ટ, બાદમાં એશ્વર્યાને મળ્યો રોલ
સૌથી સસ્તી Tata Car ની કાર કેટલાની આવે ? જાણો તેની કિંમત

સ્ટાર્કની 2 વિકેટ

મિશેલ સ્ટાર્કે ઓસ્ટ્રેલિયા માટે 2 વિકેટ ઝડપી હતી. તેણે પાકિસ્તાનની તેજ ગતીને બનેલી બેટીંગને નિયંત્રીત રાખવામાં મહત્વનો પ્રયાસ કર્યો હતો. સ્ટાર્કે 4 ઓવરમાં 38 રન આપ્યા હતા. જોશ હેઝલવુડ આજે સૌથી વધુ ખર્ચાળ બોલર સાબિત થયો હતો, તેણે 4 ઓવરમાં 49 રન લુટાવ્યા હતા. પેટ કમિન્સ અને એડમ ઝમ્પાએ એક એક વિકેટ ઝડપી હતી. ઝમ્પાએ સૌથી કરકસર ભરી બોલીંગ કરી હતી. તેણે 4 ઓવરમાં 22 રન આપ્યા હતા.

આ પણ વાંચોઃ Robin Uthappa: ડેબ્યૂ મેચમાં ફીફટી લગાવી, વિશ્વકપ અને IPL વિજેતા ટીમનો હિસ્સો રહ્યો હતો, પરંતુ ટીમ ઇન્ડિયામાં જલ્દી થી થઇ ગયો બહાર

આ પણ વાંચોઃ Geeta Phogat 2.0: ‘દંગલ ગર્લે’ 3 વર્ષ પછી લોકોની વાતને અવગણીને પુરુષ કુસ્તીબાજો સાથે લીધી તાલીમ

g clip-path="url(#clip0_868_265)">