AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ફરી થશે 26/11 જેવો હુમલો ! મુંબઈ પોલીસને પાકિસ્તાની નંબર પરથી મેસેજ મળ્યો

મુંબઇમાં ફરી 26/11 (26/11 Mumbai Attack) જેવો હુમલો કરવાની ધમકી મળી છે. એક પાકિસ્તાની નંબર પરથી મુંબઇ ટ્રાફિક કંટ્રોલને વોટ્સએપ પર ધમકીભર્યો મેસેજ મળ્યો છે.

ફરી થશે 26/11 જેવો હુમલો ! મુંબઈ પોલીસને પાકિસ્તાની નંબર પરથી મેસેજ મળ્યો
ફરી થઇ શકે છે 26/11 જેવો હુમલો !
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 20, 2022 | 9:13 AM
Share

મુંબઈ પોલીસના (Mumbai Police) ટ્રાફિક કંટ્રોલને એક પાકિસ્તાની નંબર પરથી ધમકીભર્યો સંદેશ મળ્યો છે. જે પછી મુંબઇની સુરક્ષા એજન્સીઓ (Security Agency) એક્શનમાં આવી ગઈ છે. ધમકી આપનાર વ્યક્તિએ ટ્રાફિક કંટ્રોલના વોટ્સએપ નંબર પર એક મેસેજમાં લખ્યું છે કે મુંબઈમાં 26/11નો (26/11 Mumbai Attack) બીજો હુમલો થવાની શક્યતા છે. આ ધમકીભર્યો મેસેજ પાકિસ્તાની નંબર પરથી આવ્યો છે. મેસેંજરે લખ્યું છે કે, જો તમે લોકેશન ટ્રેસ કરશો તો તે ભારતની બહાર દેખાશે અને બ્લાસ્ટ મુંબઈમાં થશે. આ મેસેજમાં કહેવામાં આવ્યું છે કે ભારતમાં 6 લોકો આ કામ કરશે.  મેસેજમાં લખવામાં આવ્યું છે કે ભારતમાં 6 લોકો આ કામ કરશે. હાલ મુંબઈ પોલીસ આ મામલે તપાસ કરી રહી છે. આ સાથે અન્ય એજન્સીઓને પણ આ અંગે જાણ કરવામાં આવી છે.

રાયગઢ જિલ્લામાં ત્રણ એકે-47 રાઈફલ મળી આવી

ગુરુવારે રાયગઢ જિલ્લાના હરિહરેશ્વર-શ્રીવર્ધન કિનારે એક શંકાસ્પદ બોટ મળી આવી હતી, જેમાં ત્રણ એકે-47 રાઈફલ અને કારતૂસ મળી આવ્યા હતા. જોકે, અધિકારીઓએ કહ્યું હતું કે આ કેસમાં આતંકવાદની કોઈ કડી નથી. બોટમાંથી હથિયારો મળી આવતા લોકોમાં ગભરાટ ફેલાયો હતો. પરંતુ મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન અને ગૃહ પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે કહ્યું કે આ કેસમાં કોઈ આતંકવાદી કડી મળી નથી. ફડણવીસે ગુરુવારે રાજ્યની વિધાનસભામાં જણાવ્યું હતું કે બોટનું નામ લેડીહાન છે અને તેની માલિક એક ઓસ્ટ્રેલિયન મહિલા છે.

મસ્કતથી યુરોપ જતી વખતે બોટ ભટકી ગઈ હતી

ડેપ્યુટી સીએમ દેવેન્દ્ર ફડણવીસે વિધાનસભામાં નિવેદન આપ્યું હતું કે, મસ્કતથી યુરોપ જતી વખતે આ બોટ રાયગઢ કિનારે રસ્તો ભુલી ગઈ હતી. તેણે જણાવ્યું હતું કે, બોટ ઓસ્ટ્રેલિયન મહિલાના નામે રજીસ્ટર્ડ છે. બોટનો કેપ્ટન મહિલાનો પતિ જેમ્સ હોબર્ટ છે. આ બોટ મસ્કતથી યુરોપ જઈ રહી હતી. 26 જૂન 2022ના રોજ સવારે 10.00 વાગ્યે બોટનું એન્જિન ફેલ થઈ ગયું હતું. બોટમાં સવાર લોકોએ મદદ માટે વિનંતી કરી. તે જ દિવસે બપોરે એક વાગ્યે કોરિયન યુદ્ધ જહાજે નાવિકોને બોટમાંથી બચાવીને ઓમાનને સોંપ્યા હતા.

તેલના ખેલમાં ઈરાનનો 'માસ્ટરસ્ટ્રોક'
તેલના ખેલમાં ઈરાનનો 'માસ્ટરસ્ટ્રોક'
PM મોદીએ ઈરાનના હુમલાઓ અંગે UAEના પ્રિન્સ-બહેરીનના રાજા સાથે કરી વાત
PM મોદીએ ઈરાનના હુમલાઓ અંગે UAEના પ્રિન્સ-બહેરીનના રાજા સાથે કરી વાત
શેરબજારમાં મોટો કડાકો, સોના-ચાંદીના ભાવમાં પણ તેજી
શેરબજારમાં મોટો કડાકો, સોના-ચાંદીના ભાવમાં પણ તેજી
ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં 40 ડિગ્રીએ પહોંચશે ગરમીનો પારો
ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં 40 ડિગ્રીએ પહોંચશે ગરમીનો પારો
ઈરાન-ઈઝરાયલ યુદ્ધની પરિસ્થિતિ વચ્ચે દુબઈમાં અટવાયો સુરતનો આખો પરિવાર
ઈરાન-ઈઝરાયલ યુદ્ધની પરિસ્થિતિ વચ્ચે દુબઈમાં અટવાયો સુરતનો આખો પરિવાર
શું યુદ્ધ લાંબુ ચાલશે તો પેટ્રોલ-ડીઝલના ભાવ વધશે ?
શું યુદ્ધ લાંબુ ચાલશે તો પેટ્રોલ-ડીઝલના ભાવ વધશે ?
ઈરાન-ઈઝરાયલ યુદ્ધ વચ્ચે પાલનપુરના 20 યુવકો દૂબઈમાં અટવાયા
ઈરાન-ઈઝરાયલ યુદ્ધ વચ્ચે પાલનપુરના 20 યુવકો દૂબઈમાં અટવાયા
ઈઝરાયેલ-અમેરિકાએ ઈરાનના કોર્ણાક નેવલ બેઝ પર કર્યો હુમલો
ઈઝરાયેલ-અમેરિકાએ ઈરાનના કોર્ણાક નેવલ બેઝ પર કર્યો હુમલો
ફરી એકસાથે દેખાયા ભાજપના જયેશ રાદડિયા અને AAPના ગોપાલ ઈટાલિયા
ફરી એકસાથે દેખાયા ભાજપના જયેશ રાદડિયા અને AAPના ગોપાલ ઈટાલિયા
ડુંગળી પકવતા ખેડૂતો માટે "પડ્યા પર પાટુ" જેવી સ્થિતિ સર્જાઈ
ડુંગળી પકવતા ખેડૂતો માટે
g clip-path="url(#clip0_868_265)">