AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ahmedabad: દોઢ વર્ષના પ્રેમલગ્નનો કરુણ અંજામ, યુવતીએ પાંચ માસના દીકરા સાથે કર્યો આપઘાત, જાણો સમગ્ર મામલો

Ahmedabad: અમરાઇવાડીમાં રહેતી પરિણીતાએ પોતાના પાંચ માસના પુત્ર સાથે નદીમાં પડતું મૂકીને આપઘાત કર્યો હોવાની ઘટના સામે આવી છે. દોઢ વર્ષના પ્રેમ લગ્નનો કરુણ અંજામ આવ્યો છે.

Ahmedabad: દોઢ વર્ષના પ્રેમલગ્નનો કરુણ અંજામ, યુવતીએ પાંચ માસના દીકરા સાથે કર્યો આપઘાત, જાણો સમગ્ર મામલો
પ્રતિકાત્મક તસવીર
Mihir Soni
| Edited By: | Updated on: Jan 17, 2022 | 6:07 PM
Share

Ahmedabad: અમરાઇવાડીમાં રહેતી પરિણીતાએ પોતાના પાંચ માસના પુત્ર સાથે નદીમાં પડતું મૂકીને આપઘાત (suicide) કર્યો હોવાની ઘટના સામે આવી છે. દોઢ વર્ષના પ્રેમ લગ્નનો કરુણ અંજામ આવ્યો છે. હાલ રિવરફ્રન્ટ પોલીસે પતિ વિરુદ્ધ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. વધુ એક પ્રેમ લગ્નનો દુઃખદ અંત આવ્યો છે. અમરાઇવાડીમાં રહેતી યુવતીએ પોતાના પાંચ માસના દીકરા સાથે રીવરફ્રન્ટ નજીક નદીમાં પડતું મૂકીને આપઘાત કર્યો હતો. ઘટનાની વાત કરીએ તો 26 વર્ષીય યુવતીએ પોતાના પાંચ માસના દીકરા ધ્રુવ સાથે રિવરફ્રન્ટ આવી હતી.

અને દીકરા સાથે નદીમાં પડતું મૂકીને આપઘાત કરી લીધો હતો. ફાયરબ્રિગેડની ટીમે મહિલા અને તેના સંતાનનો મૃતદેહ બહાર કાઢીને તેના પરિવારને સોંપ્યો હતો. પરિવારે દીકરીએ દારૂડિયા પતિ રાજેશ મારુ અને તેના સાસરિયાથી કંટાળીને આપઘાત કર્યો હોવાનો આક્ષેપ કર્યો છે. એકની એક દીકરીના આપઘાતથી પરિવાર ભાંગી પડ્યો છે. અને આરોપી પતિને સજા થાય તેવી માંગ કરી રહ્યા છે.

અમરાઇવાડીમાં આવેલ ન્યુ જય ભવાનીનગરમાં રહેતી આ યુવતી એમકોમ સુધી ભણી છે અને ખાનગી બેંકમાં નોકરી કરતી હતી. દોઢ વર્ષ પહેલાં તેના પડોશમાં રહેતા રાજેશ મારુ સાથે મિત્રતા થઈ. બન્ને વચ્ચે પ્રેમ સંબંધ બધાંયો. દોઢ વર્ષ પહેલાં જ બન્ને કોર્ટમાં લગ્ન કર્યા. રાજેશ કોઈ કામ કરતો ન હતો અને દારૂ પીવાની કુટેવ હોવાનો આક્ષેપ મનીષા ના પરિવારે કર્યો છે.

અગાઉ પણ રાજેશએ બે યુવતી સાથે લગ્ન કર્યા હતા. અને ત્રીજા લગ્ન આ યુવતી સાથે કર્યા હતા. બન્ને પતિ પત્ની વચ્ચે છેલ્લા ઘણા સમયથી તકરાર ચાલતી હતી. જેથી 15 દિવસ પહેલા જ યુવતીએ પતિ વિરુદ્ધ મારામારીને લઈને ફરિયાદ નોંધાવી હતી. પરંતુ પતિનો માર અને માનસિક ત્રાસ સહન નહિ થતા મનીષાએ પોતના બાળક સાથે દુનિયાને અલવિદા કહેવાનો નિર્ણય લીધો. રીવરફ્રન્ટ પોલીસે પતિ અને સાસરિયા વિરુદ્ધ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

ભિલોડા બાદ અમરાઇવાડીમાં પ્રેમ લગ્નનો કડવો અનુભવે આશાસ્પદ યુવતીનો ભોગ લેવાયો. રીવરફ્રન્ટ વેસ્ટ પોલીસે 5 માસના બાળક સાથે આપઘાત કરતા મૃતક વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધ્યો. જ્યારે આપઘાતના દુષપ્રેરણાને લઈને પતિ અને સાસુ સસરાની ધરપકડની કાર્યવાહી શરૂ કરી.

આ પણ વાંચો: Marine Archaeology: જીવનમાં સાહસ સાથે સારા પૈસા જોઈએ છે? મરીન આર્કિયોલોજિસ્ટ બનો, જાણો અભ્યાસક્રમ, નોકરીની તકો વિશે

આ પણ વાંચો: Coast Guard Recruitment 2022: દેશ સેવા માટે મળી રહી છે તક, 96 પોસ્ટની વેકેન્સી માટે જાણો જરૂરી યોગ્યતા અને અરજી કરવાની રીત

g clip-path="url(#clip0_868_265)">