Coast Guard Recruitment 2022: દેશ સેવા માટે મળી રહી છે તક, 96 પોસ્ટની વેકેન્સી માટે જાણો જરૂરી યોગ્યતા અને અરજી કરવાની રીત
Coast Guard Recruitment 2022 માટે કેવી રીતે અરજી કરવાની છેલ્લી તારીખ જાન્યુઆરી 31, 2022 છે.
ઇન્ડિયન કોસ્ટ ગાર્ડ (ICG) માં 96 જગ્યાઓ માટે વેકેન્સી બહાર પાડવામાં આવી છે. રસ ધરાવતા ઉમેદવારો અધિકૃત વેબસાઇટ indiancoastguard.gov.in દ્વારા અરજી કરી શકે છે. અધિકૃત વેબસાઇટ (Coast Guard Recruitment 2022)પર જારી કરાયેલ નોટિફિકેશન અનુસાર પસંદ કરાયેલ ઉમેદવારોને કોચી, મુરુડ, મુંબઈ, દમણ, રત્નાગીરી, કાવારત્તી, ગોવા, જાંગીરા વગેરેમાં નિમણુંક કરવામાં આવશે. આ જગ્યાઓ માટે અરજી કરવાની છેલ્લી તારીખ 31 જાન્યુઆરી 2022 છે.
Coast Guard Recruitment 2022 ની વેકેન્સીની વિગતો
- ફાયરમેન – 53
- સિવિલિયન મોટર ટ્રાન્સપોર્ટ ડ્રાઈવર – 11
- એન્જિન ડ્રાઈવર – 5
- ફાયર એન્જિન ડ્રાઈવર – 5
- મોટર ટ્રાન્સપોર્ટ ફીટર- 5
- લસ્કર – 5
- મલ્ટી ટાસ્કીંગ સ્ટાફ – 3
- સ્ટોર કીપર ગ્રેડ – 3
- સારંગ લસ્કર – 2
- અકુશળ મજૂર – 2
- સ્પ્રે પેઇન્ટર – 1
- મોટર ટ્રાન્સપોર્ટ મિકેનિક – 1
Coast Guard Recruitment 2022 માટે કેવી રીતે અરજી કરવી ?
ઉમેદવારોએ પહેલા સત્તાવાર વેબસાઇટ પર જવું અને અરજી ફોર્મ ડાઉનલોડ કરવું આવશ્યક છે. અરજી ફોર્મ યોગ્ય રીતે ભર્યા પછી, વેબસાઈટ પર આપેલા સરનામે સામાન્ય પોસ્ટ દ્વારા જરૂરી દસ્તાવેજોની સ્વ પ્રમાણિત નકલો મોકલો. પસંદ કરાયેલ ઉમેદવારોનો પગાર ધોરણ રૂ. 5200-20,200 હશે.
અરજી ફી અને પ્રક્રિયા
સામાન્ય / ઓબીસી ઉમેદવારો માટે – કોઈ ફી નથી SC/ST/PWBD/મહિલા/પૂર્વ માટે – કોઈ ફી નથી
મેરિટ લિસ્ટ/લેખિત પરીક્ષા/કૌશલ્ય કસોટી/દસ્તાવેજ ચકાસણી વગેરે જેવી પ્રક્રિયાઓ વિભાગ દ્વારા હાથ ધરવામાં આવશે જેમાં તેમની કામગીરીના આધારે પસંદગી કરવામાં આવશે.
અરજી સબમિટ કરવાની છેલ્લી તારીખ
Coast Guard Recruitment 2022 માટે કેવી રીતે અરજી કરવાની છેલ્લી તારીખ જાન્યુઆરી 31, 2022 છે.
Coast Guard Recruitment 2022 ના સત્તાવાર નોટિફિકેશન માટે અહીં ક્લિક કરો.
આ પણ વાંચો : RBI Recruitment 2022: રિઝર્વ બેંકમાં લીગલ ઓફિસર સહિત અનેક જગ્યાઓ પર નોકરી મેળવવાની તક, જુઓ તમામ વિગતો
આ પણ વાંચો : ESIC Recruitment 2022: ESICમાં UDC અને MTS માટે અરજી પ્રક્રિયા શરૂ, 3800થી વધુ જગ્યાઓ પર થશે ભરતી