AHMEDABAD : શિવરંજની હિટ એન્ડ રન કેસમાં પર્વ શાહની મુશ્કેલીમાં વધારો, એક દિવસના રિમાન્ડ મંજૂર

|

Jun 30, 2021 | 6:52 PM

AHMEDABAD : શિવરંજનીહિટ એન્ડ રન કેસમાં આરોપી પર્વ શાહને પોલીસે કોર્ટ સમક્ષ રજૂ કર્યો. 304 મુજબનો ગુનો દાખલ કરવા અંગે ટ્રાફિક પોલીસે ગ્રામ્ય કોર્ટ સમક્ષ મંજૂરી માગી હતી.

AHMEDABAD : શિવરંજની હિટ એન્ડ રન કેસમાં પર્વ શાહની મુશ્કેલીમાં વધારો, એક દિવસના રિમાન્ડ મંજૂર
કારચાલક પર્વ શાહ

Follow us on

AHMEDABAD: શહેરના શિવરંજની ચાર રસ્તા નજીક બનેલા ચકચારી હિટ એન્ડ રન કેસમાં આરોપી પર્વ શાહને પોલીસે કોર્ટ સમક્ષ રજૂ કર્યો. આરોપીની વધુ પુછપરછ કરવા અને 304 મુજબનો ગુનો દાખલ કરવા અંગે ટ્રાફિક પોલીસે ગ્રામ્ય કોર્ટ સમક્ષ મંજૂરી માગી હતી. જેમાં કોર્ટે 304 ગુનાનો ઉમેરો કરવાની મંજૂરી આપતાં હવે પર્વ શાહની મુશ્કેલીમાં વધારો થયો છે. ત્યારે આ કેસમાં પોલીસ હવે 304 મુજબ ગુનાની તપાસ કરશે.

જે પ્રાથમિક દ્રષ્ટિએ સદોષ માનવવધનો ગુનો બનતો હોવાની રજૂઆત કોર્ટ સમક્ષ મૂકવામાં આવી હતી. ત્યારે કોર્ટે આરોપી પર્વ શાહના આવતીકાલ બપોર 1 વાગ્યા સુધીના રિમાન્ડ ગાહ્ય રાખ્યા હતા. અને 304 મુજબની કલમનો ઉમેરો કરવાનું પોલીસ રિપોર્ટ પણ મંજૂર કર્યો છે.

રિમાન્ડ દરમિયાન થયેલ દલીલ આરોપીના રિકન્ટ્રકસન અને આરોપી આંખ ચેકઅપ કરાવવા માટે કોર્ટે એક દિવસના રિમાન્ડ મંજૂરી આપી છે. ઉલ્લેખનીય છે કે નજરે જોનારા સાક્ષી અને સીસીટીવી ફૂટેજના આધારે કલમ 304 નો ઉમેરો કરવા માટે કોર્ટ મંજૂરી આપી છે.

આજનું રાશિફળ તારીખ : 21-09-2024
તમારા મગજને શાર્પ કરવાની 10 સરળ રીતો
132 કરોડ રૂપિયાનો માલિક છે અશ્વિન, ઘરની કિંમત જાણીને ચોંકી જશો
ડિનર પહેલાં અને ડિનર પછી દારૂ પીવામાં શું તફાવત છે, દરેકે જાણવું જોઈએ
પૂર્વ દિશામાં પગ રાખીને સૂવાથી શું થાય છે ?
ગુજરાતી સિંગર અરવિંદ વેગડાના ગીત વગર ખેલૈયાની નવરાત્રી અધુરી છે, જુઓ ફોટો

એફઆઇઆરમાં પોલીસે લગાવી છે કલમ 304 (a), જે મુજબ આરોપીને બે વર્ષની સજા અને દંડની જોગવાઇ છે. હવે કલમ ૩૦૪ ઉમેરવાની કોર્ટ પરવાનગી આપતાં આરોપીને દસ વર્ષથી લઈ આજીવન કેદની સજા થઇ શકે તેવી કાયદાકીય જોગવાઈ છે. હવે કોર્ટ 304 ની કલમ ઉમેરવાની પરવાનગી આપતાં આ કેસની ટ્રાયલ સેશન્સ કોર્ટમાં ચલાવવામાં આવશે.

શિવરંજની હિટ એન્ડ રન કેસમાં (Shivaranjani Hit and run case) પુરઝડપે કાર હંકારી ફૂટપાથ પર સુઈ રહેલા શ્રમજીવી કચડી નાખનાર પર્વ શાહે પોલીસ સમક્ષ આત્મસમર્પણ કર્યું હતું. આ અકસ્માતમાં એક મહિલાનું મોત અને 3 લોકોને ગંભીર ઈજા પહોંચી હતી. પોલીસે કારચાલક પર્વ શાહનું નિવેદન લઇ તેનો કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યાં બાદ તેને મેડિકલ ચેકઅપ કરાવ્યા પછી મોડી રાત્રે કારચાલક પર્વ શાહની કાયદેસર ધરપકડ થઇ હતી.પર્વ શાહે એક રાત પોલીસની કસ્ટડીમાં વિતાવવી પડી હતી.

અકસ્માતના સીસીટીવીમાં પર્વ શાહ કારની પાછળ અન્ય એક બ્લેક કલરની કાર જોવા મળે છે.બન્ને ગાડી રેસ લગાવતા હોય તેવું લાગી રહ્યું હતું. પરંતુ, પર્વ શાહએ પોતાના નિવેદનમાં એવું લખાવ્યું છે કે સિંધુ ભવન પાસે તે તેના 3 મિત્રો સાથે બેઠો હતો. અને ત્યારબાદ ત્યાંથી રાત્રે 12.30 વાગ્યે ઘરે જવા નીકળ્યા ત્યારે બ્લેક કલરની કાર પીછો કરતી હતી.

Published On - 6:23 pm, Wed, 30 June 21

Next Article