અમદાવાદ : મોબાઇલની આદત બાળકો અને સગીરો માટે જોખમી, આ કિસ્સો વાંચી વાલીઓ ચેતી જજો
ચોંકાવનારી બાબત એ છે કે આનંદનગરમાં 11 વર્ષની બાળકીની ભાગી જવાની ઘટના પાછળ એક એવી વર્ચયુલી ઘટના છુપાયેલી જે સમાજ માટે આવનારા દિવસોમાં ખતરાની ઘંટી બનીને સામે આવી શકે છે.
Ahmedabad : ટેકનોલોજીના (Mobile)યુગમાં બાળકો અને ટીનેજર્સ માટે સોશિયલ મિડીયા (Social Media)જોખમી બન્યું છે. ઓનલાઇન એજ્યુકેશનની આડમાં સોશિયલ મિડીયાનો ભરપુર ઉપયોગ કરતા બાળકોની માનસીકતા પર ખરાબ અસર પડે છે. સેટેલાઇટમાં શિક્ષકે ઠપકો આપતા બે બાળકો ઘર છોડ્યું. તો સોશિયલ મીડિયામાં પ્રેમમાં પડેલી 11 વર્ષની બાળકીને પ્રેમી અપહરણ કરીને લઈ ગયો.
સેટેલાઇટમાં હોમવર્ક માટે શિક્ષકે ઠપકો આપતા બે સગીર સ્કૂલે જવાના બદલે રેલવે સ્ટેશન પહોંચ્યા. જ્યાં બે સગીરો 24 કલાક સુધી બહાર રહ્યા હતા. જ્યારે આનંદનગરમાં 11 વર્ષની કિશોરી સોશિયલ મીડિયાથી પ્રેમમાં પડી અને વેલેન્ટાઇન ડેના બીજા દીવસે 18 વર્ષના યુવક સાથે નાસી ગયા હોવાનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. જેમાં પોલીસે કીશોરીને શોધી લીધી છે. જ્યારે યુવક નાસી છુટ્યો છે. જ્યારે બન્ને સગીર પર ટ્રેનમાં બેસીને ક્યાં જતા રહે તે પહેલાં જ પોલીસે તેઓને શોધીને પરિવારને સોંપ્યા છે. આ બન્ને કિસ્સામાં સોશિયલ મીડિયા અને ઓનલાઈન એજ્યુકેશનને લઈને બાળકોની માનસિકતા પર અસર જોવા મળી છે.
ચોંકાવનારી બાબત એ છે કે આનંદનગરમાં 11 વર્ષની બાળકીની ભાગી જવાની ઘટના પાછળ એક એવી વર્ચ્યુઅલી ઘટના છુપાયેલી જે સમાજ માટે આવનારા દિવસોમાં ખતરાની ઘંટી બનીને સામે આવી શકે છે. કિશોરી ઓનલાઇન એજ્યુકેશનની સાથોસાથ સોશિયલ મિડીયાનો ભરપુર ઉપયોગ કરતી હતી. જેના કારણે તે પડોશમાં રહેતા યુવકના પ્રેમમાં પડી. બન્ને જણાએ એક બીજાનો મોબાઇલ નંબર આપલે કર્યો અને બાદમાં ઇન્સ્ટાગ્રામ અને ફેસબુકમાં ચેટીંગ કરવાની શરુ કર્યુ હતું. બન્ને જણા એટલી હદે સોશિયલ મિડીયામાં મશગુલ થઇ ગયા કે તેઓ ભણાવાની ઉંમરે ઘર છોડીને નાસી ગયા હતા.પરંતુ પોલીસે મોબાઇલ લોકેશનના આધારે બાળકીને શોધીને પરિવારને સોંપી.
ધ્યાનમાં રાખવાના મુદ્દા
બાળકોને બને તો મોબાઇલ ફોન આપવા નહી. ખોટી જન્મ તારીખ નાખીને સોશિયલ મિડીયાના એકાઉન્ટ ખોલતા અટકાવવા સોશિયલ મિડીયામાં બાળક કોની સાથે ચેટીગ કરે છે તેના પર ધ્યાન રાખવું મોબાઇલ ફોનની એપ્લીકેશનમાં લોક રાખવું એજ્યુકેશન સમયે માતા પિતાએ બાળકો સાથે બેસવુ જેથી તે સોશિયલ મિડીયાનો ઉપયોગ કરે નહીં
મહત્વનું છે કે સ્માર્ટ ફોન અને સોસીયલ મીડિયાની લતે બાળકોના માનસ પર ગંભીર અસર કરી છે. જેથી બાળકોને સોશિયલ મીડિયા અને મોબાઈલથી દુર રહે તો જ સલામત રાખી શકાય.
આ પણ વાંચો : Kutch : વતન પ્રેમને વંદન, હોસ્પિટલ નિર્માણ માટે 580 દાતાઓએ જાહેર કર્યું 110 કરોડનુ દાન