Kutch : વતન પ્રેમને વંદન, હોસ્પિટલ નિર્માણ માટે 580 દાતાઓએ જાહેર કર્યું 110 કરોડનુ દાન
કચ્છમાં સરકારની આરોગ્ય સેવાની ત્રુટીઓ પુર્ણ કરવાનુ કામ સામાજીક સંસ્થાઓ કરી રહી છે. કચ્છમાં અનેક એવી સંસ્થા છે. જે આરોગ્ય ક્ષેત્રે દુર્ગમ વિસ્તારમાં મોટુ યોગદાન આપે છે. કચ્છી લેવા પટેલ સમાજ પણ ભુજમાં સારી સુવિધા સાથે લેવા પટેલ હોસ્પિટલના માધ્યમથી આરોગ્ય ક્ષેત્રે મોટુ યોગદાન આપી રહી છે
કચ્છમાં(Kutch) જ્યારે ભુકંપ આવ્યો અને તત્કાલીન વડાપ્રધાન અટલબિહારી બાજપાઇએ કચ્છને આધુનીક હોસ્પિટલની ભેટ આપી હતી. જેમાં ટ્રોમા સેન્ટર સહિત તમામ પ્રકારની સારવાર મળી શકે તેવી સુવિદ્યા ઉભી કરવાનુ આયોજન હતુ. જે આજે પણ શક્ય બન્યુ નથી અને ગંભીર પ્રકારની મેડીકલ સારવાર માટે આજે પણ કચ્છના લોકોને કચ્છ બહાર જવુ પડે છે. હ્દયરોગ,કેન્સર જેવી બિમારી હોય કે મોટા અકસ્માત સમયે જટીલ શસ્ત્રક્રિયા મુશ્કેલીના અનેક કિસ્સાઓ આરોગ્ય ક્ષેત્રે કચ્છ સામે આવ્યા છે. જો કે હવે કેન્સર,કીડની, હ્રદયરોગ તથા ટ્રોમા સેન્ટરની સુવિધા કચ્છમાં જ દાનવીરોની મદદથી કચ્છને મળશે. કચ્છમાં આરોગ્ય શિક્ષણ ક્ષેત્રે(Health Facilities) મોટુ યોગદાન આપતા કચ્છી લેવા પટેલ સમાજના પ્રયાસોથી આધુનિક સગવડો સાથેની 200 બેડની હોસ્પિટલ(Hospital) કચ્છને ભેટમાં મળશે સંભવત એપ્રીલના મધ્યમાં હોસ્પિટલને વડાપ્રધાનના હસ્તે ખુલ્લી મુકવામાં આવશે જો કે સંપુર્ણ પ્રોજેક્ટ 200 કરોડનો છે જે માટે હજુ પણ કચ્છી દાતાઓએ તૈયારી દર્શાવી છે.
દાતાઓના વતનપ્રેમથી શક્ય બન્યું
કચ્છમાં સરકારની આરોગ્ય સેવાની ત્રુટીઓ પુર્ણ કરવાનુ કામ સામાજીક સંસ્થાઓ કરી રહી છે. કચ્છમાં અનેક એવી સંસ્થા છે. જે આરોગ્ય ક્ષેત્રે દુર્ગમ વિસ્તારમાં મોટુ યોગદાન આપે છે. કચ્છી લેવા પટેલ સમાજ પણ ભુજમાં સારી સુવિધા સાથે લેવા પટેલ હોસ્પિટલના માધ્યમથી આરોગ્ય ક્ષેત્રે મોટુ યોગદાન આપી રહી છે ત્યારે હવે અંદાજીત 200 કરોડનો ખર્ચ દાતાઓના સહયોગથી ભેગો કરી કચ્છને ટ્રોમા સેન્ટરથી લઇ કેન્સર,કિડની તથા હ્દયની શસ્ત્રક્રિયાના જટીલ ઓપરેશન કે સારવાર માટે કચ્છ બહાર જવુ નહી પડે લેવા પટેલ સમાજે વિદેશ વસ્તા દાતાઓને હોસ્પિટલ બનાવવા માટેની પહેલ કરી હતી. તેમજ જોતજોતામાં જમીનથી લઇ હોસ્પિટલ નિર્માણ માટે કરોડો રૂપિયાનું દાન એકત્ર થઇ ગયું કચ્છના અનેક વિદેશ વસ્તા દાતાઓએ વતનપ્રેમ દર્શાવી ઉદાર હાથે દાન આપ્યુ છે.
589 દાતાઓએ આપ્યું 110 કરોડનુ દાન
18 લાખથી વધુની વસ્તી ધરાવતા કચ્છ જીલ્લામાં સારી આરોગ્ય સેવાની નેમ માટે કચ્છી લેવા પટેલ સમાજ અને તેમના દ્રારા સંચાલિત એજ્યુકેશન મેડીકલ ટ્રસ્ટ દ્રારા આધુનીક હોસ્પિટલ માટેના પ્રયાસો શરૂ કર્યા હતા અને જોત જોતામા 110 કરોડની રકમ અત્યાર સુધી એકત્ર થઇ ગઇ છે. જેમાં સામત્રાના કચ્છી NRI દાતા કે.કે.પટેલ એકલાએ જ જમીન માટે 25 કરોડ અને હોસ્પિટલ માટે 25 કરોડ મળી કુલ 50 કરોડનુ દાન જાહેર કર્યુ છે તો આ ઉપરાંત કચ્છની વિવિધ ધાર્મીક સંસ્થાઓ સ્વામીનારાયણ મંદિર તથા દાતાઓએ કુલ મળી 110 કરોડનુ દાન જાહેર કરી હોસ્પિટલ ઉભી કરવામાં યોગદાન આપ્યુ છે.
કચ્છને મળશે મોટી હોસ્પિટલની ભેટ
240 હજાર સ્કવેરફુટમાં તૈયાર થયેલી આ હોસ્પિટલમાં કુલ 200 બેડની કેપીસીટી સાથેની હોસ્પિટલનુ નિર્માણ કરાયુ છે. 6 માળની ઇમારતમાં કેન્સર,હ્દય,કિડની તથા ટ્રોમા સેન્ટરને લગતા અલગ-અલગ વિભાગો બનાવાયા છે. જેથી કચ્છના લોકોને હવે મુશ્કેલી વેઠવા કચ્છ બહાર નહી જવુ પડે હોસ્પિટલનુ સંપુર્ણ સંચાલન લેવા પટેલ સમાજ અને મેડીકલ-એજ્યુકેશન ટ્રસ્ટ કરશે તો નિષ્ણાત તબીબો માટે વિવિધ હોસ્પિટલ સાથે પણ કરારો કરાયા છે. જે કચ્છમાં સેવા આપશે સરહદીય જીલ્લા કચ્છમાં સરક્ષણ અને વિસ્તારની દ્રષ્ટ્રીએ આ પ્રકારની આરોગ્ય સેવા કચ્છ માટે એક મોટી ભેટ છે. કચ્છ લેવા પટેલ સમાજના પ્રમુક વેલજી રામજી પીંડોરીયા તથા મેડીકલ એજ્યુકેશન ટ્રસ્ટના પ્રમુખ ગોપાલ ગોરસીયા તથા તેની ટીમે આ પ્રોજેક્ટ માટે કામ કરી રહી છે.
કચ્છમાં સરકાર અને સંસ્થાઓના સહકારથી પ્રાથમિક આરોગ્ય સુવિધાનુ માળખુ મજબુત થયુ છે. પરંતુ જટીલ અને ગંભીર પ્રકારની ઇમરજન્સી આરોગ્ય સારવાર માટે આજે પણ લોકોને કચ્છ બહાર જવુ પડે છે તે વાસ્તવિક્તા છે. જો કે હવે એપ્રિલમાં આ હોસ્પિટલ શરૂ થયા બાદ કચ્છના લોકોને કેન્સર,કિડની સહિતના ગંભીર બિમારીની સારવાર કચ્છમાં જ મળી રહેશે
આ પણ વાંચો : સુરત પોલીસ એક્શનમાં: સ્પેશિયલ ડ્રાઇવ શરૂ કરી ઘાતક હથિયારો સાથે 402ને ઝડપી લીધા
આ પણ વાંચો : વડોદરામાં પણ સાગમટે બદલીને ઘાણવોઃ પોલીસ કમિશ્નરે કારેલીબાગ પોલીસ સ્ટેશનના સમગ્ર સ્ટાફની એક સાથે બદલી કરી નાખી