Ahmedabad: બોપલમાંથી મિસિંગ થયેલા યુવકની હત્યા થઈ હોવાનો ખુલાસો, બે આરોપીની થઈ ધરપકડ, જાણો સમગ્ર મામલો

Ahmedabad: પોલીસ કસ્ટડીમાં જોવા મળતા આ બન્ને આરોપી વાસુ સૈની અને અમિત સૈનીએ મિત્ર બનીને મિત્રતાનું ખૂન કર્યું.

Ahmedabad: બોપલમાંથી મિસિંગ થયેલા યુવકની હત્યા થઈ હોવાનો ખુલાસો, બે આરોપીની થઈ ધરપકડ, જાણો સમગ્ર મામલો
two accused arrested
Follow Us:
Mihir Soni
| Edited By: | Updated on: Dec 06, 2021 | 6:12 PM

Ahmedabad: પોલીસ કસ્ટડીમાં જોવા મળતા આ બન્ને આરોપી વાસુ સૈની અને અમિત સૈનીએ મિત્ર બનીને મિત્રતાનું ખૂન કર્યું. ઘટનાની વાત કરીએ તો બોપલમાં રહેતા સોફ્ટવેર એન્જીનીયર અંકિત મહેતા 9 નવેમ્બરના દિવસથી મિસિંગ હોવાની ફરિયાદ પોલીસ સ્ટેશનમાં નોંધાઈ હતી.

જેની તપાસ કરતા આદિસિદ્ધ કન્સ્ટ્રક્શન સાઈટ પર સુપરવાઇઝર અમિત સૈની અને સિક્યુરિટી ગાર્ડ સમરથ લબાના તેમજ અમિત નો પિતરાઈ ભાઈ વાસુ સૈનીએ હત્યા કરી હોવાનો ખુલાસો થયો હતો. આરોપીએ અંકિત મહેતાને મધ્યપ્રદેશ લઈ જઈને હત્યા કરી અને તેના બેંકના ખાતા માથી 6.50 લાખ ઉપાડી લીધા હતા. હાલ આ હત્યાને લઈને બોપલ પોલીસે બે આરોપીની ધરપકડ કરી છે.

મૃતક અંકિત મહેતા અને અમિત સૈની મિત્રો હતા. તેઓ દારૂની મહેફિલ માળવા માટે આદીસિદ્ધ કન્સ્ટ્રક્શન સાઈટ પર મળતા હતા. 9 નવેમ્બરની રાત્રે પણ તેઓ દારૂ પિવા એકઠા થયા હત ત્યારે આરોપીને અંકિત પાસે બેંકમાં લાખો રૂપિયા હોવાની જાણ થતાં આરોપીએ હત્યાનું ષડયંત્ર રચ્યું અને પ્રાઈમ મુવર્સ ટેકનોલોજી પ્રાઈવેટ લિમિટેડ માથી સેલ્ફ ડ્રાઈવ ગાડી બુક કરાવી હતી. અને અંકિત મહેતાને દારૂ ના નશામાં ગાડીમાં બોપલ થી મધ્યપ્રદેશના ઉજ્જેન લઈ ગયા. જ્યાં ગાડીમાં અંકિતની હત્યા કરી અને ત્યાર બાદ તેના મોબાઈલનો ઉપયોગ કરીને ગ્રાહક સુરક્ષા કેન્દ્ર નામના એકાઉન્ટ માં 6.50 લાખ નું ટ્રાન્સફર કર્યું. પોલીસે તપાસ કરતા અમિત અને વાસુ ઝડપાઇ ગયા હતા. જ્યારે સમરથ ફરાર થઈ ગયો હતો.

યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ

બોપલ પોલીસે હત્યાના કેસમાં બંને આરોપીના રિમાન્ડ મેળવીને તપાસ માટે મધ્યપ્રદેશ રવાના થઈ છે. જયારે આરોપીના સીસીટીવી મેળવીને ફરાર આરોપીની શોધખોળ શરૂ કરી છે.

આ પણ વાંચો: BRO Recruitment 2021: બોર્ડર રોડ ઓર્ગેનાઈઝેશનમાં અનેક જગ્યાઓ માટે ભરતી, અહીં જાણો વિગત

આ પણ વાંચો: નેશનલ ટેલેન્ટ સર્ચની મદદથી વિદ્યાર્થીઓને મળે છે PHD સુધીની સ્કોલરશિપ, જાણો કોણ લઈ શકે છે આ લાભ ?

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">