Ahmedabad : મેગાસીટી બન્યું ગુનાખોરીનું એપી સેન્ટર, છેલ્લા 15 દિવસમાં 8 હત્યા

અમદાવાદમાં હવે સલામતીનો વાતો સવાલ છે. કારણ કે જાહેરમાં હત્યાની ઘટના વધી રહી છે. ગુનેગારોમાં કાયદાનો કે પોલીસનો ડર નથી રહ્યો. આવી જ ઘટનાઓ અમદાવાદમાં વધી છે. છેલ્લા 15 દિવસમાં 8 હત્યા થઈ છે.

Ahmedabad : મેગાસીટી બન્યું ગુનાખોરીનું એપી સેન્ટર, છેલ્લા 15 દિવસમાં 8 હત્યા
Megacity becomes AP center of crime
Follow Us:
Mihir Soni
| Edited By: | Updated on: Jul 22, 2021 | 10:38 PM

Ahmedabad : શહેર હવે ગુનાખોરીનું એપી સેન્ટર બન્યું હોય તેમ 15 દિવસમાં 8 હત્યા થઈ. ગુનેગારોમાં કાયદાનો ડર નથી અને અમદાવાદ હવે સલામત નથી તેવી સ્થિતિ ઉભી થઇ છે. કારણ કે ગુનેગાર જાહેરમાં હત્યા કરી રહ્યા છે. જે કાયદા વ્યવસ્થા અને પોલીસના સુરક્ષાના દાવા પર સવાલ ઉઠાવે છે..જોઈએ હવે અસલામત બન્યું અમદાવાદ.

અમદાવાદમાં હવે સલામતીનો વાતો સવાલ છે. કારણ કે જાહેરમાં હત્યાની ઘટના વધી રહી છે. ગુનેગારોમાં કાયદાનો કે પોલીસનો ડર નથી રહ્યો. આવી જ ઘટનાઓ અમદાવાદમાં વધી છે. છેલ્લા 15 દિવસમાં 8 હત્યા થઈ છે. પ્રેમ સંબંધમાં તિરાડ હોય કે અંગત અદાવત કે પછી અનૈતિક સંબંધોનો વિવાદમાં હત્યાનો સિલસિલો યથાવત છે. સૌથી વધુ અમદાવાદ પૂર્વ વિસ્તારમાં હત્યાની ઘટના સામે આવી.

1) 06 જુલાઈ -2021

આજનું રાશિફળ તારીખ 26-04-2024
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?

ખોખરામાં મનોહર એસ્ટેટમાંથી પાણીની ટાંકીમાં મહિલાના હત્યા કરાયેલી લાશ મળી. કારણ: પ્રેમિકા આડા સંબંધ હોવાના કારણે કરાઈ હત્યા. આરોપી: 1 આરોપીની ધરપકડ

2) 13-જુલાઈ-2021 મેઘાણીનગરમાં જાહેરમાં યુવકની હત્યા કરાઈ હતી. કારણ: પ્રેમ પ્રકરણમાં કરાઈ હતી હત્યા. આરોપી:- 4 આરોપીની ધરપકડ જેમાંથી 02 કાયદાના સંઘર્ષમાં આવેલા

3) 13-જુલાઈ-2021 શહેરકોટડામાં 24 વર્ષીય યુવકની કરાઈ હત્યા. કારણ: અંગત અદાવતમાં પાંચ શખ્સોએ ભેગા મળીને કરી હતી હત્યા. આરોપી: 5 આરોપીની ધરપકડ

4) 13-જુલાઈ-2021 રામોલમાં પરિણીતાની હત્યા કારણ: પ્રેમીએ પ્રેમિકાના ઘરે જઈને કરી હત્યા, છરી ના ઘા ઝીંકીને હત્યા કરાઈ હતી આરોપી:- પ્રેમીએ હત્યા કરી ખુદ પોતે આપઘાત કરી લીધો હતો

5) 15-જુલાઈ-2021 જમાલપુર વૈશ્ય સભા પાસે હજીબાવના ટેકરા પાસે આધેડની કરાઈ હત્યા. કારણ: નજીવી બોલાચાલીમાં ચિરાગ કાપડિયા નામના આરોપીએ કરી હતી હત્યા. આરોપી: 1 આરોપીની ધરપકડ

6) 20-જુલાઈ-2021 નારોલ ચાર રસ્તા પાસે બંગાળી મહિલાની કરાઈ હતી હત્યા. કારણ: નારોલ સર્કલ પાસે બાઇક ઉપર આવેલ બે શખસોએ મૂળ પશ્ચિમ બંગાળની મહિલાની છરી ના ઘા ઝીંકીને કરી હત્યા. આરોપી: હજી આરોપી ફરાર

7) 21-જુલાઈ-2021 ખોખરા વિસ્તારમાં વ્યાજખોર સુબ્રમણી મુદ્દલિયારની હત્યા કરાઈ હત્યા કારણ:- પૈસાની લેતીદેતી મામલે જયેશગીરી નામના વ્યક્તિએ છરી ના ઘા ઝીંકીને વ્યાજખોરની શુભ્રમણયમ નામના વ્યક્તિની કરાઈ હતી હત્યા…* આરોપી:-જયેશગીરી નામના આરોપીની ધરપકડ*

8) 22-જુલાઈ-2021 શહેરકોટડા વિસ્તારમાં યુવકની કરાઈ હત્યા… કારણ: પૈસાની લેતી દેતીની અદાવતમાં યુવકને ઢોર માર મારી મોતને ઘાટ ઉતારી દેવાયો. આરોપી:- 2 આરોપીઓની ધરપકડ,અન્ય આરોપી ફરાર

અમદાવાદમાં હત્યાના સિલસીલાની વાત કરીએ તો સૌથી વધુ પ્રેમ સંબંધ અને પૈસાની લેતી દેતીના કારણે હત્યાની ઘટના વધી છે. સંબંધો વચ્ચે થતી તકરારનું ઘાતકી પરિણામ આવતું હોવાનું તપાસમાં ખુલ્યુ છે. કાયદા વ્યવસ્થા અને સલામતીને લઈને પણ સવાલ ઊઠ્યા છે. કારણ કે આ અંગત ઝઘડામાં પણ જાહેરમાં હત્યા કરવી પોલીસને પડકાર ફેંકવા સમાન છે. પોલીસ પણ આ ઘટનાઓને લઈને તપાસ કરી રહી છે.

Latest News Updates

નવસારીની કેસર કેરીના શોખીનો માટે માઠા સમાચાર
નવસારીની કેસર કેરીના શોખીનો માટે માઠા સમાચાર
તાપીના વાલોડ, વ્યારા, ડોલવણમાં વરસ્યો વરસાદ, માવઠું થતા જગતનો તાત ચિંત
તાપીના વાલોડ, વ્યારા, ડોલવણમાં વરસ્યો વરસાદ, માવઠું થતા જગતનો તાત ચિંત
આકરા ઉનાળા વચ્ચે વલસાડ શહેર અને આસપાસના વિસ્તારમાં કમોસમી વરસાદ
આકરા ઉનાળા વચ્ચે વલસાડ શહેર અને આસપાસના વિસ્તારમાં કમોસમી વરસાદ
આ રાશિના જાતકોને થશે ધનલાભ, જાણો તમારુ રાશિફળ
આ રાશિના જાતકોને થશે ધનલાભ, જાણો તમારુ રાશિફળ
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
g clip-path="url(#clip0_868_265)">