AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ahmedabad : વેજલપુરમાં હત્યા કેસ મામલે 5 વર્ષ બાદ કોર્ટે આપ્યો ચુકાદો, આરોપીઓને આજીવન કેદની સજા

વર્ષ ૨૦૧૬માં વેજલપુરમાં હત્યા કેસમાં ન્યાય પૂર્ણ ચુકાદો આવી ગયો છે.જે કેસમાં પિતા અને ચાર દીકરા અને એક જમાઈ એમ 6 લોકોને હત્યા કેસમાં પકડવામાં આવ્યા હતા. જોકે આજ દિન સુધી કોર્ટમાં તારીખ પડતી રહી.

Ahmedabad : વેજલપુરમાં હત્યા કેસ મામલે 5 વર્ષ બાદ કોર્ટે આપ્યો ચુકાદો, આરોપીઓને આજીવન કેદની સજા
વેજલપુર હત્યા કેસમાં પાંચ વર્ષ બાદ ચુકાદો
Darshal Raval
| Edited By: | Updated on: Dec 17, 2021 | 6:49 PM
Share

તાજેતરમાં સુરત કોર્ટે દુષ્કર્મ કેસમાં આરોપીને આજીવન કેદની સજા કરવામાં આવી. ત્યાં બીજી તરફ અમદાવાદ ખાતે વેજલપુરમાં 5 વર્ષ પહેલા થયેલ એક હત્યા કેસમાં 6 આરોપીઓને આજીવન કેદની સજા કરાઈ છે. વેજલપુરમાં હત્યા કેસ મામલે 5 વર્ષ બાદ કોર્ટે ચુકાદો આપ્યો હતો. આ ચુકાદામાં કોર્ટે આરોપીઓને આજીવન કેદની સજા આપી છે.

વર્ષ ૨૦૧૬માં વેજલપુરમાં હત્યા કેસમાં ન્યાય પૂર્ણ ચુકાદો આવી ગયો છે.જે કેસમાં પિતા અને ચાર દીકરા અને એક જમાઈ એમ 6 લોકોને હત્યા કેસમાં પકડવામાં આવ્યા હતા. જોકે આજ દિન સુધી કોર્ટમાં તારીખ પડતી રહી. પણ ગત રોજ હત્યા કેસમાં સેશન્સ કોર્ટ મહત્વનો ચુકાદો આપ્યો. જે ચુકાદામાં 6 આરોપીઓને સેશન્સ કોર્ટે આજીવન કેદની સજા ફટકારી છે.

ઘટનાની જો વાત કરીએ તો, મૃતક અમીતના ભાઈ મુકેશ ચુનારા સામાજિક કાર્યકર કે જેઓ ભાઠાના મકાન પડી ગયા તેમા મકાનની ફાળવણીમાં મુકેશભાઈ કામ કરતા. જેઓને વિઠલ વાલજી દંતાણીએ વધુ એક મકાન ફાળવવા દબાણ કર્યું. જોકે મુકેશ ચુનારાએ કામ ન કરતા મુકેશ ચુનારાના ઘરમાં જઈને વિઠલ અને તેના દિકરાઓએ મારામારી કરી. જે મારામારીની ઘટનામાં અમિત સહિત 4 ભાઈને માર મારતા અમિતનું મોત થયું જ્યારે અન્ય ત્રણ ભાઈ ઘાયલ થયા. જેમાં બેની હાલત તે સમયે ગંભીર હતી. જોકે તેઓ મોતને માત આપી બચી ગયા. ત્યારે 5 વર્ષ પહેલાં બનેલી આ ઘટનામાં મૃતક તરફી ચુકાદો આવતા મૃતકના પરિવારે મોડે મોડે પણ ન્યાય મળ્યાની ખુશી વ્યક્ત કરી. તો કોરોનાને કારણે કેસનો ચુકાદો આવવામાં સમય લાગયાનું વકીલ રમેશ પટણીએ જણાવ્યું.

5 વર્ષ બાદ પણ ન્યાય મળતા ચુનારા પરિવારે ખુશી વ્યક્ત કરી. જોકે દીકરો અને ભાઈ ગુમાવ્યો હોવાથી ન્યાયની ક્ષણે પણ પરિવારની આંખમાં આંસુ જોવા મળ્યા. જે પરિવાર જનોએ રડતા રડતા પણ સેશન્સ કોર્ટ બહાર વકીલનો ન્યાય આવવા આભાર માન્યો હતો.આમ આ કેસમાં પાંચ વર્ષ બાદ કોર્ટના ચુકાદાથી આરોપીઓને સજા મળી છે. અને ભોગ બનનાર પરિવારને ન્યાય પણ મળ્યો છે.

આ પણ વાંચો : Pushpa: The Rise : અલ્લુ અર્જુનના પુત્રએ ‘પુષ્પા’ માટે પાઠવી ખાસ શુભેચ્છા, એક્ટરએ કહ્યું, ‘તે તો મારા દિવસને સ્પેશિયલ બનાવી દીધો

આ પણ વાંચો : Papaya Farming : ખેડૂતો માટે એલર્ટ! જો પપૈયામાં બિલાડી- કુતરા જેવું બનવા લાગે તો સમજવું કે તમારી કમાણીથી ધોવા પડશે હાથ

શનિની સાડાસાતી વચ્ચે સુવર્ણ સમય!, આ 3 રાશિઓ માટે બનશે અદભૂત ગ્રહયોગ
શનિની સાડાસાતી વચ્ચે સુવર્ણ સમય!, આ 3 રાશિઓ માટે બનશે અદભૂત ગ્રહયોગ
બાકી વેરાની કામગીરીને લઇને વેપારીઓએ કર્યો વિરોધ - જુઓ Video
બાકી વેરાની કામગીરીને લઇને વેપારીઓએ કર્યો વિરોધ - જુઓ Video
લો બોલો, પ્રાંતિજના કતપુર ટોલ પ્લાઝા પર ઈન્કમ ટેક્સ ત્રાટક્યું
લો બોલો, પ્રાંતિજના કતપુર ટોલ પ્લાઝા પર ઈન્કમ ટેક્સ ત્રાટક્યું
ઉત્તરાયણમાં દારૂની મહેફિલ પર પોલીસની કડક કાર્યવાહી - જુઓ Video
ઉત્તરાયણમાં દારૂની મહેફિલ પર પોલીસની કડક કાર્યવાહી - જુઓ Video
AMCની મોટી કાર્યવાહી, મુસ્તફા માણેકચંદના બંગલાનું ડિમોલિશન હાથ ધર્યું
AMCની મોટી કાર્યવાહી, મુસ્તફા માણેકચંદના બંગલાનું ડિમોલિશન હાથ ધર્યું
Breaking News : પાટીદાર આગેવાન અલ્પેશ કથીરિયા સામે કોણે કરી ફરિયાદ
Breaking News : પાટીદાર આગેવાન અલ્પેશ કથીરિયા સામે કોણે કરી ફરિયાદ
કચ્છ સરહદે ભારતીય કોસ્ટગાર્ડનું સફળ ઓપરેશન, 9 પાકિસ્તાની ઝડપાયા
કચ્છ સરહદે ભારતીય કોસ્ટગાર્ડનું સફળ ઓપરેશન, 9 પાકિસ્તાની ઝડપાયા
અંકલેશ્વરમાં હેરોઇનના નશાની આંતરરાષ્ટ્રીય કડી તૂટી
અંકલેશ્વરમાં હેરોઇનના નશાની આંતરરાષ્ટ્રીય કડી તૂટી
ઈરાનમાં સરકાર વિરોધીઓની હત્યા અને ફાંસીની કાર્યવાહી બંધ થઈ
ઈરાનમાં સરકાર વિરોધીઓની હત્યા અને ફાંસીની કાર્યવાહી બંધ થઈ
અમેરિકામાં 75 દેશોના નાગરિકોની‘No Entry’
અમેરિકામાં 75 દેશોના નાગરિકોની‘No Entry’
g clip-path="url(#clip0_868_265)">