Pushpa: The Rise : અલ્લુ અર્જુનના પુત્રએ ‘પુષ્પા’ માટે પાઠવી ખાસ શુભેચ્છા, એક્ટરએ કહ્યું, ‘તે તો મારા દિવસને સ્પેશિયલ બનાવી દીધો

સુપરસ્ટાર અલ્લુ અર્જુન (Allu Arjun) અને રશ્મિકા મંડન્નાની (Rashmika Mandana) ફિલ્મ 'પુષ્પાઃ ધ રાઇઝ' Pushpa: The Rise નો પહેલો પાર્ટ આજે રિલીઝ થઈ ગયો છે. ફિલ્મને દર્શકોનો સારો પ્રતિસાદ મળી રહ્યો છે.

Pushpa: The Rise : અલ્લુ અર્જુનના પુત્રએ 'પુષ્પા' માટે પાઠવી ખાસ શુભેચ્છા, એક્ટરએ કહ્યું, 'તે તો મારા દિવસને સ્પેશિયલ બનાવી દીધો
Allu Arjun( File photo)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 17, 2021 | 6:12 PM

ફેન્સ જેની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા હતા તે સાઉથ સુપરસ્ટાર અલ્લુ અર્જુનની (Allu Arjun) ફિલ્મ ‘પુષ્પાઃ ધ રાઇઝ’ (Pushpa: The Rise) આજે સિનેમાઘરોમાં રિલીઝ થઈ ગઈ છે. ફિલ્મના પહેલા ભાગને દર્શકોનો ઘણો પ્રેમ મળી રહ્યો છે. આ ફિલ્મમાં અલ્લુ અર્જુન સાથે રશ્મિકા મંદાના લીડ રોલમાં છે. દર્શકો આ ફિલ્મની ઘણા સમયથી રાહ જોઈ રહ્યા હતા.

બોલિવૂડથી લઈને સાઉથ ઈન્ડસ્ટ્રી સુધીના લોકોએ અલ્લુ અર્જુનને ફિલ્મ ‘પુષ્પા’ માટે શુભકામનાઓ આપી છે. આ બધાની વચ્ચે અલ્લુ અર્જુનના પુત્ર અયાને પણ તેના પિતાને પુષ્પા માટે શુભકામના પાઠવી છે. તેના ઇન્સ્ટાગ્રામ પર અયાનની લવ નોટ શેર કરતા અલ્લુ અર્જુને લખ્યું, “તમારો ખૂબ ખૂબ આભાર મારા ચિન્ની બાબુ… આઈ લવ યુ મારા અયાન…. તમે મારી સવારને વધુ ખાસ બનાવી છે.

Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?
Mahakumbh 2025: મહિલા નાગા સંન્યાસીની ક્યાં રહે છે અને શું ખાય છે? જાણો તેમની રહસ્યમય દુનિયા વિશે
'પ્રીતિ ઝિન્ટાના કારણે મારું ઘર તૂટ્યુ !' તેને નહીં માફ કરુ, કોણ છે આ મહિલા જેણે આવું કહ્યું
ભારતની એ જેલ, જ્યાં કેદીઓ સામેથી માંગે છે મોત!, ત્યાં જાય છે તે ક્યારેય પાછા નથી આવતા

અલ્લુ અર્જુનને બે સુંદર બાળકો અયાન અને અરહા છે. ‘પુષ્પા’ની પ્રી-રીલીઝમાં તેમના બાળકોએ પણ હાજરી આપી હતી. આ ફિલ્મ બે ભાગમાં રિલીઝ થશે. કારણ કે ફિલ્મની સ્ટોરી ઘણી લાંબી હતી જેના કારણે મેકર્સે તેને બે ભાગમાં રિલીઝ કરવાનો નિર્ણય લીધો છે. ફિલ્મના પહેલા ભાગમાં અલ્લુ અર્જુન ચંદનના દાણચોરો સામે લડતો જોવા મળે છે. આ ફિલ્મમાં તેણે જોરદાર એક્શન કર્યું છે. અભિનેત્રી સામંથાએ પુષ્પામાં આઈટમ સોંગ પર ડાન્સ કર્યો છે, બધા તેના ડાન્સના વખાણ કરી રહ્યા છે.

ફિલ્મ વાર્તા ફિલ્મના પહેલા ભાગની વાર્તા આંધ્રપ્રદેશના રાયલસીમા ક્ષેત્રની શેશાચલમ પહાડીઓમાં લાલ ચંદનની દાણચોરી પર આધારિત છે. ફિલ્મમાં અલ્લુ અર્જુન પુષ્પા રાજ નામનું પાત્ર ભજવી રહ્યો છે. રશ્મિકા મંદન્ના તેની ગર્લફ્રેન્ડનો રોલ કરી રહી છે. અભિનેત્રીએ ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે તે તેની અત્યાર સુધીની ફિલ્મોથી ઘણી અલગ છે.

આ માટે તેણે ઘણી મહેનત કરી છે. ફિલ્મનું સંગીત દેવી શ્રી પ્રસાદ દ્વારા આપવામાં આવ્યું છે અને સિનેમેટોગ્રાફી મિરોસ્લાવ કુબા અને એડિટિંગ કાર્તિકા શ્રીનિવાસ દ્વારા કરવામાં આવી છે. આ ફિલ્મ તમિલ, કન્નડ અને હિન્દી ભાષાઓમાં રિલીઝ થઈ છે. પરંતુ આવતીકાલે મલયાલમ ભાષામાં રિલીઝ થશે. રિપોર્ટ્સ અનુસાર, પુષ્પા બોક્સ ઓફિસ પર ઘણી કમાણી કરશે અને ઘણા રેકોર્ડ તોડી શકે છે.

આ પણ વાંચો : પેપર લીક કેસમાં હર્ષ સંઘવીનું મોટું નિવેદન: પ્રથમ દિવસે જ પકડી લીધા હતા 6 આરોપી, સરકાર વતી નોંધાયો છે કેસ

આ પણ વાંચો : PM નરેન્દ્ર મોદીને મળશે ભૂટાનનો સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર, કહ્યું- મુશ્કેલ સમયના સાથી

g clip-path="url(#clip0_868_265)">