AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ahmedabad: RTOમાં એજન્ટ રાજનો વીડિયો વાયરલ, રૂપિયા આપો અને ડ્રાઇવિંગ ટેસ્ટમાં ફેલ હોવા છતાં કરી આપશે પાસ ?

જોકે વાયરલ વિડીયોમાં વાતચીત દરમિયાન રૂ.5500 વધુ હોવાનું જણાવી નાગરિકે ભાવ ઓછો કરવા વાત કરી. કેમ કે નાગરિક અગાઉ 2 હજાર રકમ ઓફિશ્યલી ભરી ચુક્યા છે. તેના સિવાય બીજા રૂ. 5500 વધુ પડે તેમ કહી નાગરિકે ભાવ ઓછો કરવા જણાવ્યું.

Ahmedabad: RTOમાં એજન્ટ રાજનો વીડિયો વાયરલ, રૂપિયા આપો અને ડ્રાઇવિંગ ટેસ્ટમાં ફેલ હોવા છતાં કરી આપશે પાસ ?
પ્રતિકાત્મક ફોટો (ફાઇલ)
Darshal Raval
| Edited By: | Updated on: Jan 20, 2022 | 9:57 PM
Share

Ahmedabad:  Rto માં ભલે એજન્ટ રાજ બંધ હોવાના દાવા કરવામાં આવતા હોય. પણ હજુ પણ એજન્ટો Rto પર રાજ કરતા હોય તેવું લાગી રહ્યું છે. આ અમે નહિ પણ તાજેતરમાં એક વાયરલ થયેલ વીડિયો (Viral Video) પરથી ફલિત થઈ રહ્યું છે. જે વાયરલ વીડિયોમાં એક એજન્ટ એક નાગરિકને ડ્રાઇવિંગ ટેસ્ટમાં ફેલ હોવા છતાં પણ પાસ કરી આપશે તેવી ખાતરી આપી. જે કામ એજન્ટ રૂ.5500માં કરી આપવા જણાવ્યું છે.

વાત જાણે એમ છે કે બે દિવસ પહેલા એક નાગરિક કે જેઓને લાયસન્સ પ્રક્રિયા કરવાની હતી. જે નાગરિક અગાઉ ડ્રાઇવિંગ ટેસ્ટ આપી ચુક્યા છે. જેમાં તેઓ ફેલ થયા હતા. અને હવે તેઓએ ફરી પ્રક્રિયા હાથ ધરી. જે પ્રક્રિયા દરમિયાન તેઓને પાસ થવું હતું માટે એક એજન્ટનો સંપર્ક કર્યો. અને RTO ની એજન્ટ પ્રથાની પોલ ખુલી પડી ગઈ.

નાગરિક એજન્ટને મળવા ગયો ત્યારે તેણે વીડિયો પણ ઉતાર્યો. જે વીડિયો વાયરલ પણ થયો. જે વાયરલ વિડીયોમાં એજન્ટ નાગરિકને રૂ.5500 આપે તો ટેસ્ટ ડ્રાઇવમાં ફેલ હશે તો પણ પાસ કરી આપવાની ખાતરી એજન્ટ આપી છે. એટલું જ નહિ એજન્ટ વાતચીત દરમિયાન નાગરિકને માત્ર ફોટો જ પડાવવાનો રહેશે તેના સિવાય તમામ કામગીરી તે જોઈ લેશે તેમ પણ જણાવ્યું.

જોકે વાયરલ વિડીયોમાં વાતચીત દરમિયાન રૂ.5500 વધુ હોવાનું જણાવી નાગરિકે ભાવ ઓછો કરવા વાત કરી. કેમ કે નાગરિક અગાઉ 2 હજાર રકમ ઓફિશ્યલી ભરી ચુક્યા છે. તેના સિવાય બીજા રૂ. 5500 વધુ પડે તેમ કહી નાગરિકે ભાવ ઓછો કરવા જણાવ્યું. જોકે એજન્ટ આ પ્રક્રિયામાં આટલો જ રેટ હોવાનું જણાવી નાગરિકને તમે ટેસ્ટ આપો પછી ન થાય તો મારી પાસે આવજો તેમ જણાવી વાત પૂરી કરી.

આમ, આ વાયરલ વિડીયો જ બતાવે છે કે Rto માં ભલે એજન્ટ રાજ બંધ બતાવવામાં આવે છે. તેમજ એજન્ટ રાજ બંધ કરવા અગાઉ ભલે કામગીરી કરાઈ કે એજન્ટો સામે ફરિયાદ પણ કરાઈ હોય પણ એજન્ટ રાજ હજુ પણ યથાવત છે. જે દૂર થવાનું નામ નથી લઈ રહ્યું.

ત્યારે સવાલ એ પણ થાય છે કે આ વાયરલ વિડીયો બાદ Rto ના અધિકારી આ એજન્ટ સામે કેવા અને ક્યારે પગલાં ભરે છે. અને એજન્ટ રાજ બંધ કરે છે કે પછી એજન્ટ રાજ યથાવત રહે છે. સાથે જ પોલીસ એજન્ટને ક્યારે ઝડપી લે છે તે પણ જોવાનું રહે છે.

આ પણ વાંચો : વડાપ્રધાન નરેન્દ્ર મોદી 21 જાન્યુઆરીએ સોમનાથ ખાતે નવનિર્મિત અતિથિગૃહનો વર્ચ્યુઅલી પ્રારંભ કરાવશે

આ પણ વાંચો : ગુજરાતમાં આજે કોરોનાના નવા 24,485 કેસ, 13ના મોત

g clip-path="url(#clip0_868_265)">