Ahmedabad: કાકાએ જ ભત્રીજી સાથે આચર્યુ દુષ્કર્મ, પોલીસે ગુનો નોંધીને આરોપીની કરી ધરપકડ

Ahmedabad: રખિયાલ વિસ્તારમા કાકાએ જ ભત્રીજી સાથે દુષ્કર્મ આચર્યું હોવાની ઘટના સામે આવી છે. ઘરે કામ કરવાના બહાને બોલાવીને દુષ્કર્મ આચર્યુ હોવાની ઘટના બની છે.

Ahmedabad: કાકાએ જ ભત્રીજી સાથે આચર્યુ દુષ્કર્મ, પોલીસે ગુનો નોંધીને આરોપીની કરી ધરપકડ
Ahmedabad police arrest accused
Follow Us:
Mihir Soni
| Edited By: | Updated on: Jan 20, 2022 | 6:19 PM

Ahmedabad: રખિયાલ વિસ્તારમા કાકાએ જ ભત્રીજી સાથે દુષ્કર્મ આચર્યું હોવાની ઘટના સામે આવી છે. ઘરે કામ કરવાના બહાને બોલાવીને દુષ્કર્મ આચર્યુ હોવાની ઘટના બની છે. રખિયાલ પોલીસે ગુનો નોંધીને આરોપીની ધરપકડ કરી લીધી છે. કોણ છે આ કાકા જોઈએ આ અહેવાલમાં. પોલીસ કસ્ટડીમા જોવા મળતા આ યુવકે પોતાની દિકરી જેવી ભત્રીજી સાથે દુષ્કર્મ આચર્યુ હતું. 16 વર્ષની સગીરા ઘરે હતી ત્યારે આરોપી કાકાએ પોતાના નવા ઘરે કામના બહાને તેને બોલાવી હતી. અને ત્યાર બાદ એકલતાનો લાભ લઈને તેની સાથે બળજબરી કરીને દુષ્કર્મ આચર્યુ હતું.

ઘરની બહાર રમી રહેલા બાળકોએ અન્ય પરિવારજનોને જાણ કરતા તેઓ ઘટના સ્થળે પહોચી ગયા હતા. અને દુષ્કર્મનો મામલો સામે આવતા પરિવારે રખિયાલ પોલીસ સ્ટેશનમા ફરિયાદ નોંધાવી હતી.

આરોપી સગીરાનો કુટુબમાં કાકા થાય છે. 16 વર્ષની સગીરાએ અભ્યાસ છોડીને સિવણકામ કરે છે. જેથી કાકાની તેની પર નજર બગડી હતી. આ દિકરી જયારે ઘરેથી સિવણ માટે જતી ત્યારે તેનો પીછો કરતો હતો. અને તેની સાથે શારિરીક છેડછાડ પણ કરતો હતો. સમાજ અને પરિવારના ડરના કારણ સગીરાએ વાત છુપાવી હતી. જેનો લાભ ઉઠાવીને આરોપીએ સગીરા સાથે દુષ્કર્મ આચર્યુ હતુ. રખિયાલ પોલીસે બળાત્કારના ગુનામા આરોપીની ધરપકડ કરીને વધુ પુછપરછ શરૂ કરી છે.

Neeraj Chopra Marriage : ઓલિમ્પિક ચેમ્પિયને આ છોકરી સાથે લીધા 7 ફેરા
અજય દેવગનની કો-સ્ટારે આ 7 બિકીની ફોટાથી મચાવી ધમાલ
Pitra Dosh Mantra : પિતૃદોષ દૂર કરવા માટે કયા મંત્રનો જાપ કરવો જોઈએ?
Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?

આરોપીને બે દિકરી અને એક દિકરો છે. દિકરીનો પિતા હોવા છતા દિકરી સમાન ભત્રીજી સાથે દુષ્કર્મ આચરનાર હેવાન કાકાની રખિયાલ પોલીસે ધરપકડ કરીને આરોપી અને સગીરાનુ મેડીકલ તપાસ કરાવીને વધુ કાર્યવાહી શરૂ કરી છે.

આ પણ વાંચો: BECIL Recruitment 2022: સુપરવાઈઝર અને ઈન્વેસ્ટિગેટર પોસ્ટ પર નોકરી મેળવવાની તક, જાણો કેવી રીતે કરવી અરજી

આ પણ વાંચો: IIT Roorkee MBA Admission 2022: IIT રૂરકીમાં મેનેજમેન્ટ કોર્સ માટે પ્રવેશ શરૂ, જાણો કેવી રીતે કરવી અરજી

g clip-path="url(#clip0_868_265)">