ગુજરાતમાં આજે કોરોનાના નવા 24,485 કેસ, 13ના મોત
રાજયમાં આજે ફરી કોરોનાના કેસોમાં ઉછાળો આવ્યો છે. ફરી રાજયમાં કોરોનાના કેસ 20 હજારને પાર પહોંચ્યો છે. રાજયમાં આજે કોરોનાના નવા 24,485 કેસ નોંધાયા છે. અને, કોરોનાને કારણે 13 લોકોના મોત થયા છે.
રાજયમાં (Gujarat) આજે ફરી કોરોનાના (Corona) કેસોમાં ઉછાળો આવ્યો છે. ફરી રાજયમાં કોરોનાના કેસ 20 હજારને પાર પહોંચ્યો છે. રાજયમાં આજે કોરોનાના નવા 24,485 કેસ (Corona Case) નોંધાયા છે. અને, કોરોનાને કારણે 13 લોકોના મોત (death) થયા છે.
રાજ્યમાં કોરોનાનું સંક્રમણ દિન-પ્રતિદિન વધુ ભયાનક રીતે આગળ વધી રહ્યું છે. અને રાજ્યમાં કોરોનાનો વિસ્ફોટ થયો હોય તેમ કેસ નોંધાઈ રહ્યા છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 24,485 કેસ નોંધાયા છે. અને બીજી લહેરની પીક પણ તોડી નાંખી છે. 18 જાન્યુઆરીએ 17,119 કેસ. 19 જાન્યુઆરીએ 20,966 કેસ નોંધાયા હતા. આમ ત્રણ દિવસમાં જ 62,550 નવા કેસ નોંધાયા છે.
રાજ્યના મહાનગરોમાં સૌથી વધુ સંક્રમણ ફેલાતું નજરે પડી રહ્યું છે. રાજ્યમાં સૌથી વધુ અમદાવાદમાં 9,837 કેસ નોંધાયા છે. તો સુરતમાં પણ 2,981 નવા દર્દી મળ્યા. વડોદરામાં એક જ દિવસમાં કોરોનાના 2,823 નવા મામલા સામે આવ્યા. રાજકોટમાં છેલ્લા 24 કલાકમાં 1,333 કેસ નોંધાયા.

ગુજરાતના આઠ મેટ્રો શહેરમાં કોરોના કેસમાં ઉછાળો
રાજ્યના અન્ય શહેર-જિલ્લામાં નોંધાયેલા કોરોના કેસ પર નજર કરીએ તો. સુરત જિલ્લામાં 728, આણંદમાં 557, ભાવનગરમાં 529, ગાંધીનગરમાં 509, જામનગરમાં 471, વલસાડમાં 446, ભરૂચમાં 408 કેસ સામે આવ્યા. તો વડોદરા જિલ્લામાં 371, મહેસાણામાં 346, કચ્છમાં 346, નવસારીમાં 297, ગાંધીનગર જિલ્લામાં 225, મોરબીમાં 206, રાજકોટ જિલ્લામાં 188, પાટણમાં 180, બનાસકાંઠામાં 174, સુરેન્દ્રનગરમાં 156, જૂનાગઢમાં 129, અને અમદાવાદ જિલ્લામાં 120 નવા કેસ નોંધાયા છે.
બીજી તરફ રાજ્યમાં કોરોનાના કારણે એક જ દિવસમાં 13 દર્દીઓનાં મોત થયા છે. સૌથી વધુ અમદાવાદ શહેરમાં 7, સુરતમાં બે, જામનગર-ગાંધીનગરમાં 1-1 મળીને કુલ 13 લોકોનાં મોત થયા છે. તો છેલ્લા 24 કલાકમાં 10,310 દર્દી કોરોના મુક્ત થયા છે. અત્યાર સુધીમાં 8.86 લાખથી વધુ લોકો કોરોનાને હરાવી ઘરે પરત ફર્યા છે. એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં હાલ 1 લાખ 4 હજાર 888 એક્ટિવ કેસ છે, જેમાંથી 156 દર્દી વેન્ટિલેટર પર છે, જ્યારે 1 લાખ 4 હજાર 732 દર્દીની હાલત સ્થિર છે.
આ પણ વાંચો : વડાપ્રધાન નરેન્દ્ર મોદી 21 જાન્યુઆરીએ સોમનાથ ખાતે નવનિર્મિત અતિથિગૃહનો વર્ચ્યુઅલી પ્રારંભ કરાવશે
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
