AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

અમદાવાદ : સોશિયલ મીડિયામાં બાળકોના અશ્લીલ વિડીયો અપલોડ કરનાર ઝડપાયો

પોલીસ (POLICE) કસ્ટડીમાં આવેલા આરોપીનું નામ દિપક શંખલપરા છે. મૂળ અમેરલીનો અને અમદાવાદના જશોદાનગર વિસ્તારનો રહેવાસી છે. અને પ્લાસ્ટિક ડાઇ બનાવવાનો વ્યવસાય કરે છે.

અમદાવાદ : સોશિયલ મીડિયામાં બાળકોના અશ્લીલ વિડીયો અપલોડ કરનાર ઝડપાયો
આરોપી
Mihir Soni
| Edited By: | Updated on: Jun 02, 2022 | 7:30 PM
Share

Ahmedabad : દેશમાં પ્રતિબધિત હોવા છતાં ચાઈલ્ડ પોર્નોગ્રાફીના વિડીયો ડાઉનલોડ કરી સોસીયલ મીડિયામાં(Social media) અપલોડ કરનાર આરોપીની સાઇબર ક્રાઈમે (Cyber CRIME)ધરપકડ કરી છે. આરોપી વેપારી વેબસાઈટમાંથી પોર્નોગ્રાફી વિડીયો ડાઉનલોડ કરી ફેસબુકમાં મેસેજના માધ્યમથી શેર કરતો હતો. સાયબર ક્રાઇમ બ્રાંચને વેપારી મોબાઇલમાંથી પોર્ન વિડીયો મળી આવતા તેની ધરપકડ કરી વધુ તપાસ શરૂ કરી છે.

પોલીસ કસ્ટડીમાં આવેલા આરોપીનું નામ દિપક શંખલપરા છે. મૂળ અમેરલીનો અને અમદાવાદના જશોદાનગર વિસ્તારનો રહેવાસી છે. અને પ્લાસ્ટિક ડાઇ બનાવવાનો વ્યવસાય કરે છે. જે આરોપીની સાઇબર ક્રાઈમે ચાઈલ્ડ પોર્નોગ્રાફીના ગુનામાં ધરપકડ કરવામાં આવી છે. આરોપી પોતાના મોબાઈલ દ્વારા પ્રતિબંધિત વેબસાઈટ પરથી સગીરોના બીભત્સ વિડીયો ડાઉનલોડ કરતો.અને બાદમાં સોસીયલ મીડિયાના પ્લેટફોર્મ પર જેવા ફેસબુક માધ્યમથી પોર્ન વિડીયો શેર કરતો હતો. જે અંગે સીઆઇડી ક્રાઇમને આઇપી એડ્રેસ માહિતી મળતા સાયબર ક્રાઇમમાં આરોપી વિરુદ્ધ સરકાર તરફે ગુનો નોંધી ધરપકડ કરવામા આવી.

આરોપી વેપારી દિપક શંખલપરાનો મોબાઈલ ક્રાઇમ બ્રાંચે કબ્જે કરતા 13 જેટલા ચાઈલ્ડ પોર્નગ્રાફી વિડીયો પણ મળી આવ્યા છે. જોકે આરોપીએ કેટલાક વિડીયો ડાઉનલોડ કર્યા છે. જે મોબાઈલ રિકવર કરી આરોપીએ ડીલીટ કરેલા પોર્ન વીડિયો પણ પરત મેળવી કેટલા વ્યક્તિઓને આ વિડીયો મોકલવામાં આવ્યા છે તે અંગેની પણ તપાસ કરવામાં આવશે. આરોપી દિપક ધોરણ 10 બાદ આઇટીઆઈનો અભ્યાસ કરેલો છે એટલું જ નહીં 19 વર્ષનો પુત્રનો પિતા પણ છે. છતાં પણ પ્રતિબંધિત વેબસાઈટમાંથી પોર્ન વિડીયો ડાઉનલોડ કરી સોસીયલ સાઈડ પર ફોરવર્ડ કરેલો છે. હાલ સાયબર ક્રાઇમ દ્વારા ગુનો નોંધી આરોપી વેપારી દીપકની વધુ પુછપરછ શરૂ કરી છે.

પોલીસની પુછપરછમાં સામે આવ્યું છેકે આરોપી પોર્ન વિડીયો જોવાનો પણ શોખીન હતો. અને, આ શોખના કારણે જ તેને વિડીયો ડાઉનલોડ કરવાની આદત પડી હતી. હાલ તો આરોપીના કરતૂતોને કારણે તે જેલની હવા ખાઇ રહ્યો છે.

સુરતના ઉધના, પુણાગામ, વરાછા, હીરાબાગની ડેરીના ઘી-માખણ સબસ્ટાન્ડર્ડ !
સુરતના ઉધના, પુણાગામ, વરાછા, હીરાબાગની ડેરીના ઘી-માખણ સબસ્ટાન્ડર્ડ !
ઊર્જા અને ઉત્સાહ સકારાત્મક પરિણામો લાવશે, બિઝનેસમાં નવા કરાર થશે
ઊર્જા અને ઉત્સાહ સકારાત્મક પરિણામો લાવશે, બિઝનેસમાં નવા કરાર થશે
તળાજા હાઇવે પર રખડતા ઢોરે લીધો યુવકનો ભોગ - જુઓ Video
તળાજા હાઇવે પર રખડતા ઢોરે લીધો યુવકનો ભોગ - જુઓ Video
ચોટીલામાં કરોડોની લાકડાની હેરાફેરીનો ભંડાફોડ, 15 ટ્રક જપ્ત
ચોટીલામાં કરોડોની લાકડાની હેરાફેરીનો ભંડાફોડ, 15 ટ્રક જપ્ત
અમદાવાદમાં પોલીસકર્મીએ મહિલાને લાફો મારવા મામલે થયો ચોંકાવનારો ખૂલાસો
અમદાવાદમાં પોલીસકર્મીએ મહિલાને લાફો મારવા મામલે થયો ચોંકાવનારો ખૂલાસો
મુસ્લિમ મહિલાના રૂપમાં વેશ બદલીને ચોરી કરતો યુવક ઝડપાયો - જુઓ Video
મુસ્લિમ મહિલાના રૂપમાં વેશ બદલીને ચોરી કરતો યુવક ઝડપાયો - જુઓ Video
દાહોદમાં સૌથી ઓછુ 8 ડિગ્રી તાપમાન નોંધાયુ
દાહોદમાં સૌથી ઓછુ 8 ડિગ્રી તાપમાન નોંધાયુ
આ રાશિના લોકો પરિવાર સાથે કોઈ પવિત્ર ધામની મુલાકાત લેશે
આ રાશિના લોકો પરિવાર સાથે કોઈ પવિત્ર ધામની મુલાકાત લેશે
આવી રીતે શરૂ થતો હનીટ્રેપનો કાંડ, જુઓ Video
આવી રીતે શરૂ થતો હનીટ્રેપનો કાંડ, જુઓ Video
સુરતમાં દીવાલ ધરાશાયી થવાના મામલે એક્શન મોડમાં તંત્ર, જુઓ Video
સુરતમાં દીવાલ ધરાશાયી થવાના મામલે એક્શન મોડમાં તંત્ર, જુઓ Video
g clip-path="url(#clip0_868_265)">