Ahmedabad : મિત્રએ જ મિત્રની કરી હત્યા, સામાન્ય ઝઘડાની અદાવતમાં થઇ હત્યા
જોકે મનીષ બહાર આવતાની સાથે જ તે જીગ્નેશ કઈ બોલ્યા વગર તેની પાસે રહેલી છરી વડે મનીષને ગળાના ભાગે છરી ધા મારી ગળું કાપી દીધું. હત્યારો જીગ્નેશ રોકવા તેનાં અન્ય મિત્ર પ્રયત્ન કર્યો હતો.
Ahmedabad : સામાન્ય ઝઘડાની અદાવત રાખી મિત્રએ મિત્રની હત્યા કરી દીધી. લાંભાના દેવરાજ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં યુવકને નોકરી પરથી ઓફીસની બહાર બોલાવી મિત્ર હત્યા કરી ફરાર થઈ ગયો. હત્યાની સમગ્ર ઘટના સીસીટીવી કેદ થતા અસલાલી પોલીસે ગણતરી કલાકોમાં હત્યારો મિત્રની ધરપકડ કરી દીધી છે.
મિત્ર એજ કરી મિત્રની હત્યા
લાંભાના દેવરાજ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં આવેલી કાપડની ફેક્ટરીમાં નોકરી કરતો 24 વર્ષીય મનીષ રાઠોડની મિત્રએ હત્યા કરી દીધી. ઘટનાની વિગતવાર વાત કરીએ તો લાંભા ઈન્દીરાનગર વિભાગ-2માં રહેતો મનીષ રાઠોડ કાપડની ફેક્ટરીમાં નોકરી કરે છે. ગુરુવારે મનીષ નોકરી પર આવ્યો હતો. લગભગ બપોરે ચાર વાગ્યે મનીષ ફેક્ટરીમાં કામ કરી રહ્યો હતો. ત્યારે તેને મળવા માટે તેનો મિત્ર જીગ્નેશ આવ્યો હતો. જેથી મનીષ તેને મળવા માટે બહાર આવ્યો.
હત્યાના સીસીટીવી આવ્યા સામે
જોકે મનીષ બહાર આવતાની સાથે જ તે જીગ્નેશ કઈ બોલ્યા વગર તેની પાસે રહેલી છરી વડે મનીષને ગળાના ભાગે છરી ધા મારી ગળું કાપી દીધું. હત્યારો જીગ્નેશ રોકવા તેનાં અન્ય મિત્ર પ્રયત્ન કર્યો હતો. પરંતુ ક્રૂરતાથી છરીઓ મારીને મોતને ઘાટ ઉતારી દીધો. સમગ્ર ઘટના સીસીટીવી કેદ થઈ ગઇ જતા અસલાલી પોલીસ ગણતરી કલાકોમાં આરોપી ઝડપી લીધો.
હત્યારા મિત્રની પોલીસે કરી ધરપકડ
પકડાયેલ આરોપી જીજ્ઞેશ ઉર્ફે જીગો પાટીલની પુછપરછમાં સામે આવ્યુ કે મૃતક મનીષએ 4-5 દીવસ પહેલા મિત્ર જીગ્નેશ સાથે ઝઘડો કર્યો હતો. જેમાં જીગ્નેશના પગ પર મનીષએ લાકડી મારી હતી. બસ આજ વાતની અદાવત રાખી જીગ્નેશએ મિત્ર મનીષની હત્યા કરવાનો પ્લાન બનાવીને મનીષ હત્યા કરી દીધી.
હત્યા કરવા પાછળ અન્ય કોઈ કારણ છે કે કેમ તે દિશામાં પોલીસે તપાસ શરૂ કરી છે. હાલ આરોપી જીગ્નેશ પાટીલ રિમાન્ડ મેળવી હત્યા વાપરવામાં આવેલ છરી કબ્જે લઇ આગળ કાર્યવાહી કરવામાં આવશે.
નોંધનીય છેકે કોરોનાના સમય બાદ ફરી શહેરમાં ક્રાઇમ રેશિયોમાં વધારો થયો છે. ત્યારે હવે પોલીસ આ અંગે કડક પગલા ભરે તે પણ અનિવાર્ય છે.
આ પણ વાંચો : Ahmedabad : શહેરમાં ગુનાખોરીનું પ્રમાણ વધ્યું, વિશ્વાસ પ્રોજેક્ટ અન્વયે 3 હજારથી વધારે CCTV કેમેરા લગાવાશે
આ પણ વાંચો : Mandi મહેસાણાના વિસનગર APMCમાં મગફળીના મહત્તમ ભાવ રૂપિયા 9005 રહ્યા, જાણો જુદા-જુદા પાકના ભાવ