Ahmedabad : શહેરમાં ગુનાખોરીનું પ્રમાણ વધ્યું, વિશ્વાસ પ્રોજેક્ટ અન્વયે 3 હજારથી વધારે CCTV કેમેરા લગાવાશે
શહેરમાં નિર્ભયા પ્રોજેકટ અને સ્માર્ટ સીટી પોર્જેકટ અંતર્ગત સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા છે. પરંતુ ગુનાખોરીનું પ્રમાણ વધી રહયું છે. જેથી હવે વિશ્વાસ પ્રોજેકટ અંતર્ગત 3000થી વધુ સીસીટીવી કેમેરા લગાવવામાં આવશે.
વિકસતા અમદાવાદની સાથે જ ગુનાખોરીના બનાવ પણ વધ્યા છે. ગુનાખોરીને લગામ લગાવવા અમદાવાદ શહેર હવે CCTVથી સજજ થશે. વિશ્વાસ પ્રોજેકટ દ્વારા તીસરી નજરથી સુરક્ષા રાખીને પ્રજાનો વિશ્વાસ કેળવશે. અમદાવાદના અલગ અલગ વિસ્તારમાં 3000 હજારથી વધુ CCTV કેમેરા લગાવવામાં આવશે.
અમદાવાદ શહેરમાં ગુનાખોરીનું પ્રમાણ વધી રહ્યું છે. ત્યારે ગુનેગારોને ઝડપથી પકડી શકાય તે માટે શહેરમાં મેગા CCTV પ્રોજેકટ શરૂ કરાશે. વિશ્વાસ પ્રોજેકટ દ્વારા શહેરના જુદા-જુદા વિસ્તારમાં સીસીટીવી કેમેરા લગાવવામાં આવશે. હાલમાં 1487 સીસીટીવી કેમેરા શહેરમાં લગાવવામાં આવ્યા છે.
શહેરમાં નિર્ભયા પ્રોજેકટ અને સ્માર્ટ સીટી પોર્જેકટ અંતર્ગત સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા છે. પરંતુ ગુનાખોરીનું પ્રમાણ વધી રહયું છે. જેથી હવે વિશ્વાસ પ્રોજેકટ અંતર્ગત 3000થી વધુ સીસીટીવી કેમેરા લગાવવામાં આવશે. જેમાં શહેરની અંદર પ્રવેશતા એન્ટર અને એકઝીટ રસ્તાઓ તેમજ સંવેદશનશીલ વિસ્તારમાં સીસીટીવી કેમેરા સજજ થશે. જેને લઈને અમદાવાદમા વિસ્તારનું સર્વે શરૂ કર્યુ છે.
અત્યારે શહેરમાં 1487 જેટલા CCTV કાર્યરત છે. ત્યારે ચેન સ્નેચિંગ લૂંટ અને અકસ્માતના બનાવોમાં CCTV આરોપી સુધી પહોંચવાનું અગત્યનું પગેરું હોય છે. CCTVના અભાવે આરોપી સુધી પહોંચવામાં નિસફળતા મળે છે. અને તેને જ લઈને હવે અમદાવાદ શહેરના એન્ટ્રી એક્ઝિટ પોઇન્ટ ભીડભાળવાળા વિસ્તાર તેમજ સંભવિત અકસ્માતના વિસ્તારોમાં 3000 હજાર CCTV નું નેટવર્ક ગોઠવવામાં આવશે. જેના થકી ગુનેગારો પર ચાંપતી નજર રાખી શકાશે.
જેમાં ફીકસ કેમેરા, RLVD (રેડ લાઈટ વાઈલોસ ડીટેકસન) કેમેરા, AMPR (ઓટોમેટીક નંબર પ્લેટ રેકેટમીશન સીસ્ટમ)કેમેરા, અને પીટીજેલ કેમેરા લગાવવામાં આવશે. આ પ્રોજેક્ટ જોઈન્ટ પોલીસ કમિશ્નર ગૌતમ પરમાર દ્વારા 9 ટીમ બનાવી સર્વે કામગીરી કરવામાં આવી છે. જે આ વર્ષના અંતે સીસીટીવી લગાવવાનો આયોજન કરી રહ્યાં છે.
અમદાવાદ શહેરમાં વધતા ગુનાખોરીના આંકડા વચ્ચે પોલીસની તીસરી આંખ તરીકે ઓળખાતા CCTV અંગેના આ પ્રોજેકટ સફળ થાય છે કે પછી અન્ય પ્રોજેકટની જેમ બાળ મરણ થશે તે મોટો સવાલ છે.
આ પણ વાંચો : IRCTC: સમુદ્રની લહેરોનો આનંદ માણો, ભારતની પ્રથમ સ્વદેશી લગ્ઝરી ક્રૂઝ લાઇનર આજથી શરૂ થશે, વાંચો સંપૂર્ણ વિગતો
આ પણ વાંચો : પોતાના પાલતું શ્વાનના વાળમાંથી આ મહિલાએ બનાવડાવ્યુ સ્કાફ, અજીબો ગરીબ કામ પાછળ તેણે ખર્ચ્યા આટલા રૂપિયા