Ahmedabad: એક જ દિવસમાં 6 એકટીવા ચોરી કરીને મહિલા થઈ રફુચક્કર, CCTV ફૂટેજના આધારે પોલીસે કરી ધરપકડ

અમદાવાદની વેજલપુર પોલીસે એક મહિલાની ધરપકડ કરી છે. નવાઈની વાત તો એ છે કે, મહિલા એક જ દિવસમાં 6 એકટીવા ચોરી કરી ને ફરાર થઈ ગઈ હતી.

Ahmedabad: એક જ દિવસમાં 6 એકટીવા ચોરી કરીને મહિલા થઈ રફુચક્કર, CCTV ફૂટેજના આધારે પોલીસે કરી ધરપકડ
6 Activas stolen in one day
Follow Us:
Mihir Soni
| Edited By: | Updated on: Oct 27, 2021 | 9:04 PM

Ahmedabad: શહેરની વેજલપુર પોલીસે એક મહિલાની ધરપકડ કરી છે. નવાઈની વાત તો એ છે કે, મહિલા એક જ દિવસમાં 6 એકટીવા ચોરી કરી ને ફરાર થઈ ગઈ હતી. મહિલા આરોપી વાહન ચોરી કરવામાં એવી માહિર છે કે, કોઈને શંકા પણ ન જાય અને વાહન ચોરી કરી રફુચક્કર થઈ જતી હતી. પરતું કહેવાય છે કે ચોર ગમે તેટલો શાંતિર કેમ ન હોય પોલીસના હાથે પકડાઈ જાય છે. કોણ છે વાહન ચોર મહિલા જોઈએ આ અહેવાલમાં.

પોલીસ ગિરફતમાં રહેલ આધેડ મહિલા આરોપી રાબીયાબાનુ ઉર્ફે યાસીનમિયા શેખ વાહન ચોરી કરવામાં માસ્ટર માઈન્ડ છે. એક જ દિવસમાં વેજલપુર વિસ્તારના અલગ અલગ જગ્યા પરના 6 જેટલા વાહનો ચોરી કર્યા હતા. મહિલા આરોપી રાબીયાબાનુંની મોડેસ ઓપરેન્ડીની વાત કરીએ તો મહિલા આરોપી માસ્ટર કી દ્વારા એકટીવા ચોરી કરતી હતી. જો કે પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તપાસ કરીને મહિલાની ધરપકડ કરી છે અને તેની પાસેથી તમામ એકટીવા પણ કબ્જે કરેલ છે.

મહિલા આરોપી પુછપરછમાં સામે આવ્યું કે, પહેલી વખત જ વાહન ચોરી કરી હોવાનું કબૂલાત કરી છે. વાહન ચોરી કરી એક્ટિવા પોતાની પાસે રાખ્યા હતા. ચોરી કરેલ એક્ટિવા વેચવા જાય તે પહેલાં પોલીસ હાથે પકડાઈ ગઈ છે. હાલ મહિલા આરોપી ગુનાહિત ઇતિહાસ ધરાવે છે. જેમાં અગાઉ મહિલા ndps કેસમાં તે પકડાઈ ચુકી છે. જોકે હાલ તેની વધુ તપાસ શરૂ કરવા માં આવી છે.

આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?

તહેવાર પર શહેરીજનોની સુરક્ષા માટે પોલીસનો એક્શન પ્લાન

દિવાળીના તહેવારને આડે હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે તસ્કરો માટે જાણે કે સીઝન આવી હોય તે રીતે સક્રિય થઇ જતા હોય છે. દિવાળીના વેકેશનમાં લોકો ફરવા જતા હોય છે. ત્યારે તસ્કરો આ તક નો લાભ લઇ ઘરફોડ ચોરીના બનાવોને અંજામ આપતા હોય છે. ત્યારે પોલીસ દ્વારા શહેરીજનોની સુરક્ષા માટે ખાસ એક્શન પ્લાન બનાવ્યો છે.

મહત્વની વાત કરીએ તો આકસ્મિક સંજોગો સિવાય પોલીસ કર્મચારીઓની રજાઓ રદ્દ કરી દેવામાં આવી છે. અને પોશ વિસ્તારમાં હાલના સમયમાં પોલીસ દ્વારા નાઇટ પેટ્રોલીંગ પણ વધારવા આવ્યું છે. આ ઉપરાંત પકડાયેલા અસામાજિક તત્વો અને ચોર ટોળકીની ગતિવિધિ પર નજર રાખવામાં આવશે.

આ પણ વાંચો: રાષ્ટ્રીય સલામતીને જોખમમાં મૂકી એક્સચેન્જ નેટવર્ક ચલાવતા આરોપીની ગુજરાત ATSએ કરી ધરપકડ, દેશના અર્થતંત્રને પહોંચાડી રહ્યા હતા નુકસાન, જાણો શું છે સમગ્ર મામલો

આ પણ વાંચો: CAT Admit Card 2021: આજથી CAT એડમિટ કાર્ડ ડાઉનલોડ કરો, IIM અમદાવાદ આ સમયે લિંક એક્ટિવેટ કરશે

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">