રાષ્ટ્રીય સલામતીને જોખમમાં મૂકી એક્સચેન્જ નેટવર્ક ચલાવતા આરોપીની ગુજરાત ATSએ કરી ધરપકડ, દેશના અર્થતંત્રને પહોંચાડી રહ્યા હતા નુકસાન, જાણો શું છે સમગ્ર મામલો

Ahmedabad: ગુજરાત એટીએસએ દેશના અર્થતંત્રને નુકસાન પહોંચાડી અને રાષ્ટ્રીય સલામતીને જોખમમાં મૂકી ખોટી રીતે એક્સચેન્જ ખોલનાર આરોપીની ધરપકડ કરી છે.

રાષ્ટ્રીય સલામતીને જોખમમાં મૂકી એક્સચેન્જ નેટવર્ક ચલાવતા આરોપીની ગુજરાત ATSએ કરી ધરપકડ, દેશના અર્થતંત્રને પહોંચાડી રહ્યા હતા નુકસાન, જાણો શું છે સમગ્ર મામલો
Gujarat ATS arrests accused of operating exchange network
Follow Us:
Mihir Soni
| Edited By: | Updated on: Oct 27, 2021 | 6:49 PM

Ahmedabad: ગુજરાત એટીએસએ દેશના અર્થતંત્રને નુકસાન પહોંચાડી અને રાષ્ટ્રીય સલામતીને જોખમમાં મૂકી ખોટી રીતે એક્સચેન્જ ખોલનાર આરોપીની ધરપકડ કરી છે. મહત્વ નું છે કે, અમદાવાદની સાથો સાથ મુંબઈમાં પણ દરોડા પાડીને 2 લોકોને પકડી સંખ્યાબંધ સિમ કાર્ડ કબ્જે કરવામાં આવ્યા છે.

ગલ્ફ દેશોમાંથી ભારતમાં વોઈપ કોલ કરવા પર પ્રતિબંધ છે જેથી ગલ્ફ દેશોમાંથી ભારતમાં કોઈપણ રાજ્યમાં કોલ કરવા માટે લોકલ કોલ કરવો પડે છે જે ખૂબ ખર્ચાળ હોય છે. જો કે પકડાયેલ આરોપીઓ ગલ્ફ દેશોમાંથી ભારત ફોન કરવા ઇચ્છતા નાગરિકોને ખર્ચ બચાવવા માટે વિશેષ સોફ્ટવેરના મારફતે ISD કોલને લોકલ કોલમાં ટ્રાન્સફર કરવામાં આવતા હતા અને ત્યારબાદ VOIP સર્વિસનો ઉપયોગ કરી ઇન્ટરનેશનલ કોલને રૂટ કરીને લોકલ કોલમાં ટ્રાન્સફર કરતા હતા. જેથી ખૂબ ઓછા ખર્ચે ગલ્ફ દેશોમાંથી ભારત કોલ થતા હતા આ સર્વિસ પુરી પાડવા માટે આરોપીઓ દ્વારા વપરાશકર્તા પાસેથી પેકેજ સ્વરૂપે નાણાં વસુલવામાં આવતા હતા. આરોપીઓ છેલ્લા દોઢ વર્ષથી આ પ્રકારનું નેટવર્ક ચલાવતા હતા.

ગુજરાત ATS દ્વારા ઝડપાયેલા આ કૌભાંડમાં કુલ 5 આરોપીઓ સંડોવાયેલા છે જેમાં એક આરોપી નજીબ છે જે બહેરીનથી સંપૂર્ણ નેટવર્ક ચલાવતો હતો. અન્ય 2 આરોપીઓમાં પૂનામાં રહેતો અમીત અને ગોવામાં રહેતા શોહેલ દ્વારા વિવિધ કંપનીના સીમકાર્ડ અને સોફ્ટવેર પૂરું પાડવામાં આવતું હતું. અમદાવાદથી ઝડપાયેલા આરોપી શાહિદ લિયાક્ત દ્વારા કોલ રૂટ કરવાનું સેટઅપ અમદાવાદના જુહાપુરામાં કર્યું હતું જેની ગુજરાત ATSએ ધરપકડ કરી છે સાથે જ સજ્જાદ સૈયદ જે મુંબઈનો રહેવાસી છે તેને પણ ગુજરાત ATSએ મુંબઈ પોલીસની મદદથી ઝડપી પાડ્યો છે. ઝડપાયેલા આરોપીઓ પાસેથી 2 લેપટોપ, 7 નંગ સિમબોક્સ ,2 વાઇફાઇ રાઉટર, 2 મોબાઈલ અને અલગ અલગ કંપનીઓના 254 સિમકાર્ડ મળીને કુલ 1,49,800 નો મુદ્દામાલ કબજે કર્યો છે.

Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?
Mahakumbh 2025: મહિલા નાગા સંન્યાસીની ક્યાં રહે છે અને શું ખાય છે? જાણો તેમની રહસ્યમય દુનિયા વિશે
'પ્રીતિ ઝિન્ટાના કારણે મારું ઘર તૂટ્યુ !' તેને નહીં માફ કરુ, કોણ છે આ મહિલા જેણે આવું કહ્યું
ભારતની એ જેલ, જ્યાં કેદીઓ સામેથી માંગે છે મોત!, ત્યાં જાય છે તે ક્યારેય પાછા નથી આવતા
સવારે ઉઠતાની સાથે દેખાય આ 6 વસ્તુઓ, તો સમજો કિસ્મત ચમકવાની છે !
Darshan Raval: બોલિવુડની હિરોઈનો કરતા પણ વધારે સુંદર છે દર્શન રાવલની પત્ની ! જુઓ-Photo

આ પ્રકારના રૂટ કરાયેલા કોલનો કોઈ રેકોર્ડ રહેતો નથી જેને કારણે દેશની સુરક્ષા અને સલામતીને પણ આવા કોલથી નુકસાન થવાની શકયતા રહેલી છે. સાથે જ આવા કોલમાં વપરાશકર્તાને નેટર્વક પ્રોવાઈડરને કોઈ ચાર્જ ચૂકવવો પડતો નથી જેથી અલગ અલગ નેટર્વક પ્રોવાઈડર કંપનીઓને મોટું નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે જેની જાણ ગુજરાત ATSને થતા ઇન્ટરનેશનલ કૌભાંડ ઝડપી પાડ્યું છે. હાલ તો ગોવા અને પૂનામાં રહેતા 2 આરોપીઓને ઝડપી પાડવા અલગ અલગ ટિમો બનાવીને તપાસ તેજ કરી છે.

આ પણ વાંચો: BEL Recruitment 2021: ભારત ઇલેક્ટ્રોનિક્સ લિમિટેડમાં એપ્રેન્ટિસના પદ માટે ભરતી જાહેર, જાણો ભરતીની સમગ્ર વિગત

આ પણ વાંચો: CAT Admit Card 2021: આજથી CAT એડમિટ કાર્ડ ડાઉનલોડ કરો, IIM અમદાવાદ આ સમયે લિંક એક્ટિવેટ કરશે

g clip-path="url(#clip0_868_265)">