એસીબીને એક જાગૃત નાગરિકે ફરિયાદ કરી હતી કે તે સરકારની જુદી જુદી યોજનાઓમાં કોન્ટ્રાકટરનો વ્યવસાય કરે છે. જેઓને એક ટેન્ડર શહેરા પંચમહાલ ખાતેનું મનરેગાનું જે સરકારના હુકમથી મળેલ હતું. જે ટેન્ડર અંતગૅત તેઓને શહેરા તાલુકામાં સરકારના મનરેગા યોજના હેઠળ ચાલતા રોડના, કુવાના તથા ચેક વોલના કામો માટે રો-મટીરીયલ્સ સપ્લાય કરેલ જે પેટે તેમને તાલુકા પંચાયત કચેરી શહેરા ખાતેથી મનરેગા યોજના હેઠળ રૂપિયા ૨,૭૫,૦૦૦ તથા આર.આર.પી યોજના હેઠળ રૂપિયા ૧,૭૧,૦૦૦ ના બીલના ચેક મંજુર થયા હતા. જે આપવા માટે આરોપીઓએ ફરિયાદી પાસેથી અગાઉ અલગ અલગ રકમ લઇ લીધેલ અને ફરીયાદી પાસે વધુ રૂપિયા એક-એક લાખ માંગ્યા તેમજ વધુ ૨,૪૫,૦૦૦ ની ફરીયાદી પાસે માંગણી કરેલ ફરીયાદી ઉપરોક્ત તમામ આરોપીઓને લાંચની રકમ આપવા માંગતા ન હોય ફરીયાદી ની ફરીયાદ આધારે આજરોજ એસીબીએ ગોઠવેલ લાંચના છટકાનાં આરોપીઓ લાંચ લેતા ઝડપાઇ ગયા.
પકડાયેલ આરોપીઓમાં તાલુકા વિકાસ અધિકારી સિવાયના લાંચ લેવા આવેલ હોય તે દરમ્યાન બે આરોપી ફરીયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરી રૂપિયા એક-એક લાખની લાંચ સ્વીકારેલ તથા અન્ય એક કર્મચારી તાલુકા વિકાસ અધિકારીના બદલે લાંચ લેવા આવેલ હોય જેથી તેઓએ લાંચ બાબતે ફરીયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરી. પરંતુ તેઓને શક પડતા લાંચની રકમ રૂ. ૨,૪૫,૦૦૦ સ્વીકારેલ નહિ. આમ બે આરોપી ફરીયાદી પાસે લાંચ માંગી સ્વીકારતા પકડાઇ ગયેલ અને અન્ય બે આરોપી લાંચની રકમ લેવા આવેલ હોય. પરંતુ તેઓએ લાંચની રકમ સ્વીકારેલ ન હોય તેઓ પણ લાંચના છટકા દરમ્યાન પકડાઇ ગયેલ અને એક આરોપી એ વચેટીયા મારફતે ફરીયાદી પાસે લાંચની માંગણી કરેલ હોય અને તેઓ પણ લાંચના છટકા દરમ્યાન પકડાઇ ગયા. જે તમામ સામે acb એ ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી.
આ કેસમાં આરોપીઓનો એટલો ત્રાસ હતો કે ગ્રામજનોએ કચેરી બહાર ફટાકડા ફોડી ઉજવણી પણ કરી. જેને જોતા acb એ આવા લાંચિયા અધિકારી સામે જાગૃતિ બની acb ને જાણ કરવા અપીલ કરી. જેથી આવા લાંચિયા અધિકારી સામે કાર્યવાહી કરી શકાય. સાથે જ acb એ કેસ ને મજબૂત બનાવવા વધુ પુરાવા એકઠા કરવા સહિતની પણ તપાસ તેજ કરી છે.
આરોપી : (૧) હેમંત મફતભાઇ પ્રજાપતિ, હિસાબી સહાયક(કરાર આધારીત) તાલુકા પંચાયત કચેરી,શહેરા, પંચમહાલ (મનરેગા વિભાગ )
(૨) કિર્તીપાલ ઇન્દ્રસિંહ સોલંકી W.D.T એગ્રો(કરાર આધારીત),તાલુકા પંચાયત કચેરી શહેરા, પંચમહાલ
(૩) ઝરીના વસીમ અંસારી, તાલુકા વિકાસ અધિકારી, વર્ગ-૨ તાલુકા પંચાયત શહેરા, પંચમહાલ
(૪) રીયાઝ રફીકભાઇ મનસુરી, અધિક મદદનીશ ઇજનેર (કરાર આધારિત) તાલુકા પંચાયત કચેરી શહેરા, પંચમહાલ
એક જાગૃત નાગરિક કે જે કોન્ટ્રાકટર તરીકેનો વ્યવસાય કરે છે. જેણે સૂત્રાપાડા તાલુકાના લોઢવા ગામે પેવર બ્લૉકના કામ માટેનો વર્ક ઓર્ડર મળતા તેમણે સમય મર્યાદા માં કામ પૂર્ણ કરેલ હતું. જે બાબતના કંપ્લિશન સર્ટિ તથા પેમેન્ટ ચેક બાબતે ફરિયાદી આ કામના આરોપીને મળતા તેણે કામ માં ભલીવાર નથી અને આ બાબતે મારે ગેરી ને લખવું છે તેમ જણાવી આ કામ ૫,૫૦,૦૦૦ નું હોય જેથી ૫,૦૦૦ ની લાંચની માંગણી કરેલ,
જે લાંચની રકમ ફરિયાદી આપવા માંગતા ન હોય તેઓએ acb નો સંપર્ક કરી ફરિયાદ કરતા ફરિયાદ ના આધારે આજ રોજ acb એ લાંચના છટકાનું આયોજન કરતા. આરોપી ફરિયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરી, રૂ.૫,૦૦૦/- ની લાંચની માંગણી કરી, સ્વીકારી સ્થળ પર પકડાઈ ગયા. જે કેસ માં acb એ વધુ તપાસ હાથ ધરી છે.