ગુજરાતના સૌથી મોટા વ્યાજખોરીના કેસમાં SITની રચના બાદ ઈકોનોમીક ઓફેન્સ વિંગને તપાસ સોંપાઈ, જુઓ Video

ગુજરાતનો વ્યાજખોરીનો સૌથી મોટો કેસ નારોલ (Narol) પોલીસ મથકમાં નોંધાયો હતો. આ મામલે SITની રચના બાદ EOWને તપાસ સોંપાઈ છે.

ગુજરાતના સૌથી મોટા વ્યાજખોરીના કેસમાં SITની રચના બાદ ઈકોનોમીક ઓફેન્સ વિંગને તપાસ સોંપાઈ, જુઓ Video
Gujarat biggest usury case
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 27, 2023 | 2:12 PM

Ahmedabad: ગુજરાતનો વ્યાજખોરીનો સૌથી મોટો કેસ નારોલ (Narol) પોલીસ મથકમાં નોંધાયો હતો. ટ્રાન્સપોર્ટના ધંધા સાથે જોડાયેલા વેપારી કમલ ડોગરા વ્યાજખોરોના ત્રાસથી આપઘાત કરવા જતા હતા. ત્યારે વેપારી કમલ ડોગરાના મિત્રએ પોલીસને જાણ કરી હતી અને આ સમગ્ર ઘટના બહાર આવી હતી. ત્યાર બાદ વ્યાજખોરો સામે નારોલ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ હતી.

SITની રચના બાદ EOWને તપાસ સોંપાઈ

આ બાબતે નારોલ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ હતી. જેમાં 8 આરોપી સામે તપાસ કરવામાં આવી હતી. પોલીસ દ્વારા તાત્કાલિક મુખ્ય આરોપી તેમજ ફરિયાદીની મોંઘી ગાડીઓ પણ કબ્જે કરી લેવામાં આવી હતી. જોકે એકાએક સમગ્ર કેસની તપાસ EOWને સોંપી દેવામાં આવી છે.

વેપારી કમલ ડોગરાને ધંધાને બેઠો કરવા ધર્મેશ પટેલ, લાલભાઈ, રઘુવીરસિંહ, ચિરાગ શાહ, પરીક્ષિત દવે, વંદન પટેલ પાસેથી 7.71 કરોડથી વધુની રકમ 9 ટકા વ્યાજે લીધા હતા. જે બાદ વેપારીએ બેંકના માધ્યમથી રૂ. 7.71 કરોડની સામે 11 કરોડ જેટલી રકમ બેન્કના માધ્યમથી પરત કરી દીધી હતી. તેમ છતાં વ્યાજખોરો વધુ રૂપિયા માંગતા હોવાથી વેપારીએ 2.5 કરોડ રોકડા આપ્યા હતા. તેમ છતાં વ્યાજખોરો સતત રૂપિયાની માંગણી કરતા હતા અને વેપારીને ધમકાવતા હતા.

Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?
Mahakumbh 2025: મહિલા નાગા સંન્યાસીની ક્યાં રહે છે અને શું ખાય છે? જાણો તેમની રહસ્યમય દુનિયા વિશે
'પ્રીતિ ઝિન્ટાના કારણે મારું ઘર તૂટ્યુ !' તેને નહીં માફ કરુ, કોણ છે આ મહિલા જેણે આવું કહ્યું
ભારતની એ જેલ, જ્યાં કેદીઓ સામેથી માંગે છે મોત!, ત્યાં જાય છે તે ક્યારેય પાછા નથી આવતા

પોલીસ ફરિયાદ બાદ SITએ આ કેસની તપાસ હાથ ધરી હતી

પોલીસ ફરિયાદ બાદ SITએ આ કેસની તપાસ હાથ ધરી હતી. જેમાં 11ના બદલે 24 આરોપીઓ આ ઘટનામાં સામેલ હોવાનું સામે આવ્યા છે. જોકે હવે અચાનક સ્થાનિક પોલીસ પાસેથી આ કેસની તપાસ EOW એટલે કે આર્થિક ગુના નિવારણ શાખાને સોંપી દેવામાં આવી છે.

અત્યાર સુધીની SITની તપાસમાં આરોપીની કારમાંથી 24 કોથળા ભરેલા દસ્તાવેજો કબજે કરાયા છે. આ ઉપરાંત ક્રેડિટ કાર્ડ, 113 ચેકબુક, 61 ATM,38 પાસબુક પણ કબ્જે કરી છે. પોલીસે અત્યાર સુધી 8 વ્યાજખોરોની ધરપકડ કરી છે. જેમાં મુખ્ય આરોપી ધર્મેશ અને તેનો પુત્ર પણ પકડાઈ ચૂક્યા છે. ત્યારે બાકીના ફરાર આરોપીઓને શોધવા પોલીસે તપાસ હાથ ધરી છે. તેમજ જે અન્ય ભોગ બનનારા સામે આવ્યા તેમની પણ તપાસ શરૂ કરી છે. જોકે હવે આ સમગ્ર ઘટનાની તપાસ EOW કરશે.

ગુજરાતના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">