સુરતમાં ગંભીર ગુનામાં ફરાર આરોપી આખરે ઝડપાયો
પકડાયેલા આરોપીએ આ જ રીતે અગાઉ 9 જેટલા ગંભીર ગુનાને અંજામ આપી ચુકયો છે. જેમાં હત્યાના(Murder) પ્રયાસ મારામારી આર્મ્સ-એકટ અને જુગાર ધારાના ગુનામાં અગાઉ ઝડપાઇ ચુક્યો છે.
સુરત (Surat) શહેરમાં અનેક ગુનામાં સામેલ વોન્ટેડ આરોપીને (Wanted accused)સલાબતપુરા પોલીસે (Police) બાતમીના આધારે ઝડપી પાડ્યો છે. પકડાયેલો આરોપી ઝાફર પઠાણ 326 જેવા ગંભીર ગુનાને અંજામ આપી નાસ્તો ફરતો હતો. સુરત શહેર પોલીસ કમિશનર અજય તોમરએ અસામાજિક તત્વો મિશન ક્લીન શરૂ કર્યું છે. જેમાં ગંભીર ગુનાને અંજામ આપી નાસ્તા ભાગતા આરોપીને પકડવાની ઝુંબેશ શરૂ કરી છે. ત્યારે 6 મહિના અગાઉ સલાબતપુર વિસ્તારમાં એક યુવક પર કેટલાક ઈસમોએ અંગત અદાવતમાં તલવાર વડે હુમલો કર્યો હતો. જેમાં યુવક મોત અને જિંદગી વચ્ચે જોલા ખાઈ રહ્યો હતો.
ઘટનાને લઈ સલાબતપુર પોલીસે વિવિધ કલમો હેઠળ ગુનો દાખલ કરી આરોપીને પકડવા શોધખોળ હાથ ધરવામાં આવી હતી. ત્યારે ઘટનાને અંજામ આપી ઝાફર પઠાણ ઉર્ફે ગોલ્ડન ઘટનાને અંજામ આપી ફરાર થઈ ગયો હતો. પોલીસ તેને શોધવા અલગ અલગ ટીમ બનાવી શોધવાના ચક્રોગતિમાન કર્યા હતા. આરોપી સતત પોલીસને ચકમો આપી ફરાર રહેતો હતો. ત્યારે સલાબતપુરા પોલીસને બાતમી મળી હતી કે જે જાફર ઉફ્રે ગોલ્ડન ઘટનાને અંજામ આપી ફરાર ફરી રહ્યો છે. તે આજ રોજ સલાબતપુર વિસ્તારમાં આવવાનો છે બસ આ બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવીને તેને સલાબતપુરા વિસ્તારમાંથી ઝડપી પાડ્યો હતો.
આરોપીનું નામ જાફર ઉર્ફે ગોલ્ડન પઠાણ
પકડાયેલા આરોપીએ આ જ રીતે અગાઉ 9 જેટલા ગંભીર ગુનાને અંજામ આપી ચુકયો છે. જેમાં હત્યાના પ્રયાસ મારામારી આર્મ્સ-એકટ અને જુગાર ધારાના ગુનામાં અગાઉ ઝડપાઇ ચુક્યો છે. હાલ તો પોલીસે આ કુખ્યાત આરોપીને ઝડપી પાડીને તેની વધુ પુછપરછ હાથ ધરી છે કે ઘટનાને અંજામ આપ્યા બાદ તે છેલ્લા 6 મહિનાથી ક્યાં ક્યાં ભાગતો ફરતો હતો. અને તેને કોણ કોણ સાથ આપી રહ્યું હતું સાથે તે 6 મહિનામાં અન્ય કોઈ ગુનાંને અંજામ આપ્યા છે કે કેમ નહીં તે દિશામાં તપાસ કરી રહી છે. ત્યારે હાલ તો સ્થાનિકો માંગ કરી રહ્યા છે કે સુરત પોલીસ કમિશનર આવા આરોપી પર પાસા તડીપાર જેવી કલમ હેઠળ કાર્યવાહી કરી સ્થાનિકોને આવા ગુનેગારોને ભય મુકત કરે.
આ પણ વાંચો :બનાસકાંઠા જિલ્લામાં અલગ-અલગ 3 દુર્ઘટનામાં ડુબવાથી 7 લોકોના મોત