બનાસકાંઠા જિલ્લામાં અલગ-અલગ 3 દુર્ઘટનામાં ડુબવાથી 7 લોકોના મોત
બનાસકાંઠા (Banaskantha) જિલ્લામાં કેનાલમાં ડૂબી જતા બે બાળકોના મોત થયા છે. થરાદની ઇઢાટા કેનાલમાં બે બાળકો નાહવા પડ્યા હતા. સ્થાનિક લોકોએ બંને બાળકોના મૃતદેહ બહાર કાઢયા છે.
બનાસકાંઠા (Banaskantha)માટે આજનો દિવસ ખૂબ કપરો રહ્યો. કેનાલમાં (Canal) છલાંગ લગાવવાની અને નાહવા પડવાથી મોત(Death) થયાની જુદી-જુદી 3 ઘટનાઓ ઘટી. થરાદની મુખ્ય કેનાલમાં એક પરિવારે મોતની છલાંગ લગાવ્યાની આશંકા છે. પતિ-પત્ની અને બે બાળકોએ કેનાલમાં ઝંપલાવ્યું. જેમાંથી બેનાં મૃતદેહ બહાર કઢાયા છે. બાદમાં અન્ય બે મૃતદેહો પણ મળી આવ્યા છે. તો બીજી તરફ થરાદની ઈઢાડા કેનાલમાં નાહવા પડેલા 3 બાળકોમાંથી બેનાં મોત થયા છે. જ્યારે એકને સ્થાનિકોએ બચાવી લીધો. આતરફ દાંતાના વણઝારા તળાવમાં નાહવા પડેલા યુવકનું મૃત્યું થયું છે.
બનાસકાંઠા જિલ્લામાં એક પરિવારે એકસાથે કેનાલમાં મોતની છલાંગ લગાવી હતી. થરાદની મુખ્ય કેનાલમાં પીલૂડાં ગામના પરિવારે છલાંગ લગાવ્યાની આશંકા છે. જેમાં પતિ, પત્ની અને બે બાળકોએ અગમ્ય કારણોસર કેનાલમાં ઝંપલાવ્યુ છે. બાઈક પર કેનાલ સુધી આવીને બાઈક મૂકીને પરિવારે મોતની છલાંગ લગાવી છે. સ્થાનિક તરવૈયાઓએ બેના મૃતદેહને બહાર કઢાયા છે. થરાદ ફાયર ફાઇટર અને સ્થાનિકોની મદદથી અન્ય બે મૃતદેહોને પણ શોધી લેવામાં આવ્યા છે. બંને મૃતદેહોને કેનાલમાંથી બહાર કાઢી લેવાયા છે.
તો બીજી દુર્ઘટનામાં બનાસકાંઠા જિલ્લામાં કેનાલમાં ડૂબી જતા બે બાળકોના મોત થયા છે. થરાદની ઇઢાટા કેનાલમાં બે બાળકો નાહવા પડ્યા હતા. સ્થાનિક લોકોએ બંને બાળકોના મૃતદેહ બહાર કાઢયા છે. એક જ પરિવારના બે બાળકોના મોતથી પરિવારમાં શોકનો માહોલ છે. આ ઉપરાંત દાંતાના વણઝારા તળાવમાં ડુબવાથી એક યુવકનું મોત થયું છે. આમ આજે બનાસકાંઠા જિલ્લામાં ડુબી જવાની ઘટનામાં કુલ સાત લોકો મોતને ભેંટયા છે. જેને કારણે સમગ્ર જિલ્લામાં શોકનો માહોલ છવાયો છે.
આ પણ વાંચો :Punjab: ફ્રી વીજળી માટે ‘આપ’ એ રાખી જનરલ કેટેગરી માટે શરત, ભાજપે કહ્યુ- સામાન્ય વર્ગ સાથે થઈ છેતરપિંડી
આ પણ વાંચો :ફૂટવેર બનાવતી આ કંપની આગામી મહીને લાવી રહી છે IPO, પોતાનુ નેટવર્ક વધારવાની કંપનીની યોજના