AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IPL 2022: કોહલીએ એક સમયે ટીમમાંથી કર્યો હતો બહાર, હવે આ બેટ્સમેન તેની જ ટીમ તરફથી બનાવી રહ્યો છે 197ની એવરેજથી રન

IPL 2022 : રોયલ ચેલેન્જર્સ બેંગ્લરો (RCB) ટીમની વાત કરીએ તો તેણે હજુ સુધી લીગમાં 6 મેચમાંથી 4 મેચમાં જીત મેળવીને પોઇન્ટ ટેબલમાં ત્રીજા સ્થાને પહોંચી ગઇ છે.

IPL 2022: કોહલીએ એક સમયે ટીમમાંથી કર્યો હતો બહાર, હવે આ બેટ્સમેન તેની જ ટીમ તરફથી બનાવી રહ્યો છે 197ની એવરેજથી રન
Virat Kohli and Dinesh Kartik (PC: IPL)
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 17, 2022 | 10:38 PM
Share

ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL 2022)  સિઝન 15 માં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (Royal Challengers Bangalore) ના સ્ટાર ખેલાડી દિનેશ કાર્તિકે (Dinesh Kartik) પોતાના પ્રદર્શનથી બધાનું ધ્યાન પોતાની તરફ ખેંચ્યું છે. આ સિઝનમાં દિનેશ કાર્તિક ફિનિશરની ભૂમિકામાં જોવા મળી રહ્યો છે. તેણે અત્યાર સુધી આ રોલ ખૂબ જ સારી રીતે ભજવ્યો છે. ત્યારબાદ તેની ટીમ ઈન્ડિયામાં વાપસીની માગ થઈ રહી છે. તો આવો જાણીએ શા માટે દિનેશ કાર્તિકને ફરી એકવાર ટીમ ઈન્ડિયામાં સ્થાન મળવું જોઈએ.

દિનેશ કાર્તિક આઈપીએલમાં શાનદાર પ્રદર્શન કરી રહ્યો છે

જો આઈપીએલમાં દિનેશ કાર્તિકના પ્રદર્શનની વાત કરીએ તો તેણે અત્યાર સુધી ખૂબ જ સારું પ્રદર્શન કર્યું છે. તેણે અત્યાર સુધી IPL 2022 ની 5 ઇનિંગ્સમાં 197 ની એવરેજથી રન બનાવ્યા છે. આ દરમિયાન તેની સ્ટ્રાઈક રેટ 209.57 રહી છે. આ સિવાય તેણે ઘણી વખત બેંગ્લોરની જીતમાં મહત્વનું યોગદાન આપ્યું છે. તે ટીમમાં ફિનિશર તરીકે સતત પોતાને સાબિત કરી રહ્યો છે.

ફિનિશરની જરૂરીયાત

મહેન્દ્ર સિંહ ધોનીના ગયા બાદ ટીમ ઈન્ડિયા સતત ફિનિશરની શોધમાં છે. આ રોલમાં દિનેશ કાર્તિક જોવા મળી શકે છે. ટીમ ઈન્ડિયાએ અત્યાર સુધી હાર્દિક, વેંકટેશ અય્યર, સૂર્યકુમાર યાદવને અજમાવ્યા છે. પરંતુ તાજેતરમાં દિનેશ કાર્તિકે જે રીતે પ્રદર્શન કર્યું છે. જે બાદ તે T20 વર્લ્ડ કપની ટીમમાં જગ્યા બનાવવાની રેસમાં સામેલ થઈ ગયો છે.

‘વર્લ્ડ કપ જીતવા માંગે છે’ : દિનેશ કાર્તિક

દિલ્હી સામેની મેચ બાદ કોહલીને ઈન્ટરવ્યુ આપતાં તેણે કહ્યું હતું કે આ સમયે મારો ઉદ્દેશ્ય ટીમ ઈન્ડિયા માટે ફરીથી રમવાનો છે. હું જાણું છું કે આ વર્ષે T20 વર્લ્ડ કપ થવાનો છે અને હું આ વર્લ્ડ કપનો ભાગ બનવા માંગુ છું. હું મારા દેશ માટે ટાઇટલ જીતવા માંગુ છું. ટીમ ઈન્ડિયાએ આઈસીસીની કોઈ ટૂર્નામેન્ટ જીત્યાને ઘણો સમય થઈ ગયો છે. તેના નિવેદનથી સ્પષ્ટ છે કે કાર્તિક આ સમયે વર્લ્ડ કપની ટીમમાં જગ્યા બનાવવા માટે બેતાબ છે. આવી સ્થિતિમાં, જો તેને ટીમ ઈન્ડિયામાં ફરી એક વાર તક મળે છે, તો તે ચોક્કસપણે ચમત્કાર કરી શકે છે.

આ પણ વાંચો : IPL ના ઈતિહાસનો સૌથી ફાસ્ટ બોલ ફેકનાર બોલર, જુઓ ટોપ 5માં કોનો સમાવેશ થાય છે

આ પણ વાંચો  : IPL 2022: ગુજરાત ટાઈટન્સ પર આફત ઉતરી, હાર્દિક પંડ્યા ફિટનેસના કારણે બહાર, રાશિદ ખાન ચેન્નાઈ સામે કેપ્ટનની ભૂમિકામાં

કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
ગુજરાતમાં કડકડતી ઠંડી સાથે કમોસમી વરસાદની આગાહી
ગુજરાતમાં કડકડતી ઠંડી સાથે કમોસમી વરસાદની આગાહી
અમદાવાદનો સૌથી વ્યસ્ત સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ
અમદાવાદનો સૌથી વ્યસ્ત સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ
પાલનપુરમાં જાહેર માર્ગ પર લારી-ગલ્લા ધારક, પાથરણાવાળાઓનો અડીંગો !
પાલનપુરમાં જાહેર માર્ગ પર લારી-ગલ્લા ધારક, પાથરણાવાળાઓનો અડીંગો !
રાજકોટમાં પેંડા ગેંગને હથિયાર આપનારની ધરપકડ
રાજકોટમાં પેંડા ગેંગને હથિયાર આપનારની ધરપકડ
અંબાલાલ પટેલે આ તારીખ બાદ કમોસમી વરસાદની આગાહી કરી
અંબાલાલ પટેલે આ તારીખ બાદ કમોસમી વરસાદની આગાહી કરી
આ રાશિના જાતકોને નાણાકીય મુશ્કેલીઓમાંથી મુક્તિ મળશે, જુઓ Video
આ રાશિના જાતકોને નાણાકીય મુશ્કેલીઓમાંથી મુક્તિ મળશે, જુઓ Video
તલાટી મંત્રીઓની, રખડતા શ્વાન પકડવાની કામગીરીનો અમલ નહીં કરવાની ચીમકી
તલાટી મંત્રીઓની, રખડતા શ્વાન પકડવાની કામગીરીનો અમલ નહીં કરવાની ચીમકી
ઈન્ડિગોની ફ્લાઈટ મોડી પડતા-રદ થતા મુસાફરોએ મચાવ્યો હોબાળો
ઈન્ડિગોની ફ્લાઈટ મોડી પડતા-રદ થતા મુસાફરોએ મચાવ્યો હોબાળો
g clip-path="url(#clip0_868_265)">