જો જો ચોરીનો ફોન તમને ના પહોંચાડી દે જેલમાં, Online ફોન ખરીદતા પહેલા સો વાર વિચારજો

જો તમે OLX પરથી મોબાઈલ ખરીદી રહ્યા હો તો જરા ધ્યાનથી ચકાસણી કરી લેજો કારણ કે તે મોબાઇલ ચોરીનો પણ હોય શકે છે.

જો જો ચોરીનો ફોન તમને ના પહોંચાડી દે જેલમાં, Online ફોન ખરીદતા પહેલા સો વાર વિચારજો
Follow Us:
Bhavyata Gadkari
| Edited By: | Updated on: Feb 28, 2021 | 7:42 AM

આજકાલ લોકો ઓનલાઇન (Online) વસ્તુઓ ખરીદતા થઇ ગયા છે, ઇલેક્ટ્રોનિક્સથી (Electronics) લઇને કપડા હોય કે પછી ઘર વખરીનો સામાન બધુ જ લોકો ઘર બેઠા ઓનલાઇન મંગાવી લે છે, કોરોના આવ્યા બાદ તો લોકો શાકભાજી અને કરિયાણું પણ ઓનલાઇન મંગાવી લે છે. તેવામાં કેટલીક એવી પણ ઇ-કોમર્સ વેબસાઇટ (E-Commerce Website) અને એપ્લિકેશન (Application) છે જે તમને સેકન્ડ હેન્ડ વસ્તુઓ ઉપલબ્ધ કરાવે છે તેવી જ એક ઇ-કોમર્સ કંપની છે OLX જેના પર ચોરીના ફોન વેચવાનું કૌભાંડ સામે આવ્યુ છે. જો તમે OLX પરથી મોબાઈલ ખરીદી રહ્યા હો તો જરા ધ્યાનથી ચકાસણી કરી લેજો કારણ કે તે મોબાઇલ ચોરીનો પણ હોય શકે છે

વડોદરા રેલવે પોલીસે એક ભેજાબાજ ચોરને ઝડપી પાડ્યો છે. જે રેલવે મુસાફરોના મોબાઇલ ચોરીને બોગસ બિલ બનાવીને ટ્રેડિંગ સાઇટ પર વેચી નાખતો હતો. વડોદરા રેલવે પોલીસે ઝડપેલો આરોપી જ્ઞાન કુમાર ઉર્ફે વિક્કી ઉર્ફે વિકાસ ગુપ્તા મૂળ ઉત્તરપ્રદેશના સુલતાનપુરમાં આવેલ અર્જુનપુરનો રહેવાસી છે, પરંતુ હાલ તે સુરતના કડોદરમાં રહે છે, વડોદરા રેલવે એલસીબીની ટીમે રેલવે મુસાફર ખાના નજીકથી શંકાસ્પદ હાલતમાં ઝડપી પાડી તલાશી લેતા તેની પાસેથી ચોરીના મોબાઈલ મળી આવ્યા હતા. પોલીસે વધુ પુછપરછ કરતા તેણે આ મોબાઇલ ચોર્યા હોવાની કબૂલાત કરી છે. જ્ઞાનકુમાર રેલવે મુસાફરોના માત્ર મોબાઈલની ચોરી નહોતો કરતો તે આ મોબાઈલના બોગસ બિલ બનાવતો અને પછી ઓનલાઇન ટ્રેડિંગ સાઇટ OLX પર વેચી દેતો, તેણે આવા ઘણા ચોરીના મોબાઈલ OLX પર વેચ્યા હોવાની કબૂલાત પણ કરી છે.

ગોરસ આંબલી ખાવાથી થાય છે અઢળક ફાયદા, જાણો
TEA : ઉનાળાની ગરમીમાં કેટલી વાર પીવી જોઈએ ચા?
આજનું રાશિફળ તારીખ : 30-04-2024
Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે
ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર

વડોદરા પોલીસ હાલ તપાસ કરી રહી છે કે જ્ઞાન કુમાર સાથે અન્ય કોણ કોણ સંકળાયેલુ છે અને તેણે અત્યાર સુધી કેટલા મુસાફરોના મોબાઇલ ચોરીને ઓનલાઇન વેચી નાખ્યા છે.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">